________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૭ ઈ તો વૈષ કરે છે માટે. અણગમો કરે છે ને દ્વેષને લઈને દુઃખ છે. તાવને લઈને નહીં. અહા.... હા.. હા. તાવની તો જડની અવસ્થા છે. પણ એમાં અણગમો કરે છે. “ઠીક નથી આ’ એનું નામ વૈષ છે એનું નામ દુ:ખ છે. આહા.... હા !
આહા...! ધરમી જીવને આત્મજ્ઞાન ને દર્શન ને આનંદનું ભાન હોવાથી, એને ઈ શરીરમાં રોગાદિ હોવા છતાં, પોતાને આનંદ (સ્વરૂપ) માને ઈ આનંદનો અનુભવ કરે, એ જરી દુ:ખ થાય જરી પણ જાણે! આહા.... હા.. હા! બહુ ફેર! વસ્તુ વસ્તુનો!
અહીંયાં તો સવાયુમાળીશ વરસથી હાલે છે ભઈ ! ૯૧ ના ફાગણ વદ ત્રીજે આવ્યા છે અહીંયાં, ત્રણ વરસ બીજામાં રહયા. “સ્ટાર ઓફ ઈન્ડિયા” (નામનું) મકાન છે જંગલમાં. ત્રણ વરસ ત્યાં રહ્યા. બાકી આ સ્વાધ્યાય મંદિર ä. ૯૪ માં (સંવત – ૯૪) આહા.. હા! બાવીસ લાખ તો પુસ્તક બહાર પડ્યા છે. આંહીથી (સોનગઢથી ) વાંચન કરે છે જયપુર વગેરેમાં. નૈરોબી છે, આફ્રિકામાં છે, આ બધાય મંદિર બનાવે છે આફિકા. પૈસાવાળા છે કરોડોપતિ આઠ, બીજા પૈસાવાળા છે. આ જેઠ શુદ અગિયારસે પૂરું. મંદિર પંદર લાખનું તૈયાર કર્યું છે. હવે એ લોકોની માગણી છે, ત્યાં આવવાની. હવે થાય છે ખરું નેવું વરસ ધ્યાં. હવે દેખાવા લાગે પણ જાવું. માગણી છે એની. આહા... હા ! આ ચીજ! અરે... રે! સાંભળવા મળે નહીં, અને જે સાંભળવા મળે એ બધું ઊલટું મળે. અરે. ઈ સને કે દિ' પહોંચે ! સતનો સત્ તરીકે કે દિ' સ્વીકાર કરે? આહા... હા ! છે? (પાઠમાં )
(અહીંયા કહે છે કે, “પૂર્વ અને ઉત્તર ગુણપર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી એક જ દ્રવ્ય છે.” દ્રવ્યાંતર નથી. વસ્તુ એક જ છે. કેરીની (પર્યાય) લીલીની પીળી થઈ, અને એનો વર્ણ જે ગુણ છે. એ ગુણની અવસ્થા લીલી ને પીળી ઈ પર્યાય કહેવાય. અને અંદર વર્ણ છે ઈ ગુણ કહેવાય. ગુણ ને પર્યાય ને એવા અનંતા ગુણો અને એની અનંતી પર્યાયો, તે દ્રવ્ય-વસ્તુ છે તે તત્ત્વ છે. પરને લઈને નહીં. આહા.. હ! પર તત્ત્વને લઈને પર તત્ત્વના પર્યાયો નહીં, પરતત્ત્વને લઈને પરતત્ત્વના ગુણો નહી પરતત્ત્વને લઈને પરતત્ત્વનું દ્રવ્ય નહીં. આહા....હા! હવે આ કે દિ' ભેગા થાય? જે સાંભળવા મળે મુશ્કેલ! પકડવાનું મુશ્કેલ! દુનિયાને જાણીને છીએ ને ભઈ ! જાણતાં! છાસઠ વરસ તો દુકાન છોડ્યાને
ચ્યા છે. સડસઠ થ્યા સડસઠ દુકાન છોડયાને..! આહા....! દુકાન ઉપરેય હું તો શાસ્ત્રનો અભ્યાસ કરતો. નાની ઉંમરમાં, દુકાન પિતાજીની. અભ્યાસ બધો “દશવૈકાલિક સૂત્ર” બધાં વાંચેલા દુકાન ઉપર. ૬૪૬૫ની સાલ. “સમવાયાંગ' ૬૪-૬૫-૬૬ ( ની સાલમાં વાંચ્યું) એટલા વરસની વાત છે! આહા...હા !
(પણ) “આ તત્વ કંઈ અલૌક્કિ છે, એ તત્વ કહીએ (છીએ) એ તત્વ ક્યાંય એ પુસ્તકોમાં હતું નહીં. આહા. હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com