________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો ૩૯૮
ગાથા – ૧૦૭
હવે અતભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે છે:
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो। जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो ।।१०७।।
सद्रव्यं सच्च गुण: सच्चैव च पर्याय इति विस्तारः । यः खलु तस्याभावः स तदभावोऽतद्भावः ।। १०७।।
“સત્ દ્રવ્ય '; સત્ પર્યાય;' સત્ ગુણ'-સત્ત્વનો વિસ્તાર છે; નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
ગાથા - ૧૦૭
અન્વયાર્થ:- (સત્ દ્રવ્ય) “સત દ્રવ્ય [સત ર :] “સત ગુણ' [૨] અને [ સત gવ પર્યાયઃ] સત પર્યાય' - [તિ] એમ [ વિસ્તાર:] (-સતાગુણનો) વિસ્તાર છે. [ :વ7] ( તેમને પરસ્પર) જે [તચ: જમાવ:] તેનો અભાવ' અર્થાત્ “તે-પણે હોવાનો અભાવ છે, [1:] તે [ તવમાવ:] “તદ્ અભાવ'[અતદ્ધાવ: ] એટલે કે “અતભાવ' છે.
ટીકાઃ- જેમ એક *મૌકિતકમાળા, “હાર” તરીકે, “દોરા' તરીકે અને “મોતી' તરીકે- એમ ત્રિધા ( ત્રણ પ્રકારે ) વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્ય, ' દ્રવ્ય' તરીકે “ગુણ” તરીકે અને પર્યાય” તરીકે- એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે.
વળી જેમ એક મૌકિતકમાળાનો શુક્લત્વ-ગુણ, “શુક્લ હાર', શુક્લ દોરો” અને “શુક્લ મોતી” - એમ ત્રિધા વિસ્તારવમાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, “સત્ દ્રવ્ય ”, “સત્ ગુણ” અને “સત્ પર્યાય' – એમ વિસ્તારવામાં આવે છે.
વળી જેવી રીતે એક મૌકિતકમાળામાં જે શુક્લત્વગુણ છે તે હાર નથી, દોરો નથી કે મોતી નથી. અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વગુણ નથી- એમ એકબીજાને જે “તેનો અભાવ” અર્થાત્ “તે-પણે હોવાનો અભાવ છે તે તદ્અ ભાવ” લક્ષણ “અતભાવ” છે કે જે (અતદભાવ) અન્યત્વનું કારણ છે; તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી, અન્ય ગુણ નથી કે પર્યાય
–
–
––
––
–
––
–
––
–
–
–––
––
––
–
––
–
––
–
–
–––
––
––
–
––
–
––
–
––
––
––
––
–
––
–
––
–––
––
––––
––
–
* મૌકિતકમાળા મોતીની માળા; મોતીનો હાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com