________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૯૫ છે. હવે ભાવની વાત રહી, તો ભાવમાં પ્રદેશ તો એ જ છે તારાના ને ભાવના, આત્માના. એના ભાવ ને આત્માના પ્રદેશ એક છે. પણ ભાવ અને ભાવવાન વચ્ચે પૃથકત્વ નથી, પણ અતદભાવપણું છે. આહા....! એથી એટલું પણ અતભાવપણે અન્યત્વ છે. આહા..હા..હા! આવી વાતું હવે !
ત્યાં તો દુકાને જાય છે... એ ધમાધમ! આ મેં કર્યું ને આનું મેં કર્યું ને, આમાં આમ કર્યું.. આ કેમ? તને આવડ્યું નહીં ને આ પડી ગયું ને આ કટકા થઈ ગયા ને... ઢીકડું થયું ને...પણ પરના પ્રદેશ જુદા છે, એને અડતું નથી (આત્મ) દ્રવ્ય ! તો એને ભાંગે ને તોડ-રાખે એ બને ક્યાંથી ? આહા.. હા... હા! “તણખલાના બે કટકા કરવાની તાકાત આત્મામાં નથી. કેમ કે તણખલાના પ્રદેશ જુદા છે ને (આત્મ) પ્રભુના પ્રદેશ જુદા છે. આહા. હા.. હા ! એક આત્મા સિવાય, સારા જગતથી તું (અરે!) સિદ્ધભગવાનથી ય જુદો, આહા.. હા! પંચપરમેષ્ઠિથી જુદો, અરે, તે તે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ છે તારું! અને તે ભાવ અને ભાવવાન, આ પરમેશ્વરનું સર્વશપણું અને આત્મા, બે વચ્ચે પણ અતભાવ છે. આહા... હા... હા. હા! શું કીધું ઈ? આત્મામાં સર્વશપણું થયું એ કેવળજ્ઞાન ને આત્માના પ્રદેશ એક છે. છતાં સર્વજ્ઞપણું તે (આત્મ) દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે સર્વશપણું નહીં. બે વચ્ચે ભાવમાં અતભાવ છે. તે-ભાવ, તે-છે એમ નથી. તે –ભાવ, તેમ-નથી એમ છે. આહા.... હા ! મીઠાલાલજી! આવું સાંભળવાનું (મળવું) બહુ મુશ્કેલ ભાઈ ! બહારથી-કરવું ને ઈ ક્રિયાને ભગવાનની પાણી રેડે ને સ્વાહા ! (અર્ધ ચડાવે) એ તો શુભ ભાવ છે. એ શુભભાવ ને આત્માના પ્રદેશ એક છે. પણ ભાવ ભિન્ન છે. ભાવ છે તે વિકારી પર્યાય અને આત્મા અવિકારી દ્રવ્ય છે. અરે! અવિકારી પરિણામ હોય, એનાથી આત્માના પ્રદેશ ભિન્ન નથી, છતાં એ બે વચ્ચે ભાવમાં અતભાવ છે. આહા... હા... હા! ભગવાન આત્મા, સર્વજ્ઞસ્વભાવ તરીકે, ભાવ અન્ય છે તેથી અતદ્ભાવની અપેક્ષાએ, તે ભાવથી અન્ય કહેવામાં આવ્યો છે. આહા... હાં.. હા ! જ્ઞયનું સ્વરૂપ છે આ. એ શેયસ્વરૂપની આવી પ્રતીતિ જે થાય, તેને સમકિત કહે છે. સમ્યગ્દર્શનનો વિષય છે આ. આહા.... હા ! લોકોને મૂળ વાતની ખબર નહીં ને, જાડના પાંદડા તોડે છે, એ પાંદડા પાછા પાંગરશે પંદર દિ' એ ! આહા... હા !
(અહીંયાં કહે છે કેઃ) માટે કથંચિત્ વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ.” “પણ એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથકપણું લેવા છતાં અન્યપણું છે.” વસ્ત્ર અને ધોળાપણું જુદાં નહીં હોવા છતાં, પ્રદેશ ભિન્ન નથી માટે અપૃથક છે છતાં અન્યપણું છે. આહા... હા... હા!
(કહે છે) અત્યારે તો સત્ય વાતને ઊડાડી દે, માળા મશ્કરી કરીને, નિશ્ચય છે, આ નિશ્ચયભાવ છે એમ કહે છે. (માટે) વ્યવહાર કરો, કાંઈ કરો બોલે છે ઈ આગ્રામાં. આગ્રામાં એક પંડિત છે. (તે મશ્કરીમાં) બોલે “ભારે વાત, ભણવું-ગણવું કાંઈ નહીં. આનંદ (આનંદ !)”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com