________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૫
પ્રવચનસાર પ્રવચનો ૩૬૫ “અને સત્તાથી અપૃથક રહીને.” દ્રવ્ય, દ્રવ્ય, (અપૃથક રહીને), વસ્તુ જે છે આત્માને પરમાણુ (આદિ છે એ દ્રવ્ય) એ સત્તાથી અપૃથક-અભેદ રહીને, “પોતે ટકતું થતું (યાત-રહેતું) પોતે ટકતું થયું “એટલું જ માત્ર જેનું પ્રયોજન છે” “એવી સતાને ઉદિત કરે છે” સત્તાનું પ્રયોજન એટલું જ છે કે પોતે પોતાને પ્રગટ કરે. પોતાથી પ્રગટ કરે ઈ સત્તાનું પ્રયોજન છે. તો સત્તાને આત્મા એકછે. સત્તાને આત્મા (બેય ) જુદા છે. એક અપેક્ષાએ એમ કીધું હો અત્યારે. પછી બીજી અપેક્ષા આવશે. હજી. આહા.... હા ! આવું ક્યાં? માણસને નવરાશ છે? હું? હીરા-માણેકના ધંધા આડે! લાખો રૂપિયા પેદા થાય (ઈ ) ત્યાં બહારે ય દેખાય. લોકો માને કે આહા ! પૈસાવાળા છે! આહા! પૈસા..વાળા કોને કહેવા? અહીંયાં તો સત્તાવાળું દ્રવ્ય છે. આહા.... હા.. હા ! એટલું જ સિદ્ધ કરવું છે. બાકી તો સત્તાને દ્રવ્ય, (બંનેને) પ્રદેશ ભેદ નથી. અને સંજ્ઞાભેદે ભેદ તે અન્યત્વ ભેદ છે. આહા.. હા !
(કહે છે કે ) સત્તાથી દ્રવ્ય, દ્રવ્ય “સત્તાથી અપૃથક રહીને ” જુદું નહીં રહીને, “પોતે ટકતું” હયાત –ટકતું થયું “એટલું જ માત્ર જેનું પ્રયોજન.” ઈ સત્તાનું, કો પોતે ટકી રહે દ્રવ્ય, એવું સત્તાનું પ્રયોજન છે. એ સત્તા પોતાથી જ હોય, તે બરાબર વ્યાજબી દેખાય. એમ કહે છે. લોજિક! ન્યાય ઝીણા બહુ!! સાધારણ બુદ્ધિમાં તો (ક) આ સમજમાં ન આવે, પત્તો શું અંદર છે? આત્મા” છે ” પણ કહે છે કે આત્મામાં સત્તાના અભાવે અસત્ થઈ જશે. આહાહા! અને, સત્તાથી જો દ્રવ્ય હશે, તો તે સત્તાથી ટકતું દ્રવ્યપણું, તેને લઈને, પોતાને લઈને ધ્રૌવ્યપણું રહેશે. અને તેથી સત્તાપણું, સ્વરૂપ એનું છે તેથી તે દ્રવ્ય, એમ ન હોય તો, તેનું હોવાપણું, પદાર્થનું દ્રવ્યનું હોવાપણું સાબિત થશે. નહીંતર પદાર્થનું સાબિતપણું નહીં થાય. આહા...હા..!
(અહીંયાં કહે છે કે, “માટે દ્રવ્ય પોતે જ સત્ત્વ (સત્તા) છે.” વસ્તુ પોતે જે સત્તા-હોવાવાળા ગુણથી છે. દરેક દ્રવ્ય, પોતાના હોવાવાળા સત્તાગુણથી છે. આહા... હા! “એમ સ્વીકારવું” જુઓ! અહીંયા (એમ) સ્વીકારવું એમ કહે છે. પરને લઈને નથી. , તેમ સત્તા નામનો ગુણ, એનાથી ધ્રૌવ્યનું-ટકવું થાય છે. એથી દ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. તેથી દ્રવ્ય પોતાથી “સ' છે. એમ સાબિત થાય છે. આહા.... હા ! (શ્રોતા ) સાબિત કરવાનું તો કોર્ટમાં હોય અહીંયાં શું છે? ( ઉત્તર ) (આ) કોર્ટ છે ભગવાનની ! કોલેજ છે વીતરાગની ! આહા.... હા... હા! નવરાશ નહીં ને ધંધા આડે! મુંબઈ જેવામાં તો મોહનગરી ! આખો દિ' ધમાલ (ધમાલ) આહા. હા!
(કહે છે વીતરાગી કણાથી) આજ ભાઈ ! સમાચાર આવ્યા છે ભાઈના-પાછા લાભુભાઈના! એમને એમ છે. સારું નથી. લાભુભાઈ બે શુદ્ધ છે! વચ્ચમાં તાર આવી ગ્યો' તો સારું છે! આજે જુઓ આવ્યા છે (સમાચાર) એમને એમ છે, બે શુદ્ધ છે આહા. હા! આમને આમ પડયો છે (દેહ) શરીર મોળું પડતું જાય છે !!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com