________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૨
રહેશે. આહાહાહા! એઈ? આહા..હા! આ તો વીતરાગના વચન છે!! એના એક એક વચન ઉપર (અનંત આગમના ભાવ સમાયેલાં છે!) “તદ્ભાવનો અભાવ હોય છે.” હવે દષ્ટાંત આપે છે.
(અહીંયા કહે છે કેઃ) દષ્ટાંતથી સમજાવે છે કેઃ “શુક્લત્વ અને વસ્ત્રની માફક.” શુક્લત્વ એટલે ધોળાપણું, આ વસ્ત્રનું ધોળાપણું (છે ને) અને વસ્ત્ર (જે છે.) આ ધોળાપણું અને આ વસ્ત્ર. એની માફક. “તે આ પ્રમાણે જેવી રીતે એક ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ.” શું કહે છે? આ ધોળો ગુણ છે ઈ આંખનો વિષય એકલો રહ્યો. બીજી કોઈપણ ઇન્દ્રિયોનો વિષય (એ) નહીં. આ ધોળું છે ઈ આંખનો વિષય છે. બીજી કોઈપણ ઇન્દ્રિયોનો વિષય (તે) નહીં. અને આ “વસ્ત્ર' છે ઈ બધી ઇન્દ્રિયોનો વિષય છે. બે “ભાવ” ફેર પડી ગ્યા! સમજાણું કાંઈ ? ફરીને...! “શુક્લત અને વસ્ત્રની માફક. “જેવી રીતે એક ચક્ષુ – ઇન્દ્રિયના વિષયમાં આવતો', કોણ? ધોળો ગુણ. “બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો.' (કોણ?) ધોળો ગુણ (બીજી) ઇન્દ્રિયનો વિષય જ ન થાય. બીજી ઇન્દ્રિયનો વિષય ન થાય. ધોળાપણું નાકથી જણાય? (કાનથી જણાય, જીભથી જણાય, ચામડીથી જણાય? આહા.... હા ! ધોળાપણું વસ્ત્રનું જે છે ઈ આંખ ઇન્દ્રિયનો એકનો જ વિષય છે. બીજી બધી ઇન્દ્રિયોનો વિષય એ (ધોળાપણું) નથી. આહા... હા! દાખલો કેવો આપ્યો, જુઓને !!
(અહીંયા કહે છે કે ) “બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુક્લત્વગુણ છે તે સમસ્ત ઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી.” કોણ વસ્ત્ર. વસ્ત્ર તે સમસ્ત ઇન્દ્રિયસમૂહને ગોચર છે. શું કીધું? આ ધોળો જે ગુણ છે. એ એક ચક્ષુ-ઇન્દ્રિયનો જ વિષય છે, બીજી બધી (ઇન્દ્રિયોનો ) એ વિષય નથી, વસ્ત્ર છે ઈ બધી ઇન્દ્રિયોનો વિષય છે. સ્પર્શ-રસ-ગંધવર્ણ બધા વિષય ( ગુણો વસ્ત્રમાં છે.) માટે વસ્ત્ર અને ધોળાપણામાં અતર્ભાવપણે અન્યત્વ છે. (પણ) પૃથકપ્રદેશપણે અન્યત્વ નથી. આહા.... હા! (શ્રોતા ) અતભાવ પુરવાર કરે છે.... (ઉત્તર) હું, અતભાવ છે બે વચ્ચે, ધોળપણ છે ને ઈ એક ઇન્દ્રિયનો વિષય છે. આંખથી જણાય. અને બીજી (કોઈ) ઇન્દ્રિયો વડે એ ન જણાય. આંખ બંધ કરે તો (ધોળ૫) નાકથી જણાય? (ના. ન જણાય.) અને આ વસ્તુ (વસ્ત્ર) છે તે આખી (બધી) ઇન્દ્રિયોથી જણાય. આહા.... હા! સમજાણું કાંઈ ? (શ્રોતા:)
ન્યાય સરસ છે. (ઉત્તર) હું? સરસ જાય છે. આહા.... હા! “શુક્લત્વગુણ છે તે સમસ્ત ઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી.” આહા...હા...હા!
આહા... હા! એક ઇન્દ્રિયને ગમ્ય છે, ધોળો રંગ. ઈ બીજી બધી ઇન્દ્રિયને ગમ્ય નથી. (અને) વસ્ત્ર છે ઈ બધી ઇન્દ્રિયોને ગમ્ય છે. માટે વસ્ત્ર અને ધોળપણમાં અતભાવરૂપ અન્યત્વ છે. ધોળાપણું તે વસ્ત્ર ને વસ્ત્ર તે ધોળાપણું એમ નથી. માળે'.! આ...રે...! આ વકીલોનો વિષય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com