________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૬
પ્રવચનસાર પ્રવચનો
૩૦૩
ધોળું તો પર્યાય છે પણ અત્યારે ગુણ (કહેવામાં આવે છે.) છતાં એ ધોળાના પ્રદેશ ને વસ્ત્રના પ્રદેશ બે ય એકમેક છે. એમ સત્તાના ને દ્રવ્યના પ્રદેશ એકમેક છે. (આત્મામાં ) એમ સત્તાના પ્રદેશ જુદા અને આત્માના પ્રદેશ જુદા, એમ ૫૨માણુમાં, ૫૨માણુની સત્તાના પ્રદેશ જુદા ને પરમાણુના પ્રદેશ જુદા એમ નથી. આહા... હા... હા! ધીમે.. થી તો કહેવાય.. છે... ભાઈ ! આ તો બહુ.. મૂળ સત્તાની વાત છે. મૂળનું અસ્તિત્વ જે છે, ઈ અસ્તિત્વ સત્તાને લઈને છે. સત્તાનું એટલું પ્રયોજન હતું કે ઈ ટકી શકે. હવે સત્તાને આત્માથી ભિન્ન કરી નાંખવું, તો ભિન્ન કરે તો સત્તાનું જે ટકવું એ નહીં રહે. આહા... હા! “જે સત્તાના-ગુણના-પ્રદેશો છે તે જ દ્રવ્યના-ગુણીના-છે તેથી તેમને પ્રદેશવિભાગ નથી.” આહા.. હા !
( કહે છે કે અહીંયાં ) “ આમ હોવા છતાં ” આવે ત્યારે આવે ને..! આમ હોવા છતાં “તેમને (સત્તા અને દ્રવ્યને ) અન્યત્વ છે. ” અનેરાપણું છે.' આહા... હા... હા... હા ! દ્રવ્ય એટલે સત્તાગુણ સત્તાવાન, ગુણ ( એટલે ) ભાવ, ને આત્મા ભગવાન. એ જુદા નથી. છતાં દ્રવ્ય અને ગુણ વચ્ચે અન્યત્વપણું છે. આહા.. હા.. હા... હા! કારણ કે જે દ્રવ્ય છે તે ગુણ નથી ને ગુણ છે તે દ્રવ્ય નથી. આહા... હા... હા... હા ! (શ્રોતાઃ) સ્વરૂપભેદે ભેદ છે... (ઉત્ત૨:) હૈં, વસ્તુ ભેદે બે ભેદ છે ને..! પૃથક પ્રદેશ નથી. અન્યત્વ છે અનેરાપણું એટલે જેવું દ્રવ્ય છે, ગુણ છે ઈ દ્રવ્યના ને ગુણના પ્રદેશો એક ઈ અપેક્ષાએ પૃથક નહીં. છતાં સત્તા ગુણ છે ને દ્રવ્ય ગુણી છે. એટલા ભાવની અપેક્ષાએ અનેરાપણું પણ છે. ગુણીથી ગુણ અન્ય છે ને ગુણથી ગુણી અન્ય છે. (તેથી અન્યત્વ છે.) આહા... હા! આવું આવ્યું' તું ચોપડામાં એમાં? ( નહીં.) અત્યારે તો સંપ્રદાયમાં ય હાલતું નથી. આવી ઝીણી વાત કોણ કરે ? ( અનુભવી કરે!) આહા.. હા! હવે એક તો સમજી શકે નહીંને... પણ બાપુ! વસ્તુ આ છે. (માટે રુચિ કર. )
(કહે છે) આત્મા છે. એમ જેણે કબૂલવું છે. તો કહે છે કે સત્તાના ગુણને લઈને તેનું ધ્રુવપણું છે. માટે તે જુદા નથી. પ્રદેશ જુદા નથી. ‘ આત્મા છે’ છ બોલમાં આવે છે ને...! (‘આત્મસિદ્ધિ’ શ્રીમદ્દરાજચંદ્ર ) આત્મા છે તે નિત્ય છે. ‘છે’ નિત્ય છે’ પણ સત્તાગુણને લઈને ‘છે’ . સત્તાગુણનું પ્રયોજન ‘છે' એથી સત્તાગુણ જુદો રહી જાય, તો દ્રવ્ય સિદ્ધ છે ઈ કોઈ રીતે સાબિત ન થાય. આહા... હા... હા ! ( શ્રોતાઃ ) બહું ઝીણું આવ્યું આ તો... (ઉત્ત૨:) હૈં ? એ તો કહ્યું ' તું પહેલુ ભઈ! ઝીણું છે, છે તો લોજિકથી પણ હવે (ઉપયોગ સૂક્ષ્મ કરે) ઈ ક્યાં પડી છે અત્યારે દુનિયાને! ( કંઈ વિચાર છે) મરીને ક્યાં જાશું ? દેહ છૂટીને ક્યાં જઈશું? હારે ઓલું છે (મિથ્યાત્વ ) આહા.. હા ! ઘણાઘણાને તિર્યંચના અવતાર થાશે. પશુ થાશે ઘણાં. સમ્યગ્દર્શન નથી' પુન્યના પરિણામ એવા નથી કે સમાગમ, સાચો ચાર-ચાર કલાક હંમેશા કે વાંચન કે શ્રવણ તો પુજ્યે ય બંધાય. ઈ એ ન મળે, કલાક મળે, સાંભળવા જાય તો ઊંધું સાંભળવા મળે ! મિથ્યાત્વનું પોષણ ! આહા... હા ! અરે રે! એને ક્યાં જાવું ભાઈ !
Please inform us of any errors on rajesh@Atma Dharma.com