________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૦૬ દ્રવ્ય તરીકે, એમાં પેટા જે જ્ઞાનાદિગુણ તરીકે, અને એની મિથ્યાદશા છે ઈ પર્યાય તરીકે, (એમ) પરથી ભિન્ન છે પણ દ્રવ્ય છે ઈ પર્યાય નથી ને પર્યાય છે ઈ દ્રવ્ય નથી (એવો અતભાવ છે.) આહા... હાં.. હા! મિથ્યાત્વ જે છે ઈ પર્યાયમાં, એ દર્શનમોહને લઈને નથી. પણ તે પર્યાય છે, તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છેતે પર્યાય નથી. આહા. હા... હા.... હા ! – “એમ એક આત્મામાં “ત્રણ પ્રકારે” ધર્મની પર્યાયનો વિચાર કરે, તો આત્મા દ્રવ્ય” તરીકે છે, જ્ઞાનાદિ ત્રિકાળ “ગુણ” તરીકે છે, અને સમ્યગ્દર્શનશાનચારિત્રની પર્યાય “પર્યાય' તરીકે છે. એ પર્યાય ગુણરૂપે નથી, ગુણ દ્રવ્યરૂપે નથી, દ્રવ્ય પર્યાયરૂપે નથી. આહા. હા! આવું ઝીણું છે!
(કહે છે) વળી એક આત્માના હયાતીગુણને, અહીંયાં સત્તા લીધી. સત્તા, અસ્તિત્વગુણ છે ને? પ્રદેશે તો અભેદ છે. એક આત્માના સત્તાગુણને, સત્તા તે દ્રવ્ય, સત્તાજ્ઞાનાદિગુણ, ને સત્તાસિદ્ધત્વપર્યાય, એમ “ત્રણ પ્રકારે વિસ્તારવામાં (વર્ણવવામાં) આવે છે. એમ નીચે એક આત્માને સત્તાદ્રવ્ય તરીકે, સત્તાગુણ તરીકે, છે ને..? બીજા હયાતી (આદિ) જ્ઞાનાદિગુણ તરીકે હોં! એક ગુણ તો છે (સત્તા) ઈ જ્ઞાનાદિગુણો છે પણ એમાં એકબીજાનો અભાવ છે એમાં. અને ઈ સત્તાને સમ્યગ્દર્શનની પર્યાય થઈ, ઈ (સત્તા) પર્યાય તરીકે એને વર્ણવવામાં આવે છે.) સત્તા ગુણ ને જ્ઞાનની પર્યાય થઈ, દર્શનની પર્યાય થઈ એ ક્યાતી સાથે છે. એ પર્યાય છે (ઈ) પર્યાયમાં અસ્તિત્વ છે. તે અસ્તિત્વ ગુણમાં તે અસ્તિત્વ નથી, ગુણનું અસ્તિત્વ છે ઈ દ્રવ્યમાં અસ્તિત્વ નથી. દ્રવ્યની સત્તા છે. ગુણની સત્તા નથી. ગુણની સત્તા છે ઈ પર્યાયની સત્તામાં નથી. ( ત્રણેયની સત્તા જુદી જુદી છે.) આવું! અહીં.. હા ! ઝીણું બહુ!! મારગ ઝીણો બહુ!!
(કહે છે કેઃ) વળી, એક આત્માનો, જે સત્તાગુણ છે-હયાતી તે સત્તાગુણ. તે આત્મદ્રવ્ય નથી. ઈ એક જ જે સત્તાગુણ છે ઈ આત્મદ્રવ્ય નથી, આત્મા તો અનંતગુણ (નો પિંડ) છે. હયાતગુણ - સત્તાગણ સિવાયનો તે, જ્ઞાનાદિગુણ નથી. સત્તાગુણ તરીકે સત્તા છે. પણ સત્તાગુણપણે દ્રવ્ય, તે સત્તાગુણ નથી. સત્તાગુણ જ્ઞાન-દર્શનાદિ ગુણ નથી. સત્તા, સત્તાથી છે. જ્ઞાનાદિ અનંતગુણ છે ઈ રીતે સત્તા નથી. આહા. હા! આવો વિષય! ગાથા (બધી) તત્ત્વનો વિષય છે આ તો! એકદમ ભિન્ન ભિન્ન વસ્તુ બતાવે છે. પરથી તો ભિન્ન પણ એકમાં ય ભિ ઝૂદ્રવ્ય, ગુણ, પર્યાય, (ત્રણે ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.) આહા... હા !
(કહે છે: ) એકમાં પણ જ્યારે સત્તા ને દ્રવ્ય, સત્તાથી બીજા ગુણ આદિ તે ગુણ અને પર્યાય, એકબીજામાં અભાવ છે. અતભાવ છે. તો પરની સાથેની શું વાત કરવી? આહા...! ગમે તે સંયોગમાં ને ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે કાળમાં હોય- પણ પ્રત્યેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે. 'નારકીમાં જીવ છે એમ કહેવું ઈ વ્યવહાર છે. દેવમાં જીવ છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com