________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૯૩ હોઈ શકે છે.” વસ્ત્ર અને તેનું સફેદપણું એ બે વચ્ચે અન્યપણું છે. સફેદ તેનો ગુણ છે. વસ્ત્ર તે ગુણી છે. ગુણી અને ગુણ વચ્ચે તફાવત છે. “અન્યપણું હોઈ શકે છે.” આહા.... હા! “વસ્ત્રના અને તેના સફેદપણાના પ્રદેશો જુદા નથી.” વસ્ત્રના અને ધોળાપણાના પ્રદેશ જુદા નથી. આહા... હા! “તેથી તેમને પૃથપણું તો નથી.” આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે.” સફેદપણું તો માત્ર આંખનો જ વિષય છે. અને વસ્ત્ર તો પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. (તેથી) ભાવ ફેર છે. અહા... હા.... હા! આહી. હા ! સફેદપણું એ આંખનો વિષય છે. આખું વસ્ત્ર છે ઈ પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. ઈ અપેક્ષાએ તેના બે વચ્ચે અતભાવ છે. ભલે પ્રદેશ જુદા નથી (બન્નેના) પણ અતભાવ છે. જે ગુણ છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે ગુણ નથી. આહા.... હા.. હા! આવી ઝીણી વાત!! હેતુ તો અંદર દ્રવ્યમાં અભેદપણું સિદ્ધ કરવું છે. પરથી તો જુદાં પાડીને, કરેલ જ છે. એનો કાંઈ ત્યાગ-ગ્રહણ કરવાનો નથી. એમ કહે છે. આહાહા ! પરમાં અનંતા પર છે પ્રદેશે, એનો કોઈ ત્યાગ- ગ્રહણ નથી. ફકત, તારામાં જે કાંઈ... આહાહા! રાગ આદિ થાય, એ પ્રદેશ ઈ જ છે. એથી તેને તેના કહેવામાં આવે છે. પણ રાગનો ભાવ ને આત્માનો ભાવ, બે ભિન્ન છે. (બન્ને વચ્ચે) અતભાવ છે. એથી તેણે રાગની દષ્ટિ છોડી, અને જ્ઞાયકની દૃષ્ટિ કરવી, ઈ અપેક્ષાએ ગુણી અને ગુણમાં અન્યત્વ છે. આહા..હા..હા !
હવે અહીંયા તો કહે કેઃ પરની દયા પાળો! તો ધરમ! હવે અહીંયા તો (કહે છે કે:) પરના તો પ્રદેશ ભિન્ન છે એનું ઈ શું કરે? આહા.! પરની દયા તો પ્રદેશ ભિન્ન છે. તારા પ્રદેશ ને એના પ્રદેશ ભિન્ન છે. (પ્રદેશ ભિન્ન છે) તો એનું શું કરે? આહા... હા ! શરીરના પ્રદેશને આત્માના પ્રદેશ, બે ભિન્ન છે તો આત્માના પ્રદેશ છે શરીરના પ્રદેશને શું કરે? આહા.... હા! વાણીના પ્રદેશ ને આત્માના પ્રદેશ ભિન્ન છે માટે વાણીને આત્મા શું કરે? કર્મના ને આત્માના પ્રદેશ જુદા માટે કર્મને આત્મા શું કરે? તેમ, કર્મ આત્માને શું કરે? કેમ કે તેના પ્રદેશ (તો) જુદા છે. આહા.... હા! બહુ સરસ !! સૂક્ષ્મ, શબ્દ રહી જાય છે, અનાદિ ! જે રીતે છે વસ્તુ, એ રીતે તેને ન સમજતાં, પોતાની કલ્પનાથી, બહારપદાર્થના સંબંધે કંઈક લાભ થાય, એવું માની બેઠો (છે) અંદર! પોતે કોણ છે? એને તો જાણતો નથી ! આહા... હા !
અહીંયા તો (કહે છે કે, ગુણ, ગુણી જાણ્યા તો પણ, બન્ને વચ્ચે અતભાવ (છે.) પરની હારે તો સંબંધ નથી. આહા.... હા! ઈ પરની દયા પાળવી કે મંદિરો બનાવવા (અને ) દર્શન કર્યા માટે ધરમ કરીએ છીએ, ધર્મ) થાય. એમ છે જ નહીં. આહા.... હા ! ત્યારે આ બધા લાખો ખચ્ય ને આ છવ્વીસ લાખનું મકાન (પરમાગમ મંદિર) કર્યુ લો! ફોગટ ગયું? એનાથી કાંઈ ધરમ નહીં? આહા... હાં.. હા ! જેના પ્રદેશ ભિન્ન, તેનું અસ્તિત્વ તદ્દન પૃથક !! તેને તો આત્મા અડતો (ય) નથી. આહા.. હા ! પૃથકભાવની અપેક્ષાએ ઈ અન્યપણું છે. આહા...હા...હા! સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે. પણ માણસને દરકાર જોઈએને..! અરે..!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com