________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૮
પ્રવચનસાર પ્રવચનો ૪૧૮
પ્રવચન : તા. ૨૯-૬-૭૯.
‘પ્રવચનસાર' ગાથા- ૧૦૮.
હવે સર્વથા અભાવ તે અતભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છે- અતભાવ કીધો માટે સર્વથા ભિન્ન છે, બીજા પ્રદેશે (જે) ભિન્ન છે એમ આ નથી.
जं दव्वं तण्ण गुणो जो गुणो सो तच्चमत्थादो। एसो हि अतब्भावो ऐव अभावो त्ति णिद्दिट्ठो ।।१०८।।
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે, -અને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું ભાખ્યું જિને. ૧૦૮.
આટલી અપેક્ષાએ તેને અતત્પણું કહ્યું બીજી રીતે અતત્પણું છે નહીં. પરની અપેક્ષાએ ( પ્રદેશ ભિન્નતાની અપેક્ષાએ) જે અતત્પણું છે એવું આ અતત્પણું નથી. આત્મા અને પારદ્રવ્યને તેમ તદ્દન ભિન્નતા છે. એવું અહીંયાં નથી. અહીંયાં તો “તે-ભાવ એ ભાવપણે નથી' એ અપેક્ષાએ અતત્પણું છે. આહા.... હા.... હા. હા ! દાદા, તમે તો દિગંબર પહેલેથી છો ! તો વાંચ્યું નથી તમે આ. કંઈ અત્યારનું નથી આ. આ તો પુસ્તક (“પ્રવચનસાર”) પહેલેથી છે. કુંદકુંદઆચાર્ય! (ગાથા) એકસો આઠ.
ટીકા- “એક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, “જે ગુણ છે તે દ્રવ્ય નથી- એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન (-નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન.” દ્રવ્યનું ગુણરૂપે અભવન ને ગુણનું દ્રવ્યરૂપે અભવન- બે ની (આ) અપેક્ષા એ “તે અતદ્ભાવ છે.” તે રીતે અતભાવ છે. “કારણ કે આટલાથી જ અન્યત્વવ્યવહાર (-અન્યત્વરૂપ વ્યવહાર) સિદ્ધ થાય છે! આહા.. હા.... હા! કેટલું સ્પષ્ટ કર્યું છે! કારણ કે આટલાથી જ' એટલે કે દ્રવ્યનું ગુણરૂપે નથી ને ગુણનું દ્રવ્યરૂપે નથી. એટલેથી જ અન્યત્વવ્યવહાર એટલે અન્યત્વરૂપ વ્યવહાર, (સિદ્ધ) થાય છે. “પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ એમ નથી. આહા... હા! દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય- એવા લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી.” આહા... હા! સમજાણું કાંઈ ? આહા.. હા! (જેમ) પદ્રવ્યનું તદ્દન અન્યપણું -ભિન્ન કર્યું, એવું અન્યપણું આમાં નથી. દ્રવ્ય બિલકુલ ગુણરૂપે નથી ને ગુણ, પર્યાય રૂપે નથી ઈ તો (અતદ્ભાવની) અપેક્ષાએ તદ્દન કીધું. “અભાવ તે અતદ્ભાવ નથી” “જો એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે.” આહા.... હા! તો સત્તાગુણ, જ્ઞાનગુણ, દર્શનગુણ એવા અનંતગુણ, અનંત ન રહે. અને તો અનંતગુણ છે ઈ તો અનંત દ્રવ્ય આવે (દ્રવ્ય રૂપે થઈ જાય.) “એક દ્રવ્યને અનેકપણું આવે, અથવા “ઉભયશૂન્યતા થાય.” (અર્થાત્ બન્નેનો અભાવ થાય.) બેય નો નાશ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com