________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૯૪ (અહીંયા કહે છે કેઆમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે.” “જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી.”ઈ વસ્ત્ર ને સફેદપણામાં ફેર પડ્યો. સફેદપણું માત્ર આંખથી જ જણાય, અને બાકીની ઇન્દ્રિયોથી જણાતું નથી, માટે સફેદાઇને વસ્ત્ર વચ્ચે ભિન્નતા થઈ. અતભાવ થયો. પૃથકપણું ભલે નહીં. આહા... હા! કયાં લઈ ગયા !! આહા! ગુણ ને ગુણી (વચ્ચે) અતર્ભાવ છે! અન્યપણું- બે વચ્ચે અન્યપણું છે. પણ પૃથક પ્રદેશની અપેક્ષાએ અન્યપણું નહીં, પણ ભાવની અપેક્ષાએ તેને અન્યપણું છે. આહા...! જે ગુણનો ભાવ છે, તે ગુણીનો ભાવ નહીં ને ગુણીનો ભાવ તે ગુણનો નહીં. આહા... હા... હા! ત્યાં સુધી જા! ઈ, ઈ અતભાવને છોડી દે !! પૃથક પ્રદેશવાળા દ્રવ્ય છે એને તો છોડી જ દે, (અરે !) પંચ પરમેષ્ઠિને પણ છોડી દે!! આ... હા... હા.... હા! પણ તારા પ્રદેશમાં તારા જ પ્રદેશમાં જે ગુણ, જ્ઞાન, આનંદ (છે.) એમાં પણ (દ્રવ્ય અને ગુણને) ભાવ ફેર છે. એ કપડાના દષ્ટાંતે, કપડું છે એનું ધોળાપણું ઈ આંખનો વિષય છે, અને “જીભ, નાક વગેરે બાકીની ઇન્દ્રિયોથી જણાતું નથી.” અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે.” અને સફેદ જે વસ્ત્ર છે ઈ આખું વસ્ત્ર પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. માટે બેમાં ફેર છે એમાં એકપણું માન તો વિપરીત છે. આહા... હા!
(કહે છે કેઃ) વસ્ત્ર તો પાંચે ય ઇન્દ્રિયોથી જણાય છે. માટે કથંચિત્ વસ્ત્ર તે સફેદ-પણું નથી. ભાવની અપેક્ષાએ કથંચિત્ એટલે. આહા... હા! વસ્ત્ર તે સફેદપણું નથી.” અને સફેદપણું તે વસ્ત્ર જ નથી. આહા... હા ! પહેલાં કહ્યું ઈ વસ્ત્રનું. વસ્ત્ર તે સફેદપણું નહીં. આહા.... હા! કેમ કે સફેદ ગુણ તે તો એક આંખથી જ જણાય, અને આખું વસ્ત્ર છે એ તો બધી ઇન્દ્રિયોનો વિષય (થાય છે.) વર્ણરસ-ગંધ-સ્પર્શ બધી ઇન્દ્રિયોથી. (વસ્ત્રમાં બધા ગુણો છે.) માટે ઈ વસ્ત્ર અને સફેદાઈ વચ્ચે અતભાવ છે. અતભાવની અપેક્ષા તો અન્ય છે. આહા... હા... હા એ વાણી, દેહ, બૈરાં-બાયડીછોકરાં (આદિ) ક્યાં ય (દૂર) રહી ગયા! મકાન, આબરૂ ને પૈસા ને આ વકીલાત કરતા” તા ને. એ અન્યમાં વયું ગયું (ચાલ્યું ગયું) કહે છે. અહા... હા! એ અન્યમાં – પૃથકપ્રદેશમાં (છે તેની સાથે ) આત્માને કાંઈ સંબંધ નથી, એમ કહે છે. આહા... હા! કે અમારો દીકરો સારો થયો ને મારી દિકરી. ઠેકાણે પડી ને આ છોકરા હુશિયાર થયાં ને..! આહા.. દશા શું હશે, આ? (શ્રોતા:) છોકરા ઠોઠ થયાં એમ કહેવું? (ઉત્તર) છોકરાં” વ કે દિ' હતા? આનો આત્મા જુદો, એનો આત્મા જુદો, એનું શરીર જુદું, તમારા આ શરીરથી એનું શરીર તો જુદું (છે) ને તમારા આત્માથી એનો આત્મા જુદો (છે.) અહા.... હા.... હા! આવું છે. (શ્રોતા ) છોકરા' વ આવે તો સમજાય શું? (ઉત્તર) હું? (શ્રોતા ) છોકરા વને સમજાવજો ! (ઉત્તર) અહી... હા... હા... હા! આ બધાને સમજાવવાનું કારણ કેમ કહેવું! અહા.... હા! આહા.. હા! પ્રભુ તો એમ કહેવા માગે છે (ક) તારા તત્ત્વને અને બીજા તત્ત્વને કાંઈ સંબંધ નથી. જેના પ્રદેશ ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, જેના ભાવ ભિન્ન, જેનું દ્રવ્ય ભિન્ન!! આહા... હા.... હા... હા! કોની આશાએ તું જંગ કરીશ? પરની આશાએ? પર તો ભિન્ન છે. દેવ-ગુરુ-શાસ્ત્રથી મને લાભ થાય, એ વાત આમાં રહેતી નથી. આહા... હા.... હા... હા ! પરમેશ્વરના પ્રદેશો - પંચ પરમેષ્ઠિના પ્રદેશો જુદા છે. તારા પ્રદેશો જુદા છે, ક્ષેત્ર બે ય નું જુદું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com