________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૫
પ્રવચનસાર પ્રવચનો ૩૬૭ દ્રવ્ય છે ને ગુણ છે ઈ ગુણ છે એવા નામભેદ આદિ અન્યપણું છે. આહા. હા! અતભાવ' તરીકે અન્યપણું છે. અતભાવ તરીકે પૃથકપણું નહીં આહા. હા! આવું હોય? યાદ કોને? રસ (કોને હોય?) આવશે. (અતદભાવની ચોખવટ) (હવેની) ગાથામાં કહેશે, તે અર્થો અહીં લાગુ ન પાડવા. પછીના અર્થમાં આવશે કેઃ “સત્તા” અન્ય છે. “દ્રવ્ય' અન્ય છે. (પરંતુ) પૃથકપણું નથી. પણ જે ભાવ ગુણીનો' છે તે ભાવ “ગુણનો' નથી. (અથવા) ગુણીનો જે “ભાવ” છે તે “ભાવ” ગુણનો નથી. એથી તે અપેક્ષાએ સત્તા ને (સને) અન્યત્વ એટલે અનેરા-અનેરા (કહીને) ત્યાં (કહીને) ત્યાં (બંને) અનેરા છે (એમ) કહેશે. અહીંયાં અન્યત્વ કહે છે ત્યાં ભિન્ન કહેશે. આહા.... હા.. હા! આવું છે! વીતરાગ મારગ !! (બધાથી નિરાળો છે.) લોકોને સાંભળવા મળ્યો નથી બિચારાને! અને એમને એમ જિંદગી વઈ જાય, થઈ રહ્યું! આહા... હા !
અહીંયાં તો કહે છે કે: આત્મા, જે સત્તાથી” છે. તેથી બે (સત્તાને સત્) અનન્ય છે, એકમેક છે. છતાં હવેની બીજી ગાથામાં એવો અર્થ આવશે કે સત્તાને દ્રવ્યમાં અન્યપણું છે. એ જે ભાવ “દ્રવ્ય” નો છે તેભાવ “ગુણ” નો નહીં. (એટલે) જે ભાવ “ગુણનો” છે એ ભાવ “દ્રવ્ય ” નો નહીં. તેથી એ બે વચ્ચે “અદભાવ' ને લીધે “અન્યપણું” પણ કહી શકાય છે. આહા...હા..હા!
(પરંતુ) અહીંયાં કહે છે કેઃ “માટે દ્રવ્ય પોતે જ સત્વ (સત્તા) છે એમ સ્વીકારવું.” કારણ કે ભાવ અને ભાવવાનનું ભાવવાન (એટલે) ભગવાન આત્મા, અને સત્તા તેનો “ભાવ”, બેયનું અપૃથકપણું છે C જુદા નથી. અનન્યપણું છે, અનેરાપણું નથી. અનન્ય એટલે એકમેક છે. “અપૃથકપણા વડે અનન્યપણું છે.” આહા. હા! (ગાથા-૧૦૫) અહીંયાં આટલા સુધી સિદ્ધ કર્યું. હવે (વાત આવશે ગાથા એકસો ) છઠ્ઠીની.
વિશેષ કહેશે.......
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com