________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો ૩૭૬ સદ્ભાવ છે.” લ્યો! આમ હોવા છતાં ઈ તો પૂર્વમાં ગ્યું. ઈ દ્રવ્યગુણ એક છે એમ હોવા છતાં એમ. (એટલે કે) દ્રવ્યગુણ એક (એક) છે. ગુણ અને ગુણી બે એકપણે નથી. પ્રદેશ ભેદ નથી, પણ ગુણગુણીનો “ભાવ” એકપણે નથી. આહા... હા. હા! અરે. રે! જ્યાં ગુણીથી ગુણી પણ અન્યત્વ છે, ગુણથી ગુણી અન્યત્વ છે, તો પછી શરીર, કર્મ ને આ બધી ચીજો મકાન ને બંગલા એ તો ક્યાંય રહી ગયા, એ તો પ્રદેશભેદ છે એને તો. જેના પ્રદેશભેદ નથી છતાં તે અન્યત્વ છે આહા.... હા.... હા! કેમ કે સત્તા નામનો ગુણ છે ને ગુણી પોતે (છે.) ભલે સત્તાથી તેને સિદ્ધ કર્યું એમ હોવા છતાં, સંજ્ઞા, સંખ્યા, નામ આદિ લક્ષણથી ગુણ ને ગુણીના ભેદ છે એથી તે બે વચ્ચે અન્યપણું છે. આહા.. હા! તો આ બાયડી-છોકરાં, પૈસા-ધંધાપણે અન્યપણું ક્યાં આવ્યું! એક-એકનું કરવા આહા. હા.. હા! તો દેરાસર બનાવવા ને પૂજા-ભક્તિ કરવી ને ઈ તો અનેરાપણે છે. અનેરાપણાને તું અનેરો કેમ કરી શકે? આહા.. હા! આવી વાત છે. હોશું ઊડી જાય એવું છે. અમે આમ કરીએ છીએ કે અમે આમ કરી દઈએને, બે લાખ રૂપિયા આપ્યા ને પાંચ લાખ આપ્યા નેહમણાં પાંચ લાખ આપ્યા ને. મિશ્રિલાલ ગંગવાલ! (શ્રોતા ) પૈસાવાળા, પૈસા આપે તો જ કામ થાય ને..! (ઉત્તર) ધૂળ માંય નથી, પૈસાથી કામ ચાલતું જ નથી, જે તત્ત્વ છે એની પર્યાયને તે દ્રવ્ય પહોંચી વળે છે ને એનાથી તે કામ ચાલે છે. કડિયો એને પહોંચી વળતો નથી, કડિયો એની પર્યાયને પોતાની ઈચ્છાને) પહોંચી વળે છે આહા.... હા! અને તે પર્યાય, દ્રવ્ય ને ગુણથી ઉત્પન્ન થાય છે. એ પર્યાય પરથી (ઉત્પન્ન) થાય છે એમ નથી. બહુ ફેર ભાઈ !! આવું વિતરાગનું સ્વરૂપ હશે?! જિનેશ્વર દેવની આ વાણી છે બાપુ! આહા. હા! જેના પ્રદેશ ભિન્ન છે એની તો વાત શું કહીએ. પણ જેના પ્રદેશ એક છે ગુણ-ગુણીના, એને પણ અન્યત્વ લાગુ પડે છે. આહા.... હા. હા!
(કહે છે) છે? (પાઠમાં) “કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે.” સત્તા ગુણને આત્મા ગુણી, એ બન્ને વચ્ચે અન્યત્વ લક્ષણનો સદ્ભાવ છે. અનેરાપણાના લક્ષણનો બે વચ્ચે સર્ભાવ છે. આહા... હા! (વળી) અનેરાપણાના લક્ષણનો સદભાવ છે, ઓલામાં એકપણાનો અભાવ હતો. આહાહા..હા ! પછી આ વાંચ્યું છે કે નહીં કોઈ દી' ? (શ્રોતા:) એમ ને એમ સમજાય એવું નથી.. (ઉત્તર) ગજબ વાત છે બાપુ!! શું કહે!!
કહે છે કે તું આત્મા છો પ્રભુ! અને એમાં આત્મા છો ઈ આત્મા સત્તાથી છે. સત્તા ન હોય તો, આત્માનું હોવાપણું ધ્રુવપણું હોઈ શકે નહીં. એમ હોવા છતાં-આમ હોવા છતાં ગુણ-ગુણીના ભેદનું અન્યત્વલક્ષણ લાગુ પડે છે. “અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે.” આહા... હા! “અતભાવ અન્યત્વનું લક્ષણ છે” છે? (પાઠમાં નીચે ફૂટનોટમાં) અતભાવ (કથંચિત્ “તે” નહિ હોવું તે; ( કથંચિત ) તે-પણે નહિ હોવું તે; (કથંચિત) અતત્પણું. [ દ્રવ્ય (કથંચિત) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત ) દ્રવ્યપણે નથી માટે તેમને અતભાવ છે.] અર. ૨! ચીરી-ચીરીને વાત ક્યાં લઈ ગ્યા ! આ બીજાનું કાંઈ કરી શકું ને બીજામાંથી કાંઈ જાણું એ વાત તો ક્યાં ય રહી ગઈ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com