________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૧૪ ગુણનું ગુણપણે (ધ્રુવ) રહેવું છે. પર્યાયનું પ્રયોજન પર્યાય દ્રવ્યને આશ્રયે રહે છે. એમ પ્રયોજનાદિ “ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે.” બે ય વચ્ચે અંતર્ભાવ છે. આહા. હા!
(કહે છે કે.) જ્ઞાનગુણ છે તે દર્શનગુણ નથી, અને જ્ઞાનની પર્યાય છે તે જ્ઞાન (ગુણ) પણે નથી. આહા... હા! જ્ઞાનગુણ છે તે એની પર્યાયપણે નથી. સમકિત-સમિતિ-શ્રદ્ધા નામનો ગુણ ત્રિકાળ છે. ઈ એની વર્તમાન પર્યાય સમકિતપણે નથી. એ સમકિતપર્યાય તે ત્રિકાળીશ્રદ્ધા ગુણપણે નથી. અને તે દ્રવ્યપણે નથી. આહા... હા. હા! આ તો આંખનો મોતિયો ઊતારવો હોય, એની વાત છે. આહા... આહા! મોતિયો ઊતારવા જવાના છે ને..? બીજી આંખનો આહા. હા! આંખમાં પડળ વળી ગયા છે કહે છે. તારી દષ્ટિમાં-જ્ઞાનમાં પડળ વળી ગયા છે અજ્ઞાનના (મિથ્યાત્વના.) આહા.. હા! છતાં તે અજ્ઞાનની પર્યાય, મિથ્યાત્વ-અજ્ઞાનપણે છે. એ ગુણપણે થઈ નથી. દ્રવ્યપણે છે એ ગુણમાં ભૂલ નથી. અને એ ભૂલ (આત્મ) દ્રવ્યમાં નથી. આહા. હા! આવું છે! કઈ જાતનો ઉપદેશ આ તે!! અહીંયાં
ક્યાં ય આવ્યા છે- કાય જીવને સામાયિક કરવી ને પોષા કરવા ને પડિક્કમણા કરવા ચોવિહાર કરવો ને ઈ તો કાંઈ આવ્યું નહીં આમાં!!
ભાઈ ! તું શું કરી શકે છો એ તો પહેલું સમજ! કે તારી મર્યાદા શું છે? તારી કરવાની મર્યાદા તારી પર્યાયમાં છે. તારી કરવાની મર્યાદામાં એ પરને કાંઈ તું કરી શકે (એમ માન) તો તારી મર્યાદામાં તું નથી. આહા... હા.... હા ! (શ્રોતા:) બાવો બનાવી દીધો! (ઉત્તર) હું! બાવો બનાવી દીધો! અહ.. હા! આહા... હા! દુકાન ઉપર બેસે! હવે દરરોજ આમ હજારોની પેદાશ હોય, અનેત્રપ પાંચ-પાંચ, દશ-દશ, વીસ હજાર પૈસાનું (રૂપિયાનું) રોકાણ થતું હોય, શું કહેવાય તમારે ઈ ? લાકડાનો ઈ ? (શ્રોતા:) ગલ્લો. (ઉત્તર) હા, ઈ ભરાય આમ પેટ ભરીને. પહેલાં તો આ... આ નહોતું ને...! નોટું નો'તી. રૂપિયા રોકડા (ચાંદીના સિક્કા) અમારે નાનો હડફો રાખતા હડફો! સમજ્યા? શું કીધું ઈ ? હડફો! હુડફાનું શું કીધું? ગલ્લો ! ઈ રાખતા એમાં કોઈ વખતે ઈ આખો રૂપિયાથી ભરાઈ ગયો” તો! વેપાર હતો. ઈ તો સીતેર વરસ પહેલાની વાત છે. એકવાર રોકડા રૂપિયાથી ઈ આખું ભરાઈ જાય, આમ! દાણા ને (માલનું) વેંચાણ થઈ ગયું હોય તો, ત્યારે આ (જીવ) ખુશી થાય કે ઓહોહોહો ! આ જ તો ત્રણસે રૂપિયાનું ભરાણું, ત્રણસે રોકડા! તે દિ' ઓલીનોટ ક્યાં હતી. આ ભ્રમ છે બધો! (શ્રોતા:) આખો ખોવાઈ જાય છે..! (ઉત્તર) હું? ખોવાઈ જાય છે. આહા... હા! ધે રસ્તે ચડી જાય છે? અજ્ઞાનને રસ્તે ચડી જાય છે. આહા. હા! સનો રસ્તો મૂકી દઈને અસતને પંથે ચડી જાય છે. ખબર નથી એને. આહા... હા ! નગ્ન સાધુ થાય તો ય પણ
કુ-પંથે' ચડી જાય છે. ઈ રાગની ક્રિયા – દયા-દાન છે ઈ ધરમ છે, એ મને ધરમનું કારણ છે. ઈ મિથ્યાત્વભાવમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com