________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૧૨ નથી. એ અપેક્ષાએ ત્રણને અતભાવની અપેક્ષાએ (એટલે કે“તે-ભાવ તે નથી” એ અપેક્ષાએ અન્યત્વ છે. તે દ્રવ્ય તે ગુણપણે નથી. તે ગુણ તે પર્યાયપણે નથી, તે બીજાગુણપણે નથી. એ રીતે અતભાવને લીધે અન્યત્વ છે. પૃથક પરમાણુ, એક- એક દ્રવ્ય જુદા એની વાત નહીં (એ તો પ્રદેશ જ જુદાં છે.) ઈ તો પૃથક પ્રદેશ છે (તેથી) જુદાં જ છે. આહા... હા! ભારે કામ! એ સીસપેનની અણી કોઈ કાઢી શકતું નથી એમ કહે છે. કલમથી લખી શકતો નથી. બોલી શકતો નથી, બોલવાની જડની અવસ્થા છે. તો એ પૃથપણાંમાં ગયું! અહીંયાં તો અતભાવ તરીકે અન્યત્વની વાત હાલે છે, ઓલાં તો પૃથક પ્રદેશ છે માટે અન્યત્વ છે. એની હારે તો અહીંયાં કાંઈ વાત જ નથી. આહા.. હા! આ તો અતભાવ (એટલે) “તે-ભાવ નથી' ને “તે-તે ભાવ આ નથી” એવા અતભાવની અપેક્ષાએ એકબીજામાં પ્રદેશભેદ ન હોવા છતાં અન્યપણું કહેવામાં આવે છે. આહા.... હા... હા.... હા ! છે કે નહીં આમાં જુઓ ને? (પાઠમાં) આ સોનગઢનું લખાણ નથી આ (શાસ્ત્રમાં). ઘણાં બોલે, એમ કે સોનગઢ નું એકાંત છે! એકાંત કહીને કાઢી નાખે. અરે! ભાઈ, સાંભળ તો ખરો ! પ્રભુ! આહા... હા ! એકાંત કોને કહેવું? અનેકાંત કોને કહેવું? એની ખબર નથી'! (તને.) આહા.. હા.. હા !
આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું” જેમ એકગુણનું કહ્યું સ ત્તાનું. કે સત્તા અને દ્રવ્ય ભિન્ન, સત્તાના ગુણ ભિન્ન, અને સત્તાની પર્યાય, સત્તાથી ભિન્ન! એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું. “આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને.” સત્તાનું ઉદાહરણ આપ્યું છે. એમ જ્ઞાનદર્શન-આનંદ કોઈપણ ગુણ, એ ગુણ ગુણરૂપે, એ ગુણ દ્રવ્યરૂપે, એ ગુણ પર્યાયરૂપે ભિન્ન ભિન્ન છે. આહા.. હા! “સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.”
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય વિષે પણ યોગ્ય રીતે સમજવું.” જેમ કે - સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને.” વીર્યગુણ લીધો. (જુઓ!) વીર્ય! પુરુષાર્થગુણ આત્મામાં એક છે અનાદિ અનંત. (એ) પુરુષાર્થગુણને પુરુષાર્થી આત્મદ્રવ્ય.” પુરુષાર્થપણે પુરુષાર્થી આત્મદ્રવ્ય. આહા... હા! પુરુષાર્થગુણને અનેરાગુણથી ભિન્નપણું “પુરુષાર્થી જ્ઞાનાદિગુણ છે? ( પાઠમાં) એક આત્માના પુરુષાર્થગુણને, પુરુષાર્થી આત્મદ્રવ્ય, પુરુષાર્થી જ્ઞાન આદિ ગુણ, બીજો ગુણ લો એનાથી. “અને પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય એમ વિસ્તારી શકાય.” આહા.. હા... હા! એમ સમકિતની પર્યાય છે, એનો શ્રદ્ધાળુણ છે. શ્રદ્ધા ગુણ છે આત્મામાં. સમકિત પર્યાય છે. એ શ્રદ્ધાળુણ છે એ આત્મદ્રવ્ય છે, એ શ્રદ્ધા ગુણ અને રાગુણરૂપ નથી, અને ઈ શ્રદ્ધાળુણ છે તે એક સમયની પર્યાય તરીકે નથી. સમકિતની પર્યાય તરીકે શ્રદ્ધાળુણ નથી. શ્રદ્ધા ગુણ પર્યાય તરીકે નથી ને પર્યાય શ્રદ્ધા ગુણ તરીકે નથી. અને શ્રદ્ધાળુણ એક દ્રવ્ય તરીકે નથી. આહા.. હા.. હા ! આવું છે. આ તો સામે અધિકાર આવ્યો હોય, ત્યારે આવેને...! ખેંચીને ઉપરથી લેવાય તો, બેસે ઝટ! આ તો આમાં લખાણ છે. અરે. રે! એણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com