________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૫
પ્રવચનસાર પ્રવચનો ૩૬૬
(કહે છે) અહીંયાં પણ આત્મા ચૈતન્યસ્વરૂપ છે, એવા સાધ્ય વિનાના જીવને પણ અસાધ્ય જ કહેવાય છે. શું કીધું? આ ભગવાન આત્મા અંદર છે અનંતગુણનો પિંડ પ્રભુ! તેનું જેને સાધ્ય નથી. જેને એ સિદ્ધિની ખબર નથી, એ બધા અસાધ્ય ( અભાન ) છે. આહા... હા.! એને અસાધ્યનો રોગ લાગુ પડયો આહા...! કેટલા કાળથી (એ અસાધ્યરોગ ) છે? તે તો અનંતકાળથી છે. આહા...
હા ! ( શ્રોતા: ) હવે વીતરાગને સાંભળવા આવ્યાને...! (ઉત્તર:) એ તો હવે, ટાઈમ આવી ગ્યો હવે ! આહા... હા! શરીરના ૫૨માણુ- અસ્તિત્વ, પરમાણુનું અસ્તિત્વ આત્માથી જુદું છે અને પરમાણુમાં અસ્તિત્વ ન હોય, ૫૨માણુ ટકી શકે નહીં. (પરમાણુ ) દ્રવ્ય જ સિદ્ધ થાય નહીં. પણ પરમાણુ, પોતાથી-સત્તાથી હોય, એના સત્તા નામના ગુણથી પોતે હોય, તો દ્રવ્ય (૫૨માણુ) સિદ્ધ થાય. ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. પોતાથી ધ્રૌવ્યપણું સિદ્ધ થાય. આહા... હા... હા !
.
આ ઉપદેશ મળે નહીં (બીજે ક્યાં' ય). (આ તો ) બહારમાં સામાયિક કરો ને... પોષા કરોને.. ડિકકમણ કરો. મરી ગ્યાં એમ કરીને! આહા.. હા! ભગવાન આત્મા, ‘છે’ ઈ પોતે સત્તા નામના ગુણને લઈને ‘છે’ એકલાથી હોય તો સત્તા વિનાનો અસત્ થઈ જાય. · નથી દ્રવ્ય ’ એમ થઈ જાય. આહા... હા... હા ! ન્યાય સમજાય છે? ‘આત્મા છે’ ૫૨માણુ છે’ એ ‘છે’ એમાં દ્રવ્યમાં સત્તા જો ન હોય, તો ‘દ્રવ્ય છે' એવું ટકવું જ ત્યાં રહે નહીં. ન રહે તો દ્રવ્યોનો જ અભાવ થાય. આહા... હા ! “ માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા ) છે.” જોયું ? દ્રવ્ય પોતે જ સત્તા છે. એમ સ્વીકારવું, કા૨ણ કે ભાવ અને ભાવવાનનું અપૃથકપણા વડે અન્યપણું છે. ” ૧૦૫ બીજું આવશે જુદું હો? આ અપેક્ષાથી બીજી અપેક્ષા જુદી આવશે. અત્યારે તો અહીંયાં એટલું જ સિદ્ધ કરવું છે કે સત્તાવાન ને સત્તાનો ધરનાર દ્રવ્ય, ભાવવાન અપૃથક પણા વડે અન્યપણું છે. ” ( બંને ) જુદા નથી એથી અનેરાપણું નથી. અનન્યપણું છે. સત્તાને દ્રવ્યને અનન્યપણું છે, અનન્યપણું નથી. ( અર્થાત્ ) અનન્યપણું છે અન્યપણું નથી. આહા... હા! હૅઠે કહયું છે (ફૂટનોટમાં-૪) સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સતાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત્ સત્તાના અભાવનો પ્રસંગ આવે છે.
66
(કહે છે કે) હવે નીચે (ફૂટનોટમાં ) ભાવવાન= ભાવવાળું (દ્રવ્ય ભાવવાળું છે) અને સત્તા તેનો ભાવ છે. તેનો અપૃથક છે (-પૃથક નથી) તે અપેક્ષાએ અનન્ય છે (–અન્ય નથી.) પૃથકત્વ અને અન્યત્વનો ભેદ જે અપેક્ષાએ છે તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા ) અર્થો હવેની ગાથામાં કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા.
પાછુ આમ જે કહે છે કે અપૃથક છે એ પાછું ત્યાં ગુણભેદ કહીને એ ત્યાં પૃથક સિદ્ધ કરશે. પૃથક એટલે અતદ્દ-અતદ્ભાવ, અન્ય છે એમ સિદ્ધ કરશે. પૃથક તત્ત્વ –ભિન્ન છે, એમ સિદ્ધ કરશે. (એટલે ) સત્તા ને આત્મા વચ્ચે અન્યપણું છે. અનન્ય નથી. આહા... હા ! કેમ કે દ્રવ્ય છે એનું નામ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com