________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૪૧ (જ) શકે. અરે, ભગવાત ! તું તરી પર્યાયમાં ઉત્પન્ન રહીને (તારામાં) તું કર. બીજા દ્રવ્ય છે એના ઉત્પાદ-વ્યય એનામાં નથી? અને તેના દ્રવ્યને કારણે તે કાળે ઉત્પન્ન નથી? તે તે કાળે પર્યાયની જન્મક્ષણ છે તેનો વ્યય થાય ને બીજી (નવી) પર્યાય થાય. અને (દ્રવ્યઆત્મા) કે પરમાણુ કાયમ રહે. (એમાં બીજો શું કરે? આહા... હા... હા! આવું સાંભળ્યું નથી બધું લાડનૂમાં! કલકતામાં (કે) વેપારમાં આહા... હા... હા! (શ્રોતા:) આખી નવી બનાવી છે (કોલેજ) (ઉત્તર) નવી જ છે! આહા... હા! ભગવાનનો પોકાર છે. તીર્થંકરદેવ, કેવળી જિનેશ્વરપ્રભુ! એનો પોકાર છે કે પરમાણુ ત્રણ પરમાણુને ચાર પરમાણુ જયારે (સ્કંધરૂપે) થાય. તો ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય થાય ને ચાર પરમાણુ ( રૂપે) પર્યાયનો ઉત્પાદ થાય, અને પરમાણપણે કાયમ રહે. ત્યાં એ સમાનજાણીય (દ્રવ્યપર્યાય ) તો દાખલો (દીધો છે.) હવે આત્મા ને શરીર (એકસાથે દેખાય ) એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. આત્માની પર્યાય મનુષ્યની છે અત્યારે. દેવમાં જશે ત્યારે દેવની પર્યાય થશે. એ સમયે-સમયે આની પર્યાય બદલે છે એ પૂર્વની પર્યાય વિનષ્ટ, નવી પર્યાયનું ઉત્પન્ન (થવું) આત્માનું કાયમપણું છે. શરીરના પરમાણુઓની (પર્યાય) પણ સમાનજાતીયપણે, જે સમયે છે – જે એની જન્મક્ષણ છે, એ ઉત્પન્ન થાય છે, તે જન્મક્ષણે બીજી પર્યાય (પૂર્વની પર્યાય) નાશ થાય છે. બીજી (નવી) પર્યાયની જન્મક્ષણ પણ એ જ છે. આહા. હા.. હા! (શ્રોતાઃ) આ શુભ ભાવ ચ્યા અંદર એનું કેમ છે? (ઉત્તર) એ બધું ભેગું બધું શુભભાવ. શુભભાવ પહેલો હોય બીજે સમયે વિનષ્ટ થઈ જાય. અને પહેલાં પછી નવી (પર્યાય) ઉત્પન્ન થાય. ઈ વખતે શુભભાવ આત્માથી થયેલો છે. કર્મથી નહીં. ભઈ કર્મ મોળાં પડયાં માટે શુભભાવ થ્યો, એમ' નથી) આહા... હા ! આકરું કામ બાપા!
(શું કહે છે?) આ કેળવણી જુદી જાતની છે. આહા..! કોઈ દિ' મળી નથી. અને દરકારે ય કરી નથી. રળવું... ને બાયડી-છોકરાં હારે રમવું ને રાજી થાવું ને. આ ધૂળ! એ ઢોર જેવા અવતાર છે બધા. આહા... હા! આવો ધ્રુવ છે આત્મા !! કહે છે કે! પરનું એક પાંદડું (ય) હુલાવી શકે નહીં. આહા હા ! (ઝાડના) પાંદડાં ખુલે છે ને ! પવનથી નથી હલતાં એમ કહે છે. આહા..! ઈ ધજા છે ને ધજા ! ઈ પવનથી નથી હલતી ( ફરફરતી) ઈ ધજા જે આમ છે ને આમ-આમ થાય છે (એમાં) પૂર્વની પર્યાયનો વ્યય, નવીન પર્યાયનો ઉત્પાદ ને સમાનજાતીય પરમાણુઓનું ટકી રહેવું. એ પવનને લઈને ધજા હુલતી નથી (ફરફરતી નથી) માળે ! આવી વાતું! (શ્રોતા:) આ તો ભગવાન બનાવવાની વાત છે...! (ઉત્તર) હું, ભગવાન બનાવવાની વાત છે. આહા.. હા! ભાઈ, ભગવાન જ છો પ્રભુ! તું જ્ઞાતા-દ્રષ્ટા છો. ભગવાનનો અર્થ ઈ છે કે તું જ્ઞાતા-દ્રષ્ટા છો ! “જ્ઞાતા-દ્રષ્ટા પોતાની પર્યાયમાં પણ કરવું એ પણ નથી ” આહા.... હા ! એને પણ જાણવું-જાણે એમ છે. પરની પર્યાય તો કરે ઈ ત્રણકાળમાં હોઈ શકે નહીં. આહા... હા ! અમે આ કર્યું, થોડું અમે આ કર્યું. આટલા સુધારા કર્યા... ને આટલી અમે વ્યવસ્થા કરી... ને અવ્યવસ્થા હતી તેની વ્યવસ્થા કરીને... દુકાને અમે હતા. આહા.... હા ! અમારે કુંવરજીભાઈને એટલો (ગર્વ) હતો મેં આ કર્યું મેં કર્યું. આ કર્યું આહાહાહા ! શું છે આ કીધું? આટલું બધું. હું કર્યુંને મેં કર્યું, બીજાને દુકાન નો” હાલી હોય નો” આવડી હોય... એ તો પુણ્યને લઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com