________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
ગાથા - ૧૦૪
દ્રવ્ય કહીએ.
આહા...! બીજો, એની પર્યાયને પલટાવે, એવું ત્રણકાળમાં બનતું નથી. આવી વાત છે. આ હલે છે આ ( હાથ ) જુઓ! આ લે છે ઈ અવસ્થા છે. એમાં વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ ગુણ ૫૨માણુમાં છે. આ ૫૨માણુ તે એનો ધ૨ના૨ છે. આ તો (હાથ) અનંતા ૫૨માણુ છે. ઈ અનંતા ૫૨માણુમાં, એકેક ૫૨માણુમાં અનંતા ગુણ છે શક્તિઓ છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિગેરે... શક્તિ (ઓ) સમયે-સમયે પલટે છે. એ પલટવું ને ગુણો એ બધું થઈને તત્ત્વ-૫૨માણુ છે. એ પલટવું ને ગુણો થઈને બીજું દ્રવ્ય છે એમ નથી. આહા... હા! આવું છે! (તત્ત્વસ્વરૂપ!) શું થાય બાપુ! મારગ બહુ જુદો બાપા!
૩૫૦
( અહીંયાં કહે છે કેઃ ) “ આમ્રફળની માફક છે. તે આ પ્રમાણે ” દષ્ટાંત આપે છે. “તેમનું દ્રવ્યપણું આમ્રફળની માફક છે.” કેરી, કેરી ! જેમ આમ્રફળ પોતે જ તિભાવથી પીતભાવે પરિણમતું થકું ” દષ્ટાંત આપે છે. કેરી જે લીલાપણે રંગે છે. એ લીલો રંગ પલટીને પીળો થાય છે. (કેરી ) પાકે એટલે. “હરિતભાવથી પીતભાવે પરિણમતું થકું, પહેલાં અને પછી પ્રવર્તતા એવા હતિભાવ અને પીતભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે.” બે ય (અવસ્થા ) થઈને પોતાની સત્તા છે. લીલું અને પીળું એ એના પોતાની સત્તાથી, પરમાણુની સત્તા છે. આહા... હા ! “ પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, તિભાવ અને પીતભાવની સાથે અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી.” એકસત્તાવાળું છે. ખાસ એક સત્તા છે. ઈ તો અવસ્થા પલટી, (પણ) સત્તા એક જ છે. આહા... હા! આવી વાતું હવે ! આવું કઈ જાતનું ? (વસ્તુસ્વરૂપ!) મારગ એવો છે બાપુ, શું કહીએ ?
આહા... હા ! અહીંયાં તો બોંતેર વરસ થ્યાં નેવું થ્યાં નેવું. પણ આ વાત! બીજી જાતની બાપુ,
આ શાસ્ત્રોના અભ્યાસથી. અઢાર વરસની ઉંમરથી, કહીએ ? બહુ, પરિચય થોડો કરે શું?
,
અહીંયાં એક કહે છે કે જે તને દેખાય છે ને...! એ છે કે નહીં? (નિર્ણય કર.) તો ઈ જડ છે કે ચૈતન્ય છે? ત્યારે કહે કે અંદર જાણનાર છે ઈ ચૈતન્ય છે અને જણાય છે આ શરીર, વાણી, મન એ જડ છે. હવે ‘છે' ઈ સત્તા એની ‘છે' એનાથી તે સત્ત્વ, સત્તાથી જુદું નથી. તેની ‘સત્તા’ નામનો ગુણ છે. ‘ અસ્તિત્વ ’ નામનો ગુણ છે (એ) ગુણથી તત્ત્વ જુદું નથી. એ ત્રણેય થઈને એક સત્તા છે. આહા.. હા... હા! કો' સમજાય છે કે નહીં! આ તો પ્રવચનસાર’ વીતરાગની વાણી છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ ! આત્મા સર્વજ્ઞ થાય છે. ત્રણકાળ, ત્રણલોકને જાણે. ત્યારે જે વાણી નીકળે ઈચ્છા વિના, ઈ આ વાણી છે. આહા... હા ! પણ એને અભ્યાસ નહીં ને... (જરી કઠણ લાગે !)
એ કહે છે ( અહીંયાં ) “ હરિતભાવ અને પીતભાવ સાથે અવિશિષ્ટ સત્તાવાળું ” Please inform us of any errors on rajesh@Atma Dharma.com