________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૭
ર
પ્રવચનસાર પ્રવચનો ૪૦૯ સાથે સમ્યગ્દર્શન ને જ્ઞાન ઉત્પન્ન થાય, અરે! અનંતા ગુણની એકસાથે અંશવત્ પર્યાય પ્રગટ થાય. ‘સર્વગુણાંશ તે સમકિત ' એ અનંતગુણનો પિંડ! એનો જ્યાં દષ્ટિને અનુભવ થયો, ( આત્માના ) જેટલા ગુણોની સંખ્યા એનો એકઅંશ વ્યક્તપણે બધુ પ્રગટ! પૂરણ ! પણ તે એકપર્યાય, બીજીપર્યાયપણે નથી. આહા.. હા! આહા...! હા! (શ્રોતાઃ) છતાં સત્તા, દ્રવ્ય-ગુણ-પર્યાય-ત્રણેયમાં વ્યાપેલી છે...! ( ઉત્ત૨:) વ્યાપી છે સત્તા સત્તામાં! દ્રવ્ય સત્, ગુણ સત, પર્યાય સત્ ઈ તો આવી ગયું ને... (ટીકામાં) ઈ તો ગાથા ચાલે છે આ સર્વાં સત્ત્વ મુળો સત્ત્વેવ પત્નો[વિત્ચારો] સવ્ય તે ગુણ નહીં ને ગુણ તે સદ્રવ્ય નહી ને સતદ્રવ્ય તે સત્પર્યાય નહીં. આહા.. હા! ઝીણી વાત છે ભાઈ ! ઈ તો અધિકાર જે આવે ઈ (સ્પષ્ટીકરણ થાય.) આહા... હા..!
(અહીંયાં કહે છે કેઃ) “હયાતીગુણ સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી.” આહા...! સત્તા નામનો ગુણ છે. અને અહીંયા સમક્તિપર્યાય થઈ, તો ઈ સત્તાગુણની પર્યાયથી ઈ સમકિતની પર્યાય નથી ( થઈ.) સમકિતની પર્યાય, સમક્તિની પર્યાયને લઈને છે. સત્તાગુણને લઈને નથી. બીજી રીતે કહીએ તો, શ્રદ્ધાગુણ જે છે ત્રિકાળ, આત્મા જે ત્રિકાળ છે એમ શ્રદ્ધાગુણ ત્રિકાળ છે. તો શ્રદ્ધાગુણ છે ઈ આતમ-દ્રવ્યનો શ્રદ્ધાગુણ, આત્મદ્રવ્ય એ શ્રદ્ધાગુણરૂપે નથી ઈ આત્મદ્રવ્ય, અને ગુણ તો ત્રિકાળ છે. અને એની પર્યાય છે ઈ શ્રદ્ધાની પર્યાય તરીકે છે. એ બીજા ગુણને લઈને પર્યાય છે એમ નહીં. એ પર્યાય થઈ ઈ સમતિદર્શનની પર્યાય છે એ બીજા ગુણથી થઈ એમ નથી. ગુણને કોઈ ગુણ સહાય નથી. બીજા દ્રવ્યને તો બીજા દ્રવ્યની સહાય નથી (જ), એક દ્રવ્ય બીજા દ્રવ્યને તો સહાય નથી, પણ આત્મામાં ને ૫૨માણુમાં જે અનંતગુણ રહ્યા છે, તો ઈ એકગુણ બીજાગુણને સહાય નથી. આહા... હા... હા ! એનું અસ્તિત્વ, સત્તા છે ભિન્ન-ભિન્ન ! આહા... હા !
દ
(કહે છે કેઃ ) સમતિની પર્યાય પ્રગટ થઈ. માટે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, માટે અનંત આનંદનો સ્વાદ આવ્યો, એ પર્યાય સમ્યગ્દર્શન પર્યાયપણે (પ્રગટ થઈ) માટે આવ્યો એમ નથી. તે (તે) પર્યાય જુદી છે (તે તે) ગુણ જુદો છે ને ગુણમાં દ્રવ્ય જુદું છે! આહા... હા! આવું લાંબું ! આચાર્યોએ કામ કર્યા છે ને!! આહા... હા.. હા ! જંગલમાં રહીને, મુનિ! મુનિઓ, તો નગ્ન જ હતા, દિગમ્બર જ હતા. શ્વેતાંબર તો નીકળ્યા, હમણાં બે હજાર વરસ, પછી એમાંથી નીકળ્યા. જૈનદર્શનમાં તો એકલા નગ્ન મુનિ જ હોય અનાદિથી. અનાદિથી અનંતકાળ! (મુનિ નગ્ન ન હોવાના ) વસ્ત્રસહિત તે મુનિપણું નથી.' (શ્રોતાઃ) એના શાસ્ત્રમાં લખ્યું છે કે અમારામાંથી દિગંબર નીકળ્યા છે..! (ઉત્ત૨:) ઈ ગમે ઈ કહે ને! માણસો ગમે ઈ કહે! અનાદિ સનાતન સત્ય આ છે. એમાંથી શ્વેતાંબર બે હજાર વરસ પહેલાં નીકળ્યાં છે. અને પોતાની દૃષ્ટિએ શાસ્ત્ર બનાવ્યાં, એમાં આ બધા ગોટા વાળ્યા છે. આહા... હા! ત્યાં તો લૂગડાંના પોટલાનાં પોટલા રાખ્યાં છે. અને અહીંયાં તો કહે કે એક લૂગડાંનો કટકો (પાસે) રાખે ને મુનિપણું માને તો નિગોદમાં જશે. એને સાધુ માને તો ઈ નિગોદમાં જશે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com