________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૯ આત્મા, તેનામાં જે કાયમના ગુણો છે – જાણવું – દેખવું – આનંદ એની વર્તમાન પર્યાય કોઈની વિકારી ને કોઈની અવિકારી થાય, એ પર્યાય ને ગુણ તે જ આત્મા છે. એવું આત્માનું અસ્તિત્વ, એના ગુણ-પર્યાયના અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ સત્તા, એ અસ્તિત્વ છોડીને પરની સત્તાના અસ્તિત્વમાં છે એમ કદી નથી. આહા. હા.... હા !
(અહીંયાં કહે છે કે:) “વળી જેમ પીતભાવે ઊપજતું, કેરી હરિભાવથી નષ્ટ થતું અને આમ્રફળપણે ટકતું હોવાથી.” આહા...! આમ્રફળ ટકે છે ને..! “આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. આમાં શું કહેવું છે? કે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય અને સિદ્ધ કરી ગયા છીએ. પણ આમાં ગુણ-પર્યાય છે ઈ દ્રવ્ય છે ઈ સિદ્ધ કરવું છે. ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય એક સમયમાં ઊપજે, વ્યય થાય ને ધ્રૌવ્યપણે રહે ઈ સાબિત કરી ગ્યા છીએ. પણ આ તો ગુણપર્યાય તે દ્રવ્ય સિદ્ધ કરવું છે. આહા... હા! ઓલા ત્રણ બોલ હતા (ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ) આ બે બોલ છે ( ગુણ ને પર્યાય). નવી અવસ્થા ઊપજે, પૂર્વની અવસ્થા જાય ને વસ્તુ તરીકે સદેશ-કાયમ રહે. ઈ ત્રણ થઈને દ્રવ્ય કીધું તું. અહીંયાં ગુણ, પર્યાય બે થઈને દ્રવ્ય કહે છે. આહા. હા! આ તો કોલેજ જુદી જાતની છે ભઈ ! દુનિયાની બધી ખબર નથી? દુનિયાના દશ-દશ હજાર માઈલ ફર્યા છીએ આખી હિન્દુસ્તાનના ત્રણ વાર. દશ-દશ હજાર માઈલ! બધા સમજવા જેવા છે!! આ..હા.હા...હા! આ તત્ત્વ જે અંદર છે. એમાં એની જે અવસ્થા થાય છે – દશાઓ, આ બધી જાણવાની-દેખવાની–માનવાની, અરે, રાગની ! એ બધી દશા ને ગુણ એ તત્ત્વ છે. એનું ઈ અસ્તિત્વ છે. ઈ અસ્તિત્વ (માં) પરને લઈને વિકાર થાય, પરને લઈને ગુણ ટકે, પરને લઈને આ દ્રવ્ય રહે એમ નથી. સમજાણું કાંઈ ? આહા... હા ! આવો ઉપદેશ કઈ જાતનો? ઓલું તો આમ કરો ! સેવા કરો! દવા અપો! ફલાણું (સેવાનું કામ ) કરો! આહા. હા! ભૂખ્યાને અનાજ અપો ! તરસ્યાને પાણી આપો! ખાલી જગ્યામાં ઓટલા ઉતારા ) બનાવો, બધા આરામ કરે ! આરે.. અહાહાહાહા! ભગવાન! સાંભળને પ્રભુ! તું કર, કર એમ કહે છે તંઈ સામી ચીજ એ છે કે નહીં ? સામી કોઈ ચીજ છે એને તું કરવા માગે છે નહીં? સામી ચીજ છે તો ઈ ચીજ એના ગુણ ને શક્તિ વિનાની છે કે ગુણ ને શક્તિવાળી છે? અને ગુણને શક્તિવાળી એ ચીજ હોય તો એનું પરિણમન એનાથી થાય છે કે તારાથી થાય છે? આહા.... હા! લોજિકથી છે વાત ન્યાયથી ( સિદ્ધ થયેલી છે.) પણ ઈ સમજવું જોઈએ એમાં (આળસ ન ચાલે!).
(અહીંયાં કહે છે કે, “આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, તેમ ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે ઊપજતું” જોયું? ગુણ-પર્યાય થઈને (દ્રવ્ય-સિદ્ધ ) કરવા છે ને? ઉત્તર અવસ્થાએ (એટલે) પછીની પર્યાય ગુણે ઊપજતું “પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું” ગુણ તો અવસ્થિત છે. “અનેદ્રવ્યત્વગુણે ટકતું હોવાથી” આહા... હા.... હા ! વસ્તુપણે ટકતું હોવાથી “દ્રવ્ય એકદ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.” લ્યો! આહા.. હા! મૂળ માથે (મથાળે) તો એમ કહ્યું. ગુણપર્યાય ઈ એકદ્રવ્યપર્યાયો છે. પહેલું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com