________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ઉપર (શું કહે છે કે, આખો દિ' આ બધા કરે ને વેપાર-ધંધા! દુકાને બેસીને, આ વેચ્યું આ પાંચ રૂપિયા (માં) પચીસ (માં) પચાસ (માં) ઢીકણું ! બાપુ! તને ખબર નથી ભાઈ ! તું એક જ તત્ત્વ છો એમ નહીં બીજાં તત્ત્વ છે (જગતમાં) અને બીજા તત્ત્વો છે (ઈ) તેની શક્તિ ને ગુણોથી ખાલી નથી. (અથવા) બીજાં તત્ત્વો છે તે તેના ગુણો ને શક્તિી ખાલી નથી છતાં વર્તમાન તેનું બદલવું થાય છે, પરિણમે છે ઈ પરિણમે છે ઈ પર્યાય ને ગુણ ઈ દ્રવ્ય છે. બીજું દ્રવ્ય-આત્માનો એમાં ગુણ ને પર્યાય કરે એમ બની શકે નહિં. આકરી વાત બહુ! આહા... હા ! આખી દુનિયાની જુદી જાત છે ભઈ ! સંપ્રદાય માં જુદી જાત છે ભઈ ! સંપ્રદાયમાં હતાં ત્યારે આ ચાલતું નહીં ! આહા.. હા !
(અહીંયાં કહે છે કે ) કીધું? “પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત તે ગુણો” પર્યાય બદલે પણ ગુણો તો અવસ્થિત છે. “વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે.” પૂર્વની પર્યાય ને ઉત્તર પર્યાય, એમાં પોતાની સત્તા અનુભવતું (તે દ્રવ્ય) એક જ સત્તા છે. આહા... હા! “પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે અવિશિષ્ટસત્તાવાળું હોવાથી એક જે દ્રવ્ય છે.” આહા.. હા... હા! ઓલામાં પહેલું આવ્યું” તું ને ભાઈ ! પંચાણું ગાથા (માં) સપરિશ્વતસદાવેyપાધ્વયધુવત્તસંવઠું' અને પરિષ્યિત્તરદાવે દરેક પદાર્થ પોતાના, સ્વભાવથી અપરિચિત નામ જુદો નથી. દરેક વસ્તુ વસ્તુ છે. એમાં અંદરમાં તેની શક્તિઓ વસેલી છે. “વાસ્તુ' (એટલે ) વસ્તુ છે (લોકો ) વાસ્તુ લ્ય છે ઈ કોઈ પીપળામાં લેતા નથી મકાનમાં લ્ય છે. એમ વસ્તુ છે આ આત્મા ને પરમાણુ આદિ. તેમાં વાસ્તુ” એટલે વસ્તુમાં રહેલ અનંતાગુણો છે. આહા... હા.... હા ! એ ગુણોની વર્તમાન પરિણતિ તે પર્યાય છે. પર્યાય પરિ + આય (એટલે) સમસ્ત પ્રકારે પરિમણવું, બદલવું, રૂપાંતર થઈ જવું જેમ લીલારંગની પીળી કેરી થઈ ગઈ ને...! આહા... હા! એમ દરેક દ્રવ્યની એક અવસ્થાથી બીજી અવસ્થા થાય, તેમાં તો ગુણો અવસ્થિત રહે – (એ) ગુણો ને અવસ્થા તે દ્રવ્ય છે. આહા... હા!
બીજાનું કાંઈ કરી શકે નહીં એમ કહે છે. તેમ બીજાથી તારામાં કાંઈ થાય” ના પાડે છે” (સર્વજ્ઞભગવાન !) એ. ઇ? આ પ્લેન હલાવતા ને પ્લેન એમાં નોકર હતા પંદરસોનો પગાર, છોડી દીધી – નોકરી છોડી દીધી. મુંબઈ ગ્યા'તા ને અમે પ્લેન (માં) હારે આવતા. ટોપી પહેરીને હાલતાં ને જાણે! આહા.. હા! ધૂળમાં ય નથી કાંઈ ! આહા.... હા.... હા ! જે પૈસા છે ઈ કો'ક અતિ છે ને? અસ્તિ છે તો ઈ પૈસો એક-એક તત્ત્વ નથી. પૈસામાં આ તમારી શું કહેવાય ઈ (શ્રોતાઓ) નોટ, નોટ (ઉત્તર) હા, ઈ નોટ. અનંત પરમાણુની બનેલી છે. જેમ આ આંગળી અનંત પરમાણુની બનેલી છે. તે કાંઈ એક પરમાણુ નથી. (આ આંગળીના) કટકા કરતાં કરતાં કરતાં કરતાં જે છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ (છે.) તેને દ્રવ્ય કહે છે. એવા અનંત પરમાણુઓ એમાં (નોટમાં, હાથમાં) રહેલા છે. (અને વિશ્વમાં) એવા અનંતા (અનંતા) પરમાણુઓ છે.
એમ આ આત્મા જે આ અંદર છે. એમાં ગુણ-જ્ઞાન, દર્શન આદિ ગુણ છે. અને ક્ષણે-ક્ષણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com