________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૫૮ અહીંયાં એમ કહયું કેઃ જેમ કેરી છે ઈ પરમાણુ છે રજકણ. એમાં વર્ણ, રસ, ગંઘ, સ્પર્શ, એના ગુણો છે. અને તેની લીલી ને પીળી અવસ્થા છે. તો ઈ લીલી, પીળી અવસ્થાથી ને એના ગુણોથી તેનું દ્રવ્ય જુદું નથી. અભિન્ન છે. એમ દરેક દ્રવ્યને ક્ષણે ક્ષણે થતી અવસ્થા અને તેના કાયમ રહેનારા ગુણ, તે ગુણ ને પર્યાય તે દ્રવ્ય છે. બીજા દ્રવ્યને લઈને એમાં પર્યાય પલટે છે, એમ નથી. સમજાય છે કે નહીં? આહા... હા! વાડામાં તો આ વ્રત પાળો, દયા કરો, અપવાસ કરો, ભક્તિ કરો, દેરાસર બનાવો, એમાં શું ધૂળમાં છે? (ધરમ કાંઈ ?)
આહા.... હા! આનું-આનું તાત્પર્ય ઈ છે કે જયારે એના, દરેક દ્રવ્યના ગુણપર્યાય તે દ્રવ્ય છે. તો તારો આત્મા જે છે તેના ગુણ ને પર્યાય તે આત્મા છે. તેથી તે આત્મા અખંડ છે તેના પર દષ્ટિ કર. કે જેથી તને બધાની સત્તાનો નકાર થશે, પોતાની પૂર્ણ સત્તાનો સ્વીકાર થશે. સ્વીકાર થતાં તને અતીન્દ્રિય આનંદ આવશે. આહા...હા..હા...હા! આ એનું તાત્પર્ય છે. એ.ઈ! આ કરવા સામે જોયું? પ્રશ્ન કર્યો” તો ને..! અહા...હા..હા! આહા..હા ! ભગવાન આત્મા, દ્રવ્ય છે – વસ્તુ છે. એમાં જ્ઞાન જાણવું-દેખવું આનંદ એના ગુણો છે, અનંત! અને તેમાં પર્યાય જે થાય છે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન આ થાય છે ને..! થોડું જ્ઞાન (હોય) પછી વધુ જ્ઞાન પલટે છે ઈ દશા, (તે) પર્યાય છે. તો પર્યાય (ને) ગુણ તે આત્મા છે. જયારે એમ છે તો એને બીજા દ્રવ્યો ઉપરથી દષ્ટિ હઠાવી દઈ, કારણ કે બીજાનું કરી શકતો નથી, બીજાના ગુણપર્યાય. તેના (તેનામાં) છે. આહા...હા....હા! કો’ ચીમનભાઈ ! વેપારમાં શું કરવું? આ હુશિયાર હોય એને ? હુશિયાર માણસ કહેવાય છે ને..! દશ હજારનો પગાર હુશિયાર ન કહેવાય? હુશિયાર જ હોય ને? રામજીભાઈનો દિકરો હુશિયાર લ્યો! આઠ હજારનો પગાર
લ્યો!! મહિને આઠ હજાર! રામજીભાઈનો દીકરો છે એક જ. મુંબઈમાં છે. “એસો” “એસો” છે ને કંપની. “એસો' કંપની નથી? “ઊડતો ઘોડો” એમાં નોકરી હતી પણ ઈ એસો બદલી ગઈ. નામ બીજું ફ્રી થઈ ગ્યું છે હવે. પહેલાં “એસો ” હતું. આઠ હજારનો પગાર છે માસિક હોં! એમાં કાંઈ નહીં, પંદર હજારનો પગાર હોય (એવા પણ) બહુ આવે છે. અહીંયાં. દલીચંદભાઈનો દીકરો નથી એક, પંદર હજારનો પગાર મહિને એકનો દશ હજારનો છે ને એકનો આઠ હજારનો છે. પગાર ધૂળમાં ય નથી ક્યાંય ! આહા.... હા ! એ રજકણે-રજકણ તે તેના ગુણ-પર્યાયથી છે. એને લઈને તું નથી ને તારે લઈને એ નથી. આહા.... હા.... હા ! આવું બેસવું કઠણ પડે! છે? (પાઠમાં) હવે બીજું વાંચીએ.
(અહીંયાં કહે છે કે, “એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.” શું કીધું ઈ ? કે દરેક પદાર્થમાં જે ગુણો છે, અને શક્તિ (ઓ) અને એની થતી અવસ્થા, એ દ્રવ્ય છે. તે દ્રવ્ય (એટલે) તે વસ્તુ છે. દ્રવ્યાંતર એટલે અનેરું દ્રવ્ય નથી. પલટી અવસ્થા એટલે એમ થઈ ગ્યું કે “આ' લીલીની પીળી ને, પીળીની કાળી ને, ઈ તો એની અવસ્થાઓ છે. ઈ કાંઈ અનેરું દ્રવ્ય નથી. એ દ્રવ્ય સ્વરૂપ જ છે. ઈ પદાર્થ ઈ સ્વરૂપ જ છે. આહા... હા! “અર્થાત્ તે તે ગુણપર્યાયો અને દ્રવ્ય એક જ દ્રવ્યરૂપ છે, ભિન્નભિન્ન દ્રવ્યો નથી.” આહા. હા! આ આત્મા, શરીર ને કે વાણીને અડયો ય નથી. ફકત એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com