________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૬૮
હવે પૃથકત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છે -
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स । अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं ।। १०६ ।।
प्रविभक्तप्रदेशत्वं पृथक्त्वमिति शासनं हि वीरस्य । अन्यत्वमतद्धावो न तद्धवत् भवति कथमेकम् ।। १०६ ।।
જિન વીરનો ઉપદેશ એમ- પૃથકત્વ ભિન્નપ્રદેશતા; અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે-પણે તે એક ક્યાં? ૧૦૬.
ગાથા - ૧૦૬
અન્વયાર્થ- [પ્રવિમHકલેશā] વિભક્ત પ્રદેશત્વ તે [પૃથā] પૃથકત્વ છે [ તિદિ] એમ [વીરસ્ય શાસનં] વીરનો ઉપદેશ છે. [બતાવ:] અતભાવ (અતત્પણું અર્થાત્ તે-પણે નહિ હોવું) તે [બન્યત્વે] અન્યત્વ છે. [ન તન ભવત] જે તે-પણે ન હોય [વથં કમ મવતિ] તે એક કેમ હોય ? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી.)
ટીકા - વિભક્તપ્રદેશ7 ( ભિન્નપ્રદેશત્વ) પૃથકત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને દ્રવ્યને સંભવતું નથી, કારણ કે ગુણ અને ગુણીને વિભક્તપ્રદેશતનો અભાવ હોય છે-શુક્લત અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેમ જે શુક્લત્વના-ગુણના-પ્રદેશો છે તે જ વસ્ત્રના –ગુણીના છે તેથી તેમને પ્રદેશવિભાગ ( પ્રદેશભેદ) નથી, તેમ જ સત્તાના-ગુણના-પ્રદેશો છે તે જ દ્રવ્યના-ગુણીના-છે તેથી તેમને પ્રદેશવિભાગ નથી.
આમ હોવા છતાં તેમને (-સત્તા અને દ્રવ્યને ) અન્યત્વ છે, કારણ કે (તેમને) અન્યત્વના લક્ષણનો અભાવ છે. અતભાવ અન્યત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને દ્રવ્યને છે જ, કારણ કે ગુણ અને ગુણીને તદ્દભાવનો અભાવ હોય છે-શુક્લત અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેવી રીતે એક ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ છે તે સમસ્તઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્તઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર છે તે એક ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી
--
-
---
--
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. અતભાવ = (કથંચિત્ ) “તે નહિ તેવું તે; (કથંચિત ) તે= પણ નહિ હોવું તે; (કથંચિત્ ) અતત્ત્વપણું, (દ્રવ્ય (કથંચિત ) સત્તાપણે
નથી અને સત્તા (કથંચિત ) દ્રવ્યપણે નથી માટે તેમને અતભાવ છે.) ૨. તભાવ= “તે હોવું તે; તે= પણે હોવું તે પણું તત્પણું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com