________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૪ ય ક્યાં? આહા..! આકરી વાત બહુ બાપુ, આ તો! આહા... હા ! એ હીરાને અડતો નથી આત્મા, એમ કહે છે.” આ આત્મા (તો) નહીં પણ હાથે ય અડતો નથી. (શ્રોતા ) એનું શું કામ છે પણ પૈસા આવે છે ને..! હાથ ન અડે તો કાંઈ નહીં, અમારે તો પૈસાનું કામ છે ને! (ઉત્ત૨:) પૈસા કોની પાસે આવે? આહા..! પૈસાનો માલિક હતો કે દિ'? પૈસાનો માલિક પૈસો છે. આહા... હા! (અરે !) પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (ગણો) છે તે પણ પરમાણમાં અન્યભાવ છે. અતભાવ છે. ઈ પરમાણુમાં સ્પર્શ (નામનો ગુણ છે) આ સ્પર્શ, ટાટું-ઊનું ઈ અને પરમાણુ (દ્રવ્ય) વચ્ચે અતભાવ છે. કેમકે (ટાટું-ઊનું) સ્પર્શ એક ઇન્દ્રિયનો વિષય છે અને આ આખું તત્ત્વ છે એ પાંચેય ઇન્દ્રિયનો વિષય છે. એટલે (આખા તત્ત્વને-દ્રવ્યને) અતદ્ભાવનો અભાવ છે. અહીં.. હા.... હા... હા! પણ, અતભાવ તરીકે વિશેષ છે. પ્રદેશ તરીકે. પણ તભાવ તરીકે, તભાવનો ભાવ હોવા છતાં ભિન્નભિન્ન ભાવ હોવા છતાં, તેનો અભાવ તે એનું સ્વરૂપ છે. આહા... હા.. હા ! સમજાણું કાંઈ ? આવી વાત
ક્યાં સૂક્ષ્મ! ધરમ કરવો એમાં આવી વાત શું કરવી? પણ ધરમ કોણ કરે છે? ખબર છે તને? આહા... હા! ધરમ કરનારો શું કરે છે? ધરમ કરનારો' . પરપદાર્થની સામું જોતો નથી, અને પોતાના ગુણ-ભેદને કરતો નથી! એ ધરમ કરે છે ઈ દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ને એ ધરમ કરે છે. દેવીલાલજી! આહા.... હા.... હા!
(કહે છે કેઃ) ધરમ તો પર્યાયમાં થાય ને? આહા... હા! પર્યાય ક્યાં વળે છે? એનું લક્ષ ક્યાં જાય છે? ધ્યેય કોને બનાવે છે? ઈ જો પરને ધ્યેય બનાવે તો અજ્ઞાન છે. હવે પોતે છે પર્યાય, એમાં આત્માને જ્ઞાનગુણ બે ભિન્ન, એમ જો પર્યાયમાં લક્ષ કરે તો ઈ વિકલ્પ ઊઠે છે. કારણ કે બે (વચ્ચે) અતભાવ છે. આહા... હા! આવ વાતુ છે ઝીણી! પણ જ્યારે ગુણ ને આત્મા, ભલે અન્યપણેઅતભાવને (લઈને) અન્યપણે કહેવાય, છતાં એવા (ભેદનું) લક્ષ છોડી દઈને, એક દ્રવ્ય ઉપરજ્ઞાયક ઉપર દૃષ્ટિ કરે તો સત્ય હાથ આવે (એટલે આત્મતત્ત્વ જણાય.) આહા.... હા ! હવે આવું ક્યાં ! આહા હા ! મુંબઈ જેવા શહેરમાં આવી વાત થાય ત્યાં તો ( લોકો બૂમો પાડે કે, શું કહે છે ?
(અહીંયાં કહે છે કેઃ) “તેથી તેમને તદ્ભાવનો અભાવ છે.” કોને ? વસ્ત્રને અને ધોળા સ્વભાવને. ધોળાગુણને તભાવનો અભાવ છે. આહા... હા.... હા! એક-એક શબ્દનો અર્થ તો ધીમે કથી થાય છે પણ હવે. આહા.. હા! નિર્ણય-પરથી ભિન્ન છે. એવા નિર્ણય કરવાનો પણ અવસર ન લે, ઈ કે દિ' આત્માના-અંતરમાં જાય. આહા.. હા ! હે પ્રભુ! મારું સ્વરૂપ જ પરથી તદ્દન ભિન્ન, કર્મથી-કર્મના પ્રદેશો ભિન્ન અને આત્માના પ્રદેશો ભિન્ન, એથી કર્મના ઉદયથી આત્માને રાગ થાય, એમ નથી. આહા...! મોટો વાંધો ‘આ’!! (શ્રોતા ) જૈન ધર્મ તો કર્મને જ માને છે... (ઉત્તર) તેમને નહીં આહા... હા! અહીંયા તો કર્મનો પહેલેથી જ નકાર દઈએ છીએ. આહા..! સંશય થાય છે જીવની પોતાની ભૂલ છે. એ કરમને લઈને સંશય થાય, દર્શનમોહને લઈને એમ નથી. છતાં સંશયભાવને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com