________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૦૫ ધર્માસ્તિકાય કે બીજાની પર્યાય (કરે) હલાવવાની એમ નથી. એમ અધર્માસ્તિકાય બીજાને સ્થિર કરાવે એમ નથી. તેમ કાળ બીજાને બદલાવે એમ નથી. આહા.... હા! “નિયમસાર” માં આવે છે. કાળ ન હોય તો પરિણમન ન હોય બીજામાં લો! એવું આવે. આહા...! એ તો કાળદ્રવ્યની સિદ્ધિ કરવા (કથન) છે. “કાળદ્રવ્ય ન હોય, તો પરમાં પરિણમન થાય નહીં' એમ પાઠ છે. એ તો ફક્ત કાળદ્રવ્યને સિદ્ધ કરવા કહ્યું છે. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને કરે, એ ત્રણકાળમાં બનતું નથી. આહા... હા... હા ! ઝીણું બહુ!
(કહે છે કે:) (શ્રોતાઃ) મોટા માણસો તો ઘણાના કાર્ય કરી ધે છે..! (ઉત્તર) હું આ રામજીભાઈએ ઘણાને જીતાવ્યા” તા. વકીલ થઈને ! (શ્રોતા પોતે) પાપ કર્યું તું શાંતિભાઈએ ઘણા રૂપિયા ભેગા કર્યા છે. હુકમ કેવા? નાનો ને ઈ બે એ! કોણ કરે ભાઈ ! જે એક દ્રવ્ય છે ઈ બીજા દ્રવ્યને, ક્ષેત્રથી ફેરવી શકે, કાળથી ફેરવી શકે, કાળથી ફેરવી શકે- ઈ કાંઈ બની શકે નહીં. આહા... હા.... હા ! એની વાત તો એક બાજુ રહી ગઈ કે આત્મા, શરીરને અડતો નથી. માટે આત્મા શરીરની પર્યાય કરતો નથી. ગજબ વાત છે!! આ હાથ હાલે ને આ આંગળી હાલે! રોટલી તૂટે તો કહે છે કે રોટલી તૂટે છે એને હાથ અડતો નથી. તૂટે છે ઈ એની પર્યાય છે, રોટલીની. હાથ (એ) અડતો નથી. હાથ આત્માને અડતો નથી. આત્મા હાથને અડતો નથી. એવું પરથી તો આ રીતે જ ભિન્ન છે. બધા દ્રવ્યોમાં! અનંત દ્રવ્યોમાં !! આહી... હા ! જ્યાં સિદ્ધભગવાન બિરાજે છે ત્યાં અનંતા નિગોદના જીવ છે. (ઓહો ) જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં. છતાં એક દ્રવ્યને, બીજા દ્રવ્યને-કોઈ (કોઈ ) અડતું નથી. આહા.... હા! એમ નિગોદના જીવ અનંતા, એક અંગૂલના અસંખ્યભાગમાં (છે.) બધે ઠેકાણા ભર્યા છે આંહી- આખા લોકમાં. પણ એક નિગોદનો જીવ, બીજા નિગોદના જીવને અડતો નથી, ને એક-એક જીવને- બે-બે શરીર છે. તૈજસ ને કાર્માણ. (એ) તૈજસ- કાર્માણ શરીર (છે) પણ એને આત્મા અડતો નથી. તૈજસ (શરીરમાં) અનંત પરમાણું છે. તેમાં એક પરમાણું, બીજા પરમાણું ને અડતો નથી. એ તો જાણે મુખ્ય-મુખ્ય વસ્તુ છે. આહા.... હા... હા !
હવે અહીંયા તો એક વસ્તુમાં અતદ્દભાવ કેમ છે એ સિદ્ધ કરે છે. એક તત્ત્વ અને બીજા તત્ત્વ વચ્ચે અન્યત્વભાવ છે. એની હારે કોઈ સંબંધ નહીં. પણ એક દ્રવ્યની વચ્ચે પ્રદેશ ઈ ના ઈ હોવા છતાં તેમાં એ ભાવ આ નહીં, દ્રવ્ય ભાવ તે ગુણ (ભાવ) નહીં, ને પર્યાય નહીં, (એવો) અતભાવ સિદ્ધ કરે છે. આહા... હા.. હાં.. હા ! છે ને? (પાઠમાં)
(અહીંયાં કહે છે કે:) “એક આત્માને વિસ્તારકથનમાં “આત્મદ્રવ્ય” તરીકે, “જ્ઞાનાદિગુણ” તરીકે સત્તાનો- આજ તો બોલ આવ્યો' તો સવારમાં. સત્તા ય ગુણ છે એમ જ્ઞાનાદિગુણ (તરીકે), “અને “સિદ્ધત્વાદિપર્યાય' તરીકે- એમ નિશ્ચયે, એક આત્મદ્રવ્ય છે ઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com