________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૮ દ્રવ્ય. દ્રવ્ય કેવું છે? કે “કોઈના આશ્રય વિના રહેતું દ્રવ્ય.” આહા..હા હા ! આ.... રે !
ગુણવાળું” છે. ઓલી તો એ કગુણની (વાત) હતી. એ એકગુણમાં નહોતો બીજો ગુણ. આ દ્રવ્ય તો ગુણવાળું છે. આહા... હા! અનેક ગુણોનું બનેલું છે. રચેલું અનાદિથી. “અનેક ગુણોનું બનેલું” વિશેષ્ય” છે. છે? ( પાઠમાં ફૂટનોટમાં).
આહા...! વિશેષ્યઃ ખાસિયતોનો ધરનાર પદાર્થ; લક્ષ્ય; ભેદ્ય પદાર્થ-ધર્મી. [ જેમ ગળપણ, સફેદપણું, સુવાળ૫ વગેરે સાકરનાં વિશેષણો છે, અને સાકર તે વિશેષણથી વિશેષિત થતો (–તે તે ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદાતો) પદાર્થ છે, વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો, ભદાતો) પદાર્થ છે, તેમ સત્તા વિશેષણ છે. આહા... હા! દ્રવ્યના લક્ષણથી સત્તાનું લક્ષણ ભિન્ન છે અને દ્રવ્ય વિશેષ્ય છે (એટલે) સામાન્ય છે. અને ગુણ છે તે વિશેષણ છે. આહા.... હા ! (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)] ઝીણું બધું બહુ ઝીણું! આહા.... હા! મારગ લોકોએ બહારથી (માન્યો છે.) આ કાંઈક દયા પાળોને.. આ પૂજા કરીને ભક્તિ કરીને માનીએ કે હાલ્યા જવાના, હાલ્યા જવાના ઘણા તો પશુમાં જવાના. આ બધા વાણિયા, મરીને! કારણ કે માંસ આદિ નથી, પુણે ય નથી. બે-ચાર કલાક હંમેશા વાંચન હોય ને સત્સમાગમય અત્યારે તો ન મળે, એને કોનો કરવો સત્સમાગમ? અને કોના સમાગમ વાંચવું વિચારવું? (એની ગમ નહીં) બે-ચાર કલાક વાંચે તો પુણે ય બંધાય. આહા..! એકા' દ કલાક મળે એમાં એવા મળે કુસંગી કે પાપ બંધાય મિથ્યાત્વનું! હવે ક્યાંથી ઉદ્ધાર! આહા. હા ! છે? (પાઠમાં).
(અહીંયા કહે છે કે “ગુણવાળું, અનેક ગુણોનું બનેલું, વિશેષ્ય વિધીયમાન (રચાનારું) અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી.” જુઓ! છે? (પાઠમાં) જે કોઈના આશ્રય વિના રહેતું દ્રવ્ય, એમ વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી. “તથા કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું બનેલું, વિશેષ્ય, વિધીયમાન અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય છે તે કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ, એકગુણની બનેલી, વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા નથી.” આહા... હા... હા ! આકરું પડે એવું છે!
(કહે છે કે, જે એક સત્તા છે. એ એક ગુણવાળી છે ને ઈ દ્રવ્યને આશ્રયે છે. અને દ્રવ્ય છે ઈ અનંતગુણવાળું છે. કોઈના આશ્રયે નથી. માટે બે વચ્ચે અતભાવ (એટલે) તે તે ભાવ તે તે નહીં. એટલે અતભાવનું અન્યપણું અંદર છે. આહા... હા! એ સત્તા છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે સત્તા નથી. આહા... હા! (શ્રોતા ) બન્ને અનાદિના છે કોણ કોને રચે ? (ઉત્તર) રચે કોણ? એ રચાયેલું છે એમ કહેવાય. છ દ્રવ્યથી રચાયેલો છે લોક એમ કહેવાય. પાછું આવે! આહા.... હા.. હા! રચાયેલું એટલે બનેલું છે એમ (સમજવું.) રચાયેલ એટલે એમ “છે. આ લોક પણ છ દ્રવ્યથી રચાયેલો છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com