________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૮૫ અને આત્માને- આ સંશયભાવ આત્માને આશ્રયે થાય છે – છતાં સંશયભાવ ને આત્મા બે ને અતભાવ છે. આહા... હા !
(અહીંયા કહે છે કે, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે.” કોને? ધોળાપણું અને વસ્ત્રપણું (અર્થાત્ ) ધોળાપણું અને વસ્ત્રપણું એ એક નથી. કેમ કે ધોળાપણું એક ઇન્દ્રિયનો વિષય થયો, અને વસ્ત્ર પાંચ ઇન્દ્રિયનો વિષય થયો. ધોળાપણું એ આંખનો વિષય છે. બીજી ઇન્દ્રિયોનો વિષય નથી. (એથી એ બે વચ્ચે તદ્દભાવ નથી.) સમજાણું કાંઈ ? એક ઇન્દ્રિયનો વિજય થયો (બાકીની) ચાર ઇન્દ્રિયોનો વિષય (ધોળાપણું) ન થયો. આ વસ્ત્ર છે ઈ (આંખ સહિત બાકીની) ચારેય ઇન્દ્રિયોનો વિષય છે. (એટલે કે) પાંચે ય નો અહા.... હા... હા.! માટે બે વચ્ચે અતભાવ છે. અતભાવ અનેરાપણે ગણવામાં આવે છે. ઓલા પ્રદેશભેદનું અન્યત્વ જૂદું, આ અતભાવનું અન્યત્વ જૂદું. આહા... હા..! (શ્રોતા:) પ્રદેશભેદ નામ પૃથકત્વ.. (ઉત્તર) હું! પૃથક છે તદ્દન (એ તો.) આ ભાષા તો સાદી છે આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને.. (એવું નથી.) બેનું-દીકરિયુને પકડાય એવું છે! નહીં?!
(કહે છે કે, તેને એક વાર હળવો બનાવી દે. પર મારા છે ઈ બોજો ઊઠાવી નાખ. આહા... હા... હા! (આત્મા) હળવો તો છે... પણ માને (જૂઠી) માન્યતાને લઈને આ મારું, આ પૈસા મારા, એ પૈસા પેદા કરી શકું, પૈસાને હું વાપરી શકું, છોકરાને બરાબર ભણાવી શકું, વ્યવસ્થા ઘરની સરખી રાખું તો એ (બધા સરખા) રહે. આહા... હા! દીકરીને પણ ઠેકાણે પાડવી હોય તો, ધ્યાન રાખીને (શોધી કાઢ્યું કે, વર કેવો છે? ઘર કેવું છે? એવી બધી ધ્યાન રાખે તો ઠેકાણે પડે. એ બધી ભ્રમણા છે !! આહા... હા... હા... હા ! ભારે જગત, તો ભાઈ ! આહા.... હા ! છતાં એ ચીજોમાં રહ્યો દેખાય. પણ એનાથી ભિન્નપણે આત્મા ભાસ્યો હોય, તથા સંયોગો હોય, સંયોગ સંયોગને કારણે હોય, ઇન્દ્રિયોના વિષયો પણ જ્યાં સંયોગે હોય, છે પૃથક પણ સંયોગે આવે. પણ છતાં અંદર દષ્ટિમાં ફેર હોય. આહા...! કે હું તો આત્મા જ્ઞાયક! ચૈતન્યસ્વરૂપ અભેદ! ગુણી અને ગુણના ભેદથી પણ વિકલ્પ ઊઠે છે માટે ઈ હું નહીં. (હું તો અભેદ-એકરૂપ છું.) આહા... હા! આહા... હા.. હા ! કો” બાબુભાઈ ! આવું ઝીણું છે! આહા.. હા! અરે... રે! આવા આ! અમારે હીરાચંદજી મા” રાજ બીચારા! વયા
ગ્યા! કાને પડી નહીં વાત! ઈ કરતાં ભાગ્યશાળીને જીવો અત્યારે! આહા.... હા ! છેતાલીસ વરસની દિક્ષા! બાર વરસની ઉંમરે લીધેલી. શાંત માણસ! ગંભીર! બહુ હજારો માણસ-બે હજાર માણસ
વ્યાખ્યાન સાંભળે, શાંતિ! અરે.. રે! આ શબ્દ કાને નહીં પડેલા “આ”!! આહા.... હા! કેઃ પરથી પૃથક છે તો ઈ તો અત્યારે કે' છે કે) નહીં, પરની દયા પાળી શકે છે. પર્વ પ્રમાણે સા૨ [[[સંબં વિન “ઈ પરની દયા પાળવી ઈ અહિંસા ને જ્ઞાનનો સાર” હવે આને શું કરવું કહો? હવે અહીંયા તો (કહે છે) કે પરની દયા તો પાળી શકે નહીં કેમ કે પર છે ઈ પ્રદેશથી પૃથક છે. વળી એ બે) પ્રદેશથી પૃથક છે. તેની દયા કોઈ પાળી શકે નહીં. પણ એનામાં જે દયાનો ભાવ આવે. આહા....! એ ભાવને અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com