________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૩ એ વેપારીઓને આવી ગ્યો! આહા... હા.. હા! (શ્રોતા ) વાણિયાને.... આહા.... હા! આ તો દષ્ટાંત આપ્યો હો? (વસ્તુસ્થિતિ ) સિદ્ધ કરવા. સત્તા નામનો ગુણ અથવા જ્ઞાન આદિ ગુણ અને આત્મા, બેના ભાવનો તદ્દભાવ નથી. બેના તભાવનો અભાવ છે. કેમ? કે વસ્ત્રની ધોળપ છે ઈ એક આંખ ઇન્દ્રિયથી જ જણાય છે, બીજી ઇન્દ્રિયોથી નહીં. અને વસ્ત્ર છે ઈ તો બધી ઇન્દ્રિયોથી જણાય છે. માટે તેને અતભાવ છે. ધોળાપણા અને વસ્ત્રને તભાવ નથી તભાવનો બે વચ્ચે અભાવ છે. આહા. હા! સમજાણું? (શ્રોતા:) લૂગડા સિવાય બીજાને આવે કે નો' આવે? (ઉત્તર) હું? (શ્રોતા:) કપડાંનું (ઉદાહરણ છે) તો બીજામાં, છત્રીમાં લાગુ પડે કે નહીં? (ઉત્તર) આ કપડાનો દાખલો આ તો. સમજે માણસ એટલે. આ છે તે આંખે (થી) જણાય, કાને (કાનથી) જણાય? આ આખું વસ્ત્ર તો કાને ય જણાય. આંખ્યું બંધ કરીને આ આમ કાનથી જણાય, સ્પર્શથી જણાય, (કપડાંના ફરફરાહટથી જણાય.) આહાહા! આવો ઉપદેશ ક્યાં? આહા..હા! એવી વાત છે! (લોકોને) દરકાર નથી ! એટલે એને ઝીણું લાગે છે. “ઝીણું નથી સત્ય છે.” પરમ સત્યની સ્થિતિ જ આવી-મર્યાદા છે.” જે સની મર્યાદા જે પ્રમાણે છે ઈ પ્રમાણે નહીં સમજે, તો ઈ સજ્ઞાન નહીં થાય, સજ્ઞાન નહીં થાય તો સસ્વરૂપ તેને મળી શકશે જ નહીં. આહા... હા! સસ્વરૂપ પ્રભુ! જેવું સત્ છે એના તરફ ઈ વળી નહીં શકે. આહા... હા! અ જ્ઞાનથી તે સત્ તરફ વળી શકે? આહા... હું...!
(અહીંયા કહે છે કે, “તથા જે સમસ્ત ઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર.” બધા-પાંચેય ઇન્દ્રિયના સમૂહને જણાતું એવું વસ્ત્ર. “તે એક ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો શુક્લત્વગુણ નથી”, વસ્ત્રથી શુક્લત્વગુણ કેમ જુદો પડ્યો? એ એક જ ઇન્દ્રિયનો વિષય છે. અને બીજી બધી ઇન્દ્રિયોનો વિષય તે નથી. વસ્ત્ર બધી ઇન્દ્રિયોનો વિષય છે. માટે બેયને ભિન્નતા છે. આહા... હા! “તેથી તેમને તભાવનો અભાવ છે.” અરે! ગુણ-ગુણીની (વચ્ચે) ભિન્નતા! ગજબ વાત છે!! આહા.... હા !
હજી તો આ બાયડી-છોકરાં બીજા નહીં, આ શરીર મારું નહીં. (એ માનવું) પરસેવો ઊતરે એને. આ શરીર તો જડ-માટી ધૂળ છે. આ એની પર્યાય જે સમયે-સમયે થાય છે એનાથી થાય છે. અને ઈ જાણે કે મારાથી થાય છે, મેં આમ કર્યું. શરીરનું આમ કર્યુને..! શરીર દ્વારા કામ કર્યું (આખો દિ') શરીર દ્વારા કામ કર્યું (એમ જ ઘૂંટણ છે!) આહા.... હા! (શ્રોતા ) થપાટ મારે તો શરીર દ્વારા જ મારે ને..! (ઉત્તર) કોણ મારે? ઈ તો પરમાણુની પર્યાય થવાની તે થાય. થપાટ મારી શકતો નથી ઈ (આત્મા) અ. હા... હા. હા! એ પરમાણુની પર્યાય ઈ રીતે થવાની હોય તો જ થાય. અને એ (બીજાના હાથની થપાટ) અડતી નથી અને (ગાલને). થપાટ એને અડતી નથી ગાલને. આહા. હા... હા ! આવું (વસ્તુ) સ્વરૂપ !! જે પોતે પોતામાં છે એ બીજાથી અભાવસ્વરૂપ છે પોતાથી ભાવસ્વરૂપ છે, બીજાથી અભાવસ્વરૂપ છે. અત્યંત અભાવ છે. હવે અત્યંતભાવ હોવાથી) એને અડ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com