________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૭
- પ્રવચનસાર પ્રવચનો ૪૧૩ દરકાર કરી નથી ! મારું શું થશે! આહીં આંખ મિંચાઈને હાલ્યો જશે! ચોરાશીના અવતારમાં. સત્યનું શરણ નહીં લે ને સત્ય છે તે તે એને સત્યને સત્યપણે વસ્તુને વસ્તુપણે રાખ. શ્રીમદ્ કહે છે. શ્રીમદ્રમાં એક વાક્ય છે. “વસ્તુને વસ્તુપણે રાખ' તું ફેરફાર કરીશ નહીં કાંઈ ! આહા..હા...હા!
(કહે છે) જેવી રીતે દ્રવ્ય છે તેવી રીતે રાખ. જે રીતે ગુણ છે તે રીતે રાખ. જે રીતે પર્યાય છે તે રીતે રાખ. આહા... હા! અહીંયાં તો એકદ્રવ્ય બીજા દ્રવ્યનું કરે (નહીં) એના જ વાંધા છે, માનવામાં. ઓલામાં તો ઈ આવે છે ને! સ્થાનકવાસીમાં “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ.” “અનંતા જીવ મોક્ષે ગયા, દયા તણા' (એ જ જાણે ) – પ્રમાણ' – ઈ પરની દયા, પરની દયા ત્રણકાળ માં (આત્મા) કરી શકતો નથી. આહા... હા... હા! હવે એનાથી એને ધરમ માનવો છે ને મુક્તિ કરવી છે. પરની દયાનો ભાવ છે ઈ રાગ છે. આહા... હા.... હા! રાગ છે ઈ આત્માના સ્વરૂપની હિંસા છે! “પુરુષાર્થસિદ્ધિઉપાય' માં છે. અમૃતચંદ્રાચાર્ય! આ તો વીતરાગના સિદ્ધાંત છે ભાઈ ! કલ્પિત નથી આ કાંઈ, કલ્પિત બનાવેલું! ક્યાં ય મેળનો” ખાય ને.! આ તો ચારે બાજુથી જુઓ તો સતનું સત્પણું ઊભું રહે છે. આહા..હા..હા !
(અહીંયાં કહે છે કે, “અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ યોગ્ય રીતે સમજવું. જેમ કે- સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને “પુરુષાર્થી આત્મદ્રવ્ય ” . આહા...! “પુરુષાર્થી જ્ઞાનાદિગુણ” અને “પુરુષાર્થ સિદ્ધાદિપર્યાય' - એમ વિસ્તારી શકાય છે.” આહા... હા! એમ એક શ્રદ્ધા નામનો ગુણ છે. જે શ્રદ્ધાદ્રવ્ય તરીકે વર્ણવાય છે. એ શ્રદ્ધા (ગુણ ) અનેરા ગુણ તરીકે નથી. અને એ શ્રદ્ધા (ગુણ) સમકિતની પર્યાય તરીકે નથી. આહી... હા! સમ્યગ્દર્શનની પર્યાય (ઈ તો એક સમય છે.) શ્રદ્ધાગુણ છે ઈ તો કાયમ છે. પર્યાય તો એક સમયની અવસ્થા છે. એટલે ઈ શ્રદ્ધાગુણની પર્યાય નથી, પર્યાય પર્યાયની છે (સમકિતની.) આહા.. હાં.. હા !
(હવે કહે છે કેઃ) “અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે.” પણ તે તે દ્રવ્યના ને ગુણના અને પર્યાયના પ્રદેશો અભિન્ન છે. જેમ એક દ્રવ્યના પ્રદેશથી બીજા દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે, ઈ તો સર્વથા અત્યંત અભાવ છે. (એક-બીજા દ્રવ્યમાં એકબીજા દ્રવ્યનો.) એ રીતે અહીંયાં નથી. અહીંયાં તો પ્રદેશો અખંડ છે-અભેદ છે બધાના. (દ્રવ્યગુણ પર્યાયના.) “અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે.” છતાં સંજ્ઞા” દ્રવ્યનું નામ “દ્રવ્ય', ગુણનું નામ “ગુણ', પર્યાયનું નામ “પર્યાય ' ઈ સંજ્ઞા- સંજ્ઞા. “લક્ષણ” ગુણોનું લક્ષણ દ્રવ્યનો આશ્રય, દ્રવ્યનું લક્ષણ દ્રવ્ય પોતે સ્વતંત્ર, પર્યાયનું લક્ષણ (એક સમયનું) સ્વતંત્ર. આહા.. હા... હા ! “પ્રયોજનાદિ પ્રયોજનદ્રવ્યનું પ્રયોજન ગુણોને આશ્રય દેવો, એક ઠેકાણે (ધ્રુવ) રહેવું ઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com