________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૪૯ સમુદાય તે દ્રવ્ય છે. આહા.... હા! આ તો, વીતરાગની કોલેજ છે બાપા! આ તો બીજી જાત, આખી દુનિયાથી બીજી જાત છે. આહા.... હા !
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે.” (અર્થાત્ ગુણપર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે.” એક જ વસ્તુ છે. આહા. હા! આ... આ શરીર છે. આ પરમાણુનું છે આ એક નથી, અનંત પરમાણુઓનો પિંડ–દળ છે. એમાં એકેક પરમાણુ, વર્ણગંધ-રસ-સ્પર્શ તેની શક્તિ નામ ગુણ છે. અને આમ થવું – અવસ્થા થવી (હાથ-પગનું હુલવું તથા બોલવું) એની પર્યાય છે, એ ગુણ ને પર્યાયો થઈને તે પરમાણુ છે. એમ દરેક પરમાણુ, પોતાના ગુણ ને પર્યાય થઈને દ્રવ્ય છે. એમ દરેક આત્મા, એની શક્તિ (ઓ) છે અને એની બદલતી અવસ્થા (ઓ) છે, એ શક્તિ ને અવસ્થાઓ થઈને એ (આન્મ) તત્ત્વ (દ્રવ્ય) છે. બીજો કોઈ એની અવસ્થા પલટાવી દે (એવું સ્વરૂપ નથી.) (આ સમજમાં બેસાડવું) આકરું કામ છે બાપુ! એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાંઈ કરી ધે એમ નથી. કેમ કે પ્રત્યેક દ્રવ્ય, પોતાના શક્તિવાળાં તત્ત્વ હોવાથી, તે શક્તિ (ઓ) ની બદલતી અવસ્થાવાળો હોવાથી, તે દ્રવ્ય જ છે. (એનું કામ ) બીજું દ્રવ્ય કાંઈ કરી શકે (એવું પરતંત્ર તત્ત્વ નથી.) તો આખો દિ' કરે છે ને આ બધા? દાકતર ઈજેકશન મૂકે, ફલાણું મૂકે, ઢીકડું મૂકે.. આહા.. હા.. હા ! આહા.. હા! આંહી તો મોટો દાકતર આવ્યો' તો, ઓલો મુંબઈમાં છે ને આંખનો. શું એનું હતું નામ? હું (શ્રોતાઓ) અશોકભાઈ (ઉત્તર) અશોકભાઈ નહીં. હું! મોટો નહીં આંખનો કહેવાય છે. (શ્રોતા ) ડોકટર ચીટનીસ (ઉત્તર) હા, ચીટનીસ. આવ્યા” તા. બે-ત્રણ વાર આવી ગ્યા મોટા દાકતર! વ્યાખ્યાનમાં બેઠા' તા. પણ આ ક્યાં અભ્યાસ! ન મળે, એકલી આખો દિ' ધૂળધાણી ! વેપારમાં ને ધંધામાં ને નોકરીમાં આખો દિ' ધંધા આડે પાપ! આમ થોડો વખત મળે ને સૂઈ જાય છે-સાત કલાક! કાં થોડો વખત રહે તો બાયડી-છોકરાં રાજી રાખવા માટે રહે પણ હું કોણ છું? શું આ ચીજ (આત્મા) છે? અને કેમ મારું આ પરિભ્રમણ મટતું નથી? ચોરાશીના અવતાર કરી-કરીને મરી ગ્યો છે!! આ (મનુષ્યનો) પહેલો અવતાર નથી કે આવા તો અનંત કર્યા. (વર્તમાન આ અવતાર છે તો) એના પહેલાં અવતાર, એના પહેલાં અવતાર, એના પહેલાં અવતાર એમ અનાદિથી અવતાર કરી આવ્યો અભ કરતાં કરતાં. ઈ આત્મા રખડે છે કેમ? ઈ કહે છે.
(કહે છે કે:) એના ગુણ અને પર્યાય, દ્રવ્યના આધારે છે. દ્રવ્યના છે. એની દષ્ટિ કરતો નથી તેથી પરિભ્રમણ કરે છે. આહા.. હા ! એની દૃષ્ટિ પરદ્રવ્ય પર જ છે. આનું થાય, આનાથી આનું થાય, આનાથી આનું થાય. ફલાણી દવા લગાડું તો આ થાય, એ બધું ખોટું પાડે છે અહીંયાં! આહા... હા! આહા.. હા! છે? (પાઠમાં) “તેઓ એક જ દ્રવ્ય છે – ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી. તેમનું એકદ્રવ્યપણું.” ઈ દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય કેમ કહે છે? “દ્રવતીત્તિ દ્રવ્ય” જેમ પાણીમાં તરંગ ઊઠે, એમ આ દ્રવ્યમાં પર્યાય-અવસ્થા થાય છે, જુઓ! આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ થાય છે એને દ્રવ્ય કહીએ, “દ્રવતીતિ દ્રવ્યમ્ ” દ્રવે, પર્યાય, પર્યાય-અવસ્થા પલટે, પર્યાય-અવસ્થા દ્રવે એને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com