________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૧૯ ( તદ્દન અભાવ રૂપે) દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં (જો એમ હોય તો) બેય નો નાશ થાય. આહા.... હા.... હા ! ઝીણું તો બહું!! “પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય - એવા લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી.” જો એમ હોય તો એક દ્રવ્યને અનેકપણું આવે, ઉભયશૂન્યતા થાય. બેયનો અભાવ આવે. અથવા અપોહરૂપતા થાય.” એક-બીજાનો તદ્દન ત્યાગ. તદ્દન ત્યાગ (એટલે) દ્રવ્યને ગુણનો ત્યાગ, ગુણને દ્રવ્યનો ત્યાગ (તે અપહરૂપતા થાય) તથા તેને અન્યપણાનો પ્રસંગ આવે. આહા... હા ! એ પહેલો બોલ કહ્યો, બીજો બોલ કહેશે વિશેષ.
પ્રવચન : તા. ૨૯-૬-૭૯.
“પ્રવચનસાર' ૧૦૮ ગાથા. એમાં નીચેથી ચાલે છે. “ઉભયશૂન્યતા થાય” ઈ. ફરીને લઈએ. દ્રવ્યનો અભાવ તે ગુણ ને ગુણનો અભાવ તે દ્રવ્ય' એમ માનતાં, પ્રથમ દોષ આ પ્રમાણે આવે. ફરીને ( લઈએ છીએ.) દ્રવ્ય છે એનો અભાવ તે, ગુણ છે. અન્યત્વવ્યવહાર બરાબર છે. દ્રવ્ય અને ગુણને અન્યત્વ તે બરાબર છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ, અને ગુણનો અભાવ તે દ્રવ્ય, એ વાત જૂઠી છે. એમાં બેયની શૂન્યતા થઈ જાય છે. “પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય.” – એવા લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી. જો એમ હોય તો. (૧) એક દ્રવ્યને અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા થાય (અર્થાત્ બન્નેનો અભાવ થાય), અથવા (૩) અપહરૂપતા થાય. તે સમજાવવામાં આવે છે - (એ પહેલો બોલ કહ્યો, હવે બીજો બોલ.)
(અહીંયાં કહે છે કે:) (દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં, પ્રથમ દોષ આ પ્રમાણે આવે. એ કહે છે. “(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે.” આહા.. હા! ચેતનદ્રવ્ય છે એનો અભાવ અચેતનદ્રવ્ય છે. કરમ, શરીર, વાણી, મન- બધું અચેતન (છે.) એ અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે એમ ઠરે.
–એ રીતે તેમને અનેકગણું છે (બે-પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, અને ગુણનો અભાવ તે દ્રવ્ય- એ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં તેને અનેકપણાનો પ્રસંગ આવે.)” દ્રવ્ય તે ગુણ નહીં એમ કીધું. એત્રપ રીતે અન્યત્વ છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ, અને ગુણનો અભાવ તે દ્રવ્ય, - તો બે ય સત્ય નહીં સમજાવે. બેયની શૂન્યતા થશે. આવી હવે વાતું! અહીં.. હા ! આચાર્ય વાત સિદ્ધ કરવા કેટલી (યુક્તિઓ આપી છે!) કારણ કે દ્રવ્ય છે, એ અનેકગુણનો પિંડ છે. હવે ઈ ગુણ છે તે દ્રવ્ય કહીએ, તો તો ગુણ છે ઈ તભાવે ભિન્ન છે. અને દ્રવ્ય છે ઈ તર્ભાવભિન્ન છે. તદ્ભાવ ભિન્ન છે અપેક્ષાએ અતર્ભાવ છે. તો અતર્ભાવ એવો નથી, કે બીજાનો તદ્દન અભાવ. એવો અન્યત્વ (ભાવ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com