________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
ગાથા - ૧૦૨
-
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदट्ठेहिं । एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।। १०२ ।।
ઉત્પાદ -ધ્રૌવ્ય-વિનાશસંશિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
આહા... હા ! મુનિઓએ પણ જંગલમાં રહીને (અદ્ભુત કામ કર્યાં છે!!)
ટીકા:- (પ્રથમ શંકા ઉપસ્થિત ક૨વામાં આવે છે.) શંકાકાર શંકા કરે છે “ અહીં (વિશ્વમાં ), વસ્તુની જે જન્મક્ષણ હોય તે ”, આહા... હા! બધી ભાષા જુદી જાત છે. જે વસ્તુ છે ને... આત્મા કે પરમાણુ, એની અવસ્થા જે થાય છે એની જન્મક્ષણ છે. તે જ સમયે, તે ઉત્પત્તિનો કાળ છે. આહા... હા ઈ આત્માથી કર્યો થાય છે એમે ય નથી. પોતાની પર્યાયની પણ જન્મક્ષણ છે. આહા... હા! જે સમયે તેને પર્યાય ઉત્પન્ન થવાનો તેને જન્મનો - ઉત્પત્તિનો એનો કાળ છે. હવે આ શિષ્યની શંકા છે કે જન્મસમય-જન્મક્ષણ હોય-જન્મથી જ વ્યાસ હોવાથી વાત કરી છે કે ઉત્પત્તિની જે ક્ષણ છે તે ઉત્પત્તિની ક્ષણ સાથે સંબંધ રાખે. “તે, જન્મથી જ વ્યાસ હોવાથી, સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય.” આવી વાત છે. માણસને અભ્યાસ ન મળે, ધ૨મ (કવો ને) ધરમ શું છે એની (ખબર ન મળે!) આ તો વીતરાગ સર્વજ્ઞદેવ, એણે જોયેલાં છ દ્રવ્યો, અને તેમાં ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય (એ ) ત્રણ પર્યાયો એક એક (દ્રવ્યમાં એકસમયે છે). આહા... હા! ઈ પર્યાયોનો સમુદાય ઈ આખું દ્રવ્ય. એ અહીંયાં સિદ્ધ કરવું છે. શિષ્ય કહે છે “વસ્તુની જે જન્મક્ષણ હોય તે, જન્મથી જ વ્યાસ હોવાથી, સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય (- જુદી હોય ).” એમ ઈ કહે છે.
–
૩૧૯
66
(કહે છે) જે સમયે ઊપજે રાગ ઊપજયો, સમક્તિ ઊપજયું તો તે સમયે ઊપજે છે તે સમયે જ નાશ ને ધ્રુવતા કેમ હોય? ઊપજે છે તે સમયે નાશ ને તે સમયે ધ્રુવ કેમ હોય ? ( આ ) શિષ્યનો પ્રશ્ન છે. બધી લોજિકથી વાત છે પણ ભઈ (ગળે ઊતારવું એને છે ને...!) અભ્યાસ ન મળે, એને ( આ તત્ત્વસ્વરૂપ) અજાણ્યા જેવું લાગે! શું આ તે કહે છે જૈન ધમ આવો હશે ? આહા...! જૈન ધરમની ખબર જ ક્યાં છે? વાડા બાંધીને બેઠા! આહા... હા! “સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય.” શું કહે છે? શિષ્યનો પ્રશ્ન છે કે જે દ્રવ્યમાં, જે ક્ષણે જે પર્યાય ઉત્પન્ન થાય, ક્ષણે ક્ષણિક અને ધ્રૌવ્ય, એ સમયે ન હોય શકે. (અર્થાત્ ) એ જ સમયે ન હોઈ શકે. એમ શિષ્યનો પ્રશ્ન છે. “ જે જન્મક્ષણ હોય તે, જન્મથી જ વ્યાસ હોવાથી, સ્થિતિક્ષણ અને નાશક્ષણ ન હોય.” છે ને ? “ જુદી હોય.” દરેકની સ્થિતિ જુદી હોય. દ્રવ્યમાં જે સમયે, જે અવસરે, જે પર્યાય થાય, તે પર્યાયનો ક્ષણ અને વ્યયનો ક્ષણ ને ધ્રૌવ્યનો ક્ષણ જુદો હોય, ત્રણની એક (જ) ક્ષણ કેમ હોય ? ત્રણનો એક જ સમય હોય તો ત્રણ કેમ? માટે એની ઉત્પત્તિનો ક્ષણ જુદો, વ્યયનો જુદો ને ધ્રૌવ્યનો જુદો એમ શિષ્યનો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com