________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૧૦ આહા.... હા! વસ્ત્રસહિત સાધુપણું માનશે એ નિગોદમાં જવાના છે, અને જે એને માનનારા છે કે આ સાધુ છે' એ પણ નિગોદમાં જામી જવાના છે. આહા. હા! ગજબ કામ બાપુ! આકરું કામ બહુ!! વસ્તુનું સ્વરૂપ એમ છે. આ તો અનાદિ ભગવાન ત્રણલોકના નાથ ! સર્વજ્ઞદેવે જોયું-જાણું, એમ કહ્યું છે. ઓલું તો કલ્પિત બધું બનાવ્યું છે. શ્વેતાંબર લોકોએ શાસ્ત્ર કલ્પિત બનાવ્યાં છે બધાં! એની શ્રદ્ધાને માને તે ગૃહીતમિથ્યાદષ્ટિ છે. આહા... હા! આવું આકરું કામ પડે!! આહા.... હા!
(વળી કહે છે કે, સૌને સારું લગાડીને ભેગાં કરવા છે? માણસ ભેગાં થાય જાજાં! કે ભઈ ! આહા.... હા! સત્રે સંખ્યાની જરૂર નથી. સત્ તો સ સ્વરૂપ છે ત્રિકાળ!
અહીંયાં (તો કહે છે) એ પરની હારે કોઈ સંબંધ નથી. આહા.. હા. હા! વસ્ત્રનો ટુકડો રાખે ને આંહી ચારિત્ર હોય અંદર. એમ નહીં કહે ઈ તો જાણે ભિન્ન પડી ગયું. પણ ચારિત્રગુણની પર્યાય છે, એ ચારિત્રગુણ છે ઈ ચારિત્રગુણની પર્યાય છે એમ નથી. એ ચારિત્રગુણ છે ને ચારિત્રનું દ્રવ્ય છે ( એ ચારિત્રની પર્યાય છે) એ બધું ભિન્ન છે. (દ્રવ્ય-ગુણ ને પર્યાય) દ્રવ્યરૂપે ચારિત્ર, ગુણરૂપે ચારિત્ર, પર્યાયરૂપે ચારિત્ર, - (એ ત્રણેય ભિન્ન છે.) આવી વાત છે! આહા.... હા.... હા! (મુનિરાજને) એની દશામાં વિકલ્પ હોય, પંચમહાવ્રતના, પણ એને ઈ (મુનિરાજ) બંધનું કારણ માને. અને નગ્નદશા હોય ઈ નિમિત્ત તરીકે નગ્નદશા. ઈ મેં કરી નથી ને મારાથી નગ્નદશા થઈ નથી. આહા.... હા... હા! કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને (કાંઈ કરી શકે નહીં) એ લૂગડું છોડી શકે. લંગોટી છોડી શકે, એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં આહા... હા! આવી વાત છે.
અહીંયાં તો કહે છે) એક દ્રવ્યમાં પણ ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં કે પર્યાય નહીં. એવો ત્રણ વચ્ચે ભિન્ન ભાવ (છે) કે આ ભાવ તે આ ભાવ નહીં ને આ ભાવ તે આ ભાવ નહીં. આહા.. હાં! ગજબ વાતું!! પરમાત્મા સિવાય, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ! કેવળીએ કહેલી વાત, સંતો કહે છે. એવી વાત, ક્યાં ય બીજે છે નહીં. આહા..! આકરું લાગે પણ શું થાય? ભાઈ ! બીજાને દુઃખ લાગે. અમે આ બધું કરીએ ત્યારે ખોટું? ભક્તિ કરીએ, પૂજા કરીએ, સામાયિક કરીએ, પડિક્કમણા (કરીએ) – બધું મિથ્યાત્વસહિત છે. આહા... હા! દિગંબરમાં રહીને પણ જે સામાયિક હોય, વિકલ્પ ઊઠે એને સામાયિક માને “અમે સામાયિક કરીને બેઠા છીએ' મિથ્યાત્વ છે ભાઈ ! આહા... હા! આહા...!
(કહે છે કેઃ) એવી રીતે એક આત્માનો હયાતીગુણ છે ઈ આત્માદ્રવ્ય નથી. હયાતીગુણ સિવાયનો એ ગુણ (આત્મદ્રવ્ય) નથી. અને સિદ્ધત્વાદિપર્યાય (તે આત્મદ્રવ્ય) નથી. આહા.... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com