________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૮ જ્યાં હોય ત્યાં અમે કરીએ ને આનું આ કર્યુંને આનું આ કર્યું... પુસ્તક મેં બનાવ્યાંને.. મકાન (મંદિર) અમે બનાવ્યુને... પ્રભુ! ના પાડે છે એની, ભાઈ ! ઈ પરમાણુની જે પહેલી પર્યાય હતી પછી બીજી ઘણાં પરમાણુ મળીને બીજી પર્યાય થઈ અને પરમાણુ કાયમ રહ્યા! તે કાંઈ એમાં કર્યું છે, એમ છે નહીં. આહા... હા! (શ્રોતા:) શુભભાવ તો કર્યોને એણે? (ઉત્તર) રાગ કર્યો, ઈ તો રાગ કર્યો. પૂર્વ પર્યાયમાં રાગ બીજો હતો, એનો વ્યય થ્યો અને આનો (શુભરાગનો) ઉત્પાદ થ્યો, ને આત્મા એનો એ રહ્યો. આહા.... હા! વાણિયાના વેપારમાં ભારે હાકોટા, આખો દી' વેપાર તે માથાકૂટ, હવે આ (ભગવાન) કહે કે વેપાર કરી શકાય નહીં. એ દુકાનને થડે બેસે, આ તમારે શું? લોખંડ (નો વેપારી) ચીમનભાઈને લોખંડ... લોખંડ આ પૂરજા બનાવે લોખંડના. એક વાર પગલાં કરવા લઈ
ગ્યા” તા. કળશો ઘો મા” રાજને! કે મારે માથામાં! ઈ લોઢાના કળશા ઉત્પન્ન થ્યા ઈ પહેલી પર્યાય લોઢાની હતી, પછી આ કળશાની થઈ, ઈ એને કારણે થઈ છે. કારીગરના કારણે નહીં, સંચાને કારણે નહીં. એ....! ગુલાબચંદજી! વાત તો સાદી છે. આહા.... હા !
(કહે છે) આ હાથ હલવાની અવસ્થા થઈ, આ અવસ્થા થઈ તે જડની છે. આ તો. “બધાય સમાનજાતીય કિધાને..? પહેલા ત્રણ કે ચાર પરમાણુનો દાખલો આપ્યો (પણ) આ (હાથના) બધા સમાન જાતીય છે. ઈ સમાનજાતીય (પરમાણુની) પર્યાય પહેલાં આમ છે ને પછી આમ થાય (હાથ વાંકો વળે ને સીધો થાય) એ પરમાણુ કાયમ રહીને આનો નાશ થ્થો ને આનો ઉત્પાદ ચ્યો. પણ ઈ (પર્યાય વાંકા વળવાની ને સીધા થવાની) કોને લઈને? એ પરમાણુને લઈને ચ્યો છે (હાથ એમ, એમ) અંદર આત્મા છે માટે એને લઈને ચ્યો, ઈ વાતમાં માલ (નથી), એકેય દોકડો સાચો નથી. (ઈ વાતમાં.) હવે આવું તત્ત્વજ્ઞાન! આહા.. હા! આ તો તત્ત્વજ્ઞાનની કોલેજ છે. આ ઝીણી, સાધારણ વાત નથી “આ.” આહ.. હા.... હા! ભાષા તો સાદી આવે છે. ભાવ પણ જેવા...! જુઓ!
અહીંયાં તો આ કીધું. જેમ ત્રણ ને ચાર પુદ્ગલો-પરમાણુઓ છે. અને એની પર્યાયત્રણની હતી (એનો) નાશ થઈ, ચારની થઈ - પર્યાયો ભેગી (સ્કંધ) “તેમ બધાય સમાન જાતીય દ્રવ્યપર્યાયો.” જોયું? આ રીતે વાત કરી છે. દરેક પર્યાયની એટલે વ્યંજનપર્યાય ને એક દ્રવ્યપર્યાયની વાત નથી. સમાનજાતીયમાં ભેગી વાત લીધી છે ભાઈ ! “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને (નવી) ઉત્પન્ન થાય છે. પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (-ધ્રુવ છે.)” હવે એક વાત ઈ સમાનજાતિની કરી. હવે બીજી અસમાનજાતીય (ની કરે છે.) આહાઅસમાનજાતીય એટલે? કે મનુષ્ય (શરીર) જડ છે. અને ભગવાન અરૂપી ચૈતન્ય છે. (બન્ને) એક જાત નથી. અંદર ચૈતન્યસ્વરૂપ, જાણનાર-દેખનાર પ્રભુ (આત્મા) અરૂપી (એટલે કે, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ વિનાનો છે ઈ. અને આ (કાયા) વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી માટી, ધૂળ (છે.) બે ય અસમાન છે. બે ય (જાતિએ) સરખાં નથી. પરમાણ, પરમાણુ (નો સ્કંધ) એ બે ય સમાન (જાતીય) છે. પણ આ આત્મા ને શરીર, બે સમાનજાતિ નથી. અસમાનજાતીય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com