________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧/૬
પ્રવચનસાર પ્રવચનો ૩૯૬ આહા.. હા! અરે ! બ્રાહ્મણ કો' કે હુતા આગ્રામાં. (શ્રોતા ) બાબુરાવ. (ઉત્તર) કેવું? બાબુરાવ (શ્રોતા:) બાબુરાવ પંડિત! હુતા ને બાબુરાવ, પંડિત છે આગ્રામાં (ઉત્તર:) હા, ઈ. વ્યાખ્યાન થયું, સાંભળ્યું. ભારે વાત! કહું ભણવું–ગણવું કાંઈ નહીં ને આનંદ! આ. હા! ભાઈ ! તું શું કરે છે ભાઈ ! ભગવાન! તને તારા સિવાય, જેના પ્રદેશો ભિન્ન છે, એનામાં તારો અધિકાર કાંઈ નથી. તારામાં અધિકાર છે ગુણ-ગુણીનો આહા. હા! છતાં તે ગુણ અને ગુણીને, એક ભાવ છે એમ નથી. બેના ભાવ ભિન્ન છે. આહા... હાં.. હા
(કહે છે કેઃ) અરે! બાળ અવસ્થા તે ક્યાં ગઈ ? એવી વાત સિદ્ધ કરે છે. વારતા નથી આ. આહા... હા! બાપુ (આ તો) સિદ્ધાંત, મંત્રો છે! ભગવંત! તું આત્મા ને જ્ઞાન, બે નામ કહ્યા છે સંખ્યા, સંજ્ઞા, લક્ષણથી ભિન્ન છે. ગુણ અનંત છે, દ્રવ્ય એક છે. એનું નામ “ગુણ' છે ને એનું નામ ‘દ્રવ્ય ” છે, ભેદ થઈ ગયો. આહા.. હા.. હા ! સંજ્ઞા, સંખ્યા, લક્ષણ ભેદ છે. દ્રવ્યનું લક્ષણ ગુણોને આશ્રયગુણોનું લક્ષણ પોત-પોતાપણે રહે. (જેમ કે) જ્ઞાન જાણપણું-પણે, દર્શન શ્રદ્ધા-પણે વગેરે. આહા. હા! માટે વસ્ત્રને અને સફેદપણાને અપૃથકપણું એટલે જુદાપણું નથી, બની શકે છે છતાં અન્યપણું છે. “એમ સિદ્ધ થાય છે.”
(અહીંયાં કહે છે કે, “એ જ પ્રમાણે.” ઈ તો દષ્ટાંત આપ્યો' તો. આહા... હા! આહા. હા.... હા! ભારે કામ આકરું!! ઈ પાણી આવે ને અનાજ પાકે. (અર્થાત્ વરસાદથી પાક પાકે.) એમ કહે છે બનતું નથી. આહાહાહાહા ! પર વસ્તુથી પર વસ્તુમાં કાંઈ બનતું નથી. આ તો તારી ચીજની અંદર પણ (અતભાવ) ભેદ બતાવીએ છીએ. કેમ કે દ્રવ્ય ને ગુણ એવા (બે) નામ પડ્યા, દ્રવ્ય તે અનંત ગુણનું (રૂપ) એક છે, ગુણો અનંતા છે, બેય ની વચ્ચે અતભાવ (છે.) એટલે “તે-પણે નહીં હોવું તે)” ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય છે તે ગુણ નહિ. “તે-ભાવ નહીં” તેથી અતભાવ! (અથવા) “તેભાવ નહીં” તેથી અતભાવ. છતાં ઈ અતભાવને લઈને, દ્રવ્ય અને ગુણને અન્યત્વ કહેવાય છે. આહા... હા.. હા! પૃથકપણું નથી, અતભાવ છે. તેથી તેને અન્યપણું કહેવામાં આવે છે. આવી વાત હવે ક્યાં ય નવરાશ ન મળે ! આકરું લાગે લોકોને ! મૂળ-મૂળ વસ્તુ છે આ તો મૂળ ચીજ છે ! આહા... હા !
(કહે છે) આખું-ગુણ, ગુણીના ભેદને ઊથાપી નાખ્યો. પર ચીજને ઊથાપી. આહા.... હા! પરને અને તારે કોઈ સંબંધ નથી. આવું (દાળને) હુલાવી દાળ-ભાત ખા. બળખો કાઢયો, એને ને તારે કાંઈ સંબંધ નથી. આહા... હાં.. હા.... હા ! એના પ્રદેશો ભિન્ન, એનું (તું ) કરી શું શક! (શકે?) એને અડતો નથી ને કરી શું શક? ( શકે?) આહા. હા! પાણી ઊનું થાય છે. પાણીના પ્રદેશ જુદા છે અને અગ્નિના પ્રદેશ જુદા છે. (ઈ તો) પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે તેથી ઈ અન્ય છે. અન્યથી અન્યનું કાંઈ બને કેમ? આહા... હા! એ થયું છે ઊનું પોતે, પોતાથી. છતાં ઈ (પાણીનો) ઊનાનો ભાવ અને દ્રવ્ય (એ) બે વચ્ચે પણ અતભાવ અન્યત્વ છે. આહા... હું... હા! આવો ઉપદેશ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com