________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૮
હવે સર્વથા અભાવ તે અતભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ
પ્રવચનસાર પ્રવચનો ૪૧૬
-
जं दव्वं तण्ण गुणो जो गुणो सो तच्चमत्थादो । एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दट्ठो ।। १०८ ।।
यद्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात् । एष ह्यद्वावो नैव अभाव કૃતિ નિર્વિ: ।।૦૮।।
સ્વરૂપે નથી ને દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહી દ્રવ્ય છે, -આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮.
ગાથા - ૧૦૮
અન્વયાર્થ:- [ અર્થાત્] સ્વરૂપ-અપેક્ષાએ [ચવ દ્રવ્ય] જે દ્રવ્ય છે [તંત્ ન મુળ: ] તે ગુણ નથી [ય: અપિ મુળ: ] અને જે ગુણ છે [સ: ન તત્ત્વ ] તે દ્રવ્ય નથી; [ પુષ: ત્તિ તભાવ: ] આ અતભાવ છે; [ ન વ અમાવ: ] સર્વથા અભાવ તે અતભાવ નથી; [ કૃતિ નિર્વિષ્ટ: ] આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
ટીકાઃ- એક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી- એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન (-નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન તે અતાવ છે; કારણ કે આટલાથી જ અન્યત્વવ્યવહાર ( –અન્યત્વવ્યવહાર ) સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય એવા લક્ષણોવાળો અભાવ તે અતભાવ નથી. જો એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા થાય (અર્થાત્ બન્નનો અભાવ થાય), અથવા (૩) અપોહરૂપતા થાય. તે સમજાવવામાં આવે છે:
(દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં દોષ આ પ્રમાણે આવેઃ )
(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે - એ રીતે તેમને અનેકપણું (બે-પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય-એ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં તેને અનેકપણાનો પ્રસંગ આવે ). Please inform us of any errors on rajesh@Atma Dharma.com