________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૭
પ્રવચનસાર પ્રવચનો ૪૦૧
શુક્લ હાર', “શુક્લ દોરો” અને “શુક્લ મોતી' મોતીની માળામાં શુક્લત્વગુણ એટલે શુક્લત્વગુણ-ધોળા મોતી, (ધોળો દોરો, ધોળો હાર) – “એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.” આહા.. હા! માળા એક છે. પણ એમાં મોતીની ધોળાશ, હાર ધોળો, દોરો ધોળો અને મોતી ધોળું. “એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે” તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, “સત્ દ્રવ્ય'. સત્તા ગુણ-સત્તા ગુણ લીધો છે હાર. તેમ એક દ્રવ્યનો સત્તાગુણ “સત્ દ્રવ્ય', “સત્ ગુણ” અને “સત્ પર્યાય' - એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
શું કીધું છે ? મોતીની માળા એટલે હાર છે. એને ત્રણ પ્રકારે જાણવામાં આવે છે. એક તો હાર છે. પછી દોરો છે. અને મોતી છે. ત્રણ પ્રકાર થયા ને...! છે તો હાર એક એના ત્રણ પ્રકાર! એમ ભગવાન આત્મા. આહા.. હા! (દ્રવ્ય એક પણ ત્રણ પ્રકાર દ્રવ્ય-ગુણ-પર્યાય.) .
(અહીંયાં કહે છે કે, “વળી જેવી રીતે એક મૌકિતકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર નથી.” આહા... હા... હા! પરદ્રવ્ય છે ઈ તો આત્મામાં નથી, એ તો નાસ્તિ ત્રણે કાળ. આહા... હા! પણ ઈ પછી (કહેશે.) આ તો દષ્ટાંત છે. “દોરો નથી કે મોતી નથી.” શુક્લગુણ તે હાર નથી, શુક્લગુણ તે દોરો નથી, શુક્લગુણ તે મોતી નથી.” અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ નથી.” એમ પરસ્પર એકબીજાનો અભાવ “ -એમ એકબીજાને જે “તેનો અભાવ ” અર્થાત્ “તે-પણે હોવાનો અભાવ છે” આહા.... હા ! તેથી સફેદપણું હારપણે થઈ જાય ને હાર, સફેદપણે થઈ જાય એકલો, અને દોરો સફેદ છે ઈ હારપણે થઈ જાય, મોતીપણે થઈ જાય, એમ બનતું નથી. આહા.. હા ! દ્રવ્ય અભાવ થઈ જાય, આહા. હા! “તે તઅભાવ” લક્ષણ” દોરાનું, મોતીનું ને હારનું “તઅભાવ” લક્ષણ, તે તદ્અ ભાવ લક્ષણ “અતદ્ભાવ છે.” અતભાવ લક્ષણ (એટલે કે, “તદ્અભાવ” લક્ષણ, (એ જા અતભાવ છે. આહા... હા ! ધોળો (વર્ણ) તે હાર નહીં હાર તે ધોળાપણું નહીં એટલો ફેર છે ને બેયમાં. એ રીતે અતભાવ લક્ષણ, દ્રવ્ય તે ભાવ નહીં ને ભાવ તે દ્રવ્ય નહીં ઈ તદ્અભાવ લક્ષણ, અતભાવ છે. એને અતભાવ કહેવાય છે. આહા.... હા... હા! કેટલાકે તો આ વાંચ્યું જ ન હોય. પુસ્તક પડ્યું હોય! (શ્રોતા ) વાંચે તો સમજાય નહીં...! (ઉત્તર) સમજાય નહીં, હા, સમજવા નિશાળે નથી જાતા? સમજે માટે નિશાળે જાય છે કે નહીં? (જાય છે.) કે આ શું કહેવાય છે આ! ક, ખ, ગ, ઘ, એમ બોલતા નથી ? એ શીખવા જાય છે કે નહીં? (શ્રોતા:) જાય છે (પ્રભુ!) (ઉત્તર) તો આ સમજવા માટે ભણવું પડે કે નહીં? આહા... હા! આહા! “કે જે અતદ્ભાવ અન્યત્વનું કારણ છે.” આહા... હા! શું સિદ્ધ કરી છે વાત!!
(કહે છે ) ગુણ, ગુણી વચ્ચે અતભાવ, તે જ તદ્અ ભાવ લક્ષણ, તદ્અ ભાવ લક્ષણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com