________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૯ બોલાય. “પંચાસ્તિકાય” “છે' એમ ભાવ એમ છે. આહા. હા! ઈ તો ઓલામાં આવ્યું નહીં!
બહુઢાળા” માં (તીનનો તિહુઁવલ મૉદી નહિ, ડર્શન સો સુરારી, સવરના ઘરમ વર મૂન યદી રૂસ વિન વેરની દુવારી-ઢાળ ત્રીજી-૧૬) કોઈએ લોકને કર્યો નથી, કોઈએ (લોકને) ધારી રાખ્યો નથી. એમ આવે છે ને..! વસ્તુ છે ઈ છે. આહા... હા!
અહીંયા તો વસ્તુનો ગુણ અને વસ્તુ, એ પણ ખરેખર એકપણે નથી. બેયના લક્ષણો (બન્નેમાં) ભિન્નપણું છે. એટલું બે વચ્ચે અન્યત્વ છે. પણ પરના પ્રદેશો ભિન્ન છે એ અન્યપણું ને આ અન્યપણે બીજી જાતનું છે. આહા... હા! “તેથી તેમને તદ્ભાવનો અભાવ છે.” “આમ હોવાથી જ, જો કે સત્તા અને દ્રવ્યને કથંચિત્ અનર્થાતરપણું (અભિન્નપદાર્થપણું, અનન્યપદાર્થપણું) છે.” સત્તા ને દ્રવ્યને એકપદાર્થપણું છે. “તો પણ, તેમને સર્વથા એકત્વ હશે એમ શંકા ન કરવી.” સર્વથા- સત્તા અને દ્રવ્યને સર્વથા એકત્વ છે એમ શંકા ન કરવી. આહા.... હા! “કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે.” તભાવ= “તે-ભાવ” તે એકત્વનું લક્ષણ છે. આહા... હા! જોયું? પાછું તે-ભાવ તે એકત્વનું લક્ષણ છે. જે શ્વેતપણે જણાતું નથી. “જે તે-પણે જણાતું નથી તે સર્વથા એક કેમ હોય? નથી જ.” સર્વથા એક નથી. “પરંતુ ગુણ-ગુણીરૂપે અનેક જ છે એમ અર્થ છે.” ગુણ ને ગુણીના ભેદથી અતભાવ અન્યત્વ છે. એમ સમજવું જોઈએ. તદ્દન અન્યત્વ નથી (એટલે) એકદમ પ્રદેશ ભિન્ન છે માટે અન્યત્વ છે એમ નહીં. આ પર્યાયદષ્ટિથી જોતાં ભિન્નપણે છે. દ્રવ્ય (દષ્ટિ) થી જોતાં અભિન્ન છે. છે? (પાઠમાં) આહા.... હા! બધો વિષય ઝીણો! અભ્યાસ ન મળે ને! (શ્રોતા:) આપ તો “હા” પડાવી ઘો છો. (ઉત્તર) પણ વાત આ કહેવાય છે એ બેસે છે કે નહી ? આહા... હા... હા!
જે વસ્તુ છે. એ તો અનંતગુણસ્વરૂપ છે. અને એક ગુણ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. નિર્ગુણ છે એટલે ગુણમાં ગુણ નથી. દ્રવ્ય તો અનંતગુણવાળું છે. નિર્ગુણ (ગુણ) અને ગુણવાળા (દ્રવ્ય) ને અતભાવ છે. ભેદભાવ છે. છતાં એવો ભેદભાવ નથી કે એના પ્રદેશો સત્તાના ને આત્માના પ્રદેશો જુદા એવું નથી.
વિશેષ કહેશે ..
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com