________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪00
પ્રવચન : તા. ૨૭-૬-૭૯.
‘પ્રવચનસાર” ગાથા-૧૦૭. “હવે અતદ્ભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે છે - દાખલો આપે છે.
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो। जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो ।। १०७।।
સત્ દ્રવ્ય, “સત્ પર્યાય', સત્ ગુણ' - સત્ત્વનો વિસ્તાર છે; નથી તે- પણે અન્યોન્ય તેહ અતત્ત્વપણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
આહા.. હા! આચાર્યોએ કેટલી કરુણા કરીને, આટલું સ્પષ્ટ કરવા માટે (આ ટીકા રચી વિસ્તારથી સમજાવ્યું) છતાં કહેઃ અમે કર્તા નથી હોં! ઈ ટીકાના કર્તા અમે નથી, કાંઈ ! કેમ કે અક્ષરના પ્રદેશો જુદા છે, અમારાથી ઈ પૃથક છે. અક્ષરના પ્રદેશ અને આત્માના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે. ઈ અક્ષરને અક્ષર (કરે) અમે કર્તા નથી. આહા.. હા ! અમે જાણવાનું કામ કરીએ છીએ, અમારા આત્માના ગુણ વડે, એ ગુણને પણ અતભાવ છે આત્માથી. આહા. હા! તો પુથતાની ક્રિયા તો (અમારાથી) ક્યાં ય દૂર રહી. આહા... હા! ગોખી રાખે, આ હાલે એવું નથી હોં? અંદર એને બેસારવું જોઈએ. આહા.... હા.... હા !
ટીકા- “જેમ એક મૌકિતકમાળા”. મોતીની માળા.” “હાર' તરીકે, “દોરા” તરીકે અને મોતી' તરીકે.” - એમ ત્રિધા (ત્રણ પ્રકારે) વિસ્તારવામાં આવે છે.” છે ને...? (પાઠમાં) (જુઓ!) એક મોતીની માળા, હાર તરીકે (એટલે) એને હાર કહેવાય. “દોરો છે અને મોતી છે.' એમ ત્રિધા પ્રકારે વિસ્તારવામાં આવે છે. “ તેમ એક દ્રવ્ય, દ્રવ્ય' તરીકે, “ગુણતરીકે અને પર્યાય” તરીકે- એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.” ઓહોહોહો!
એકલો આત્મા, એક-એક ચેતનદ્રવ્ય, તે સદ્રવ્ય, સતગુણ, સતપર્યાય-સનો વિસ્તાર છે. છે. ને એની અંદર? (પાઠમાં) આહા..! સદ્રવ્ય (અર્થાત ) અનંતગુણનું એકરૂપ. અનંત ગુણ ને એની પર્યાય, (એટલે) દ્રવ્ય સત્ ગુણ સત્ ને પર્યાય સત્! આહા..! “તેમ એક દ્રવ્ય, દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે- એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
(અહીંયાં કહે છે કે, “વળી એમ એમ મૌકિતકમાળાનો શુક્લત્વગુણ.” આહા... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com