________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૩ પલટતી એની પર્યાય છે. ઈ પર્યાય એટલે અવસ્થા. (ઈ) અવસ્થા ને ગુણ થઈને (આત્મા) દ્રવ્ય છે. પરને લઈને ઈ દ્રવ્ય છે એમ નથી. આહા... હા... હા! સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં હવે ? ભાષા તો સાદી છે. માલ (ભાવ) તો જે હોય તે હોય ને.. !
( કહે છે ) ( જેમ ) ક્રોડ રૂપિયાનો (માલ હોય) હિસાબ કરવા માટે કહે, તો (કિંમત) ચાર આના કહે. ઈ સહેલું કહેવાય ? આહા... ક્રોડના (માલને) ક્રોડપણે સમજે (એની કિંમત ) તો સમજાયું કહેવાય. એમ વસ્તુની સ્થિતિ, જે રીતે છે તે રીતે જ સમજવું તે ભાવ (કિંમત) છે. સહેલું કરીને ઊંધું કરીને સમજવું (ઊંધાઈ છે.) આહા... હા! અરે! અનંતકાળ થ્યા, ચોરાથી લાખ, અવતાર કરતાં કરતાં – કરતાં, પોતે આત્મા તો નિત્ય છે. કયા ભવે નથી? બધા ભવમાં ભમતાં-ભમતાં-ભમતાં, ભૂતકાળ માં ભવ.. ભવ.. ભવ.. ભવ.. ભવ.. ક્યાંય આદિ નથી. એવા અનંત ભવ કર્યાં છે, કાગડાના, કૂતરાના આહા...! આહા... હા!
-
( કહે છે કેઃ) વસ્તુ પોતે નિત્ય છે ને પર્યાય પલટે છે. વસ્તુ નિત્ય છે, તેની શક્તિઓ નિત્ય છે અને અવસ્થા તેની પલટે છે, ઈ તો છ એ દ્રવ્યનું સ્વરૂપ છે. છ દ્રવ્ય છે ઈ લાંબી વાત પડે તમને (એટલે વિસ્તાર કરતા નથી ). અત્યારે આપણે આત્મા ને પરમાણુ બે ને જ લઈએ છીએ. આહા... હા !
(અહીંયાં કહે છે કેઃ ) “ એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.” શું કીધું ઈ ? કેરીની લીલીની પીળી અવસ્થા થાય, પણ પરમાણુ તો ઈ ના ઈ જ છે. દ્રવ્ય બીજું, નથી શ્યું. એમ આ શરીરમાં બિલકુલ તાવ ન હતો. અને એમાં તાવની પર્યાય થાય, એથી તે દ્રવ્ય બીજું થઈ ગ્યું એમ નથી. (પરમાણુ શરીરના છે તેની) એ પૂર્વની ઠંડી પર્યાયનો વ્યય થઈ, ઊની પર્યાયનો ઉત્પાદ થઈ, અને દ્રવ્યપણેવસ્તુપણે કાયમ રહે છે. આહા... હા... હા! આવી ચીજ છે! કો' પટેલ ? આવો મારગ છે! આહા.. હા! ગમે તેટલી ભાષા સાદી કરે પણ એની મર્યાદામાં તે આવેને...! આહા...!
અહા... હા! આ જગતમાં જે દેખાય છે. ઈ છે ઈ દેખાય છે ને...? એક વાત. અને દેખનારો છે એ દેખે છે ને...? બે વાત. શું કીધું? લોજિકથી, કંઈ ન્યાયથી સમજવું પડશે ને... (એને) કે જે આ દેખાય છે ચીજો આ. તે છે કે નહીં? અસ્તિ છે કે નહીં? એની સત્તા છે કે નહીં? ઈ મૌજુદગી ચીજ છે કે નહીં? કે આકાશના ફૂલની પેઠે છે? ‘આકાશના ફૂલ ’ ન હોય. આ તો અસ્તિ છે. ઈ બધું અસ્તિ છે અને એનો જાણનારો આ છે. એને ખબર નથી એની (કે અમે આ પ્રમાણે છીએ.) આને (શરીરને ) ખબર નથી એની આ તો જડ છે માટી! ભાષા જડ છે એની એને ખબર નથી, શરીર જડ છે એને ખબર નથી (કે) હું જડ છું આહા...! જાણનાર એવો આત્મા, એ પણ ‘છે’ ને જણાય એવી ચીજ પણ છે. આહા... હા ! બે ય ચીજની અંદર જાણનારો આત્મા એક (છે.) એવા અનંત આત્માઓ છે. આહા... હા! જણાય એવા પદાર્થો અનંત, એ અનંત તત્ત્વો છે. ઈ અનંત તત્ત્વોને જાણનારો આત્મા. એની એક સમયમાં પર્યાય એટલે અવસ્થા જાણવાની થાય. પહેલી (પર્યાય ) થોડાને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com