________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૬૦ એનો અર્થ સ્વભાવ કર્યો છે. આ ઈ ઉત્પાદ-વ્યય પર્યાયમાં આવી. અને ગુણ આવ્યો ગુણમાં (ધ્રૌવ્યમાં ) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તે ગુણ-પર્યાય છે. ઉત્પાદવ્યયૌવ્ય દ્રવ્ય છે અમે ગુણ-પર્યાય ( પણ ) દ્રવ્ય છે એમ. આહા... હા ! “ દ્રવ્ય એક દ્રવ્યપર્યાય દ્વારા ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે.
“ ભાવાર્થ:- આના પહેલાંથી ગાથામાં દ્રવ્યપર્યાય દ્વારા (અનેક દ્રવ્યપર્યાય દ્વારા ) દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બતાવવામાં આવ્યાં હતાં.” આહા... હા... હા! બે પરમાણુથી માંડી અનંત પરમાણુ, ભેગાં થાય તેની ઈ પર્યાયને સમાનજાતીય દ્રવ્યપર્યાય અવસ્થા કહેવામાં આવે છે. અને આત્મા શરીર બેય ને (એકસાથે દેખવાથી) અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવામાં આવે છે. આ જાત જુદી ( આત્માની ) આની જાત જુદી (૫૨માણુની ) એને અસમાનજાતીય (દ્રવ્ય ) પર્યાય કહેવામાં આવે છે. આહા... હા! આ ભાષા કઈ જાતની... ને આહા...! છે ને ? ( પાઠમાં )
આ
“ભાવાર્થ:- આના પહેલાંની ગાથામાં દ્રવ્યપર્યાય દ્વારા (અનેક દ્રવ્યપર્યાય દ્વારા ) દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બતાવવામાં આવ્યાં હતાં. ગાથામાં ગુણપર્યાય દ્વારા. વાત અહીંયાં છે. સમજાણું? આહા... હા! ઓલામાં ત્રણ બોલ હતા ઉત્પાદ – વ્યયને ધ્રૌવ્ય. ઉત્પાદ ( એટલે ) નવીનવી અવસ્થા થાય છે દરેક પદાર્થમાં તે. (વ્યય એટલે ) પુરાણી અવસ્થા બદલે છે અને (ધ્રૌવ્ય એટલે ) રહે છે – ટકે છે. એ ત્રણે થઈને તત્ત્વ છે. અહીંયાં ગુણ-પર્યાયને લીધું. ગુણો તત્ત્વમાં દ્રવ્યમાં કાયમ રહેનારા, અને એની પરિણતિ જે થાય બદલીને ઈ પર્યાયને ગુણ, દ્રવ્ય છે. પહેલું ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય તે દ્રવ્ય કીધું' તું. અહીંયાં ગુણ ને પર્યાયને દ્રવ્ય કીધું છે. બે માં કાંઈ ફેર નથી. આ ગાથામાં ગુણપર્યાય દ્વા૨ા (એકદ્રવ્યપર્યાય દ્વારા) દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બતાવ્યાં છે.” લ્યો ! પહેલાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય (દ્રવ્ય ) બતાવ્યું આમાં ગુણ-પર્યાય (દ્રવ્ય ) બતાવ્યું. આહા... હા !
T
66
=
י
વિશેષ કહેશે.....
ॐ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com