________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૦૯
પૃથક મન કીધું, હવે ગુણ ને ગુણીને પ્રદેશભેદ પૃથકતા નથી, પણ અન્યત્વ છે એવું છે સ્વરૂપ ! અન્યત્વ છે ઈ ભેદ છે. આહા.. હા! તેથી એને અભેદ દષ્ટિ-દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરાવવા, ગુણનો અતભાવ છે તે (દૃષ્ટિમાંથી ) છૂટી જાય છે. સમજાય છે કાંઈ ? આહા... હા... હા !
,
(કહે છે) દ્રવ્ય એટલે આત્મા, એમાં સત્તા (આદિ ) જ્ઞાન, દર્શન કોઈ (પણ ) ગુણ, એ ગુણ જે છે અને ગુણી જે આત્મા, બે વચ્ચે પ્રદેશ-ક્ષેત્રભેદ નથી. છતાં અતભાવરૂપ-અતદ્દ (એટલે ) ‘ તે ’ નહીં ( હોવું તે). ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં એ રીતે “ અતદ્ભાવરૂપ અન્યત્વ છે. ” છતાં એ અન્યત્વ આશ્રય કરવા લાયક નથી ઈ ભેદ (છે.) આહા... હા ! બીજા દ્રવ્યોમાં તો એની મેળે થાય છે. આને તો (આત્માનો તો ) આશ્રય કરવાનો છે ને? જીવને તો. આહા... હા !
(અહીંયાં કહે છે કેઃ ) “ કા૨ણ કે તેમને અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. ” કોને ? આત્માને અને સત્તાને. પરમાણુને અને સત્તાને. એને અન્યત્વ લક્ષણનો સદ્દભાવ છે. અનેરાપણું છે એવા લક્ષણની ત્યાં હયાતી છે. આહા... હા... હા ! ‘સમયસાર ’ તો ઊંચું છે જ પણ આ ‘પ્રવચનસાર ’ પણ ઊંચી ચીજ છે! ‘શેય અધિકા૨’ આ સમકિતનો અધિકાર છે ‘ આ ’ . સમ્યગ્દષ્ટિને આત્મા સિવાય, અન્ય વસ્તુ છે ઈ તો અન્ય છે. એમાં અન્યમાંથી કોઈ ચીજ મારી નથી (એવો દઢપણે અભિપ્રાય છે.) શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દીકરા-દીકરી કોઈ ચીજ એની નથી. એટલેથી હ્રદ નથી. હવે એનામાં રહેલો જ્ઞાનગુણ છે, તે ગુણ છે તે દ્રવ્યને આશ્રયે છે. તેથી તે ગુણને અને દ્રવ્યને (બન્નેની ) વચ્ચે અતભાવ (છે. ) એટલે ‘તે-ભાવ' નહીં. ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં ને દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં. એવા અતભાવનું અન્યપણું સિદ્ધ થાય છે. (ગુણ અને ગુણી વચ્ચે.) આહા.. હા.. હા! આહા.. હા ! લોકોને બહારથી મળે, બિચારાને જિંદગી વઈ (ચાલી) જાય છે! અંદર વસ્તુ શું છે એની ખબરું ન મળે! આખો દિ' ધંધાના પાપના પોટલા બાંધે! આહા..! વીસ વરસનો થાય તે (છેક ) ૬૦-૭૦ વરસ સુધી મજૂરી કરે! આ ધંધાની! એમાં આ આત્મા શું ને ગુણ શું ને ગુણી શું?
આહા.. હા.. હા!
(કહે છે) (શ્રોતાઃ) વેપાર ધંધો કરતાં, કરતાં આ થાય ને..! (ઉત્ત૨:) વેપાર ધંધો હવે ધૂળમાંય, એ તો થવાનો હશે તે થાય છે. એ આત્માથી ક્યાં થાય છે! અહા.. હા ! આહા.. હા ! વિકલ્પ કરે. (ઈચ્છા કરે.) બાકી ધંધાની ક્રિયા ઈ કરી શકે (એમ નહીં) એની પણ સમય, સમયની અવસ્થા ક્રમમાં ધંધામાં જે પરમાણુ છે, પૈસાના ને મકાનના (દુકાનના ), માલના, એ માલની જે સમય જે પર્યાય છે ઈ ત્યાં થવાની જ છે તે (થશે જ.) આહા... હા.. હા ! ( શ્રોતાઃ ) રોટલી જે વખતે થવાની તે વખતે થવાની, તો બાઈએ શું કર્યું? ... (ઉત્ત૨:) ઈ ત્યારે જ થવાની છે ઈ. ( શ્રોતાઃ) રાંધ્યા વિના ? (ઉત્ત૨: ) રાંધે નહીં તો પણ ઈ વખતે વિકલ્પ હોય. (રોટલી થવા કાળે વિકલ્પ હોય બાઈને) ઉચિત નિમિત્ત હોય. (વળી ) ઉચિત નિમિત્ત હોય. ઈ નિમિત્ત છે માટે ત્યાં (કાર્ય) થાય એમ નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com