________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૪
પ્રવચનસાર પ્રવચનો ૩૪૮ છે. અને તેની વર્તમાન હાલત-બદલવું (એ) તેની પર્યાય છે. એ ગુણ અને પર્યાય તે દ્રવ્ય છે. ગુણ ને પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. આહા. હા ! આકરું-આકરું કામ છે બાપુ આ તો! આ તો વીતરાગની કોલેજ છે. કેટલો” ક અભ્યાસ હોય તો સમજાય આ તો! અત્યારે આ ચાલતું નથી બધી ગરબડ-ગરબડ (ગોટા ઊઠયા છે.)
(અહીંયાં કહે છે કે ) ગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે.” સમજાણું આમાં? આત્મા વસ્તુ છે, આ તો (શરીર) તો જડ છે માટી. વાણી જડ છે, ધૂળ, અંદર આત્મા જે ચૈતન્યસ્વરૂપ છે” - જાણનાર છે, એનામાં જાણવું-દેખવું-આનંદ આદિ ગુણ છે. એ ગુણની વર્તમાન અવસ્થા, જે ક્ષણે જે અવસ્થા રૂપાંતર થાય, તે અવસ્થા ને તે ગુણ (એટલે ) અવસ્થાઓ ને ગુણો તે દ્રવ્ય છે. તે (આત્મ) વસ્તુ છે. એના ગુણ અને એની વર્તમાન અવસ્થા તેના દ્રવ્યથી જુદા નથી. આ રે... આ આકરું કામ! એટલે બીજું દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે એમ નથી ત્રણકાળમાં. આહા.. હા! “ગુણપર્યાયો એકદ્રવ્યપર્યાયો છે.” એટલા શબ્દો નો એ અર્થ છે. આ તો સિદ્ધાંત છે !!
(અહીંયાં કહે છે કે“કારણ કે ગુણપર્યાયોને એકદ્રવ્યપણું છે.” ગુણ જે આત્મા (ના) જ્ઞાન-દર્શન-આનંદ, એની થતી દશાઓ એ બધું દ્રવ્ય છે. આત્મા–વસ્તુ છે. બે, ગુણપર્યાયો થઈને આત્મવસ્તુ છે. (તેમ) પરમાણુમાં પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (આદિ ગુણો ) અને આ એની અવસ્થાઓ, પરમાણુની અવસ્થા (એ બે થઈને પરમાણુ દ્રવ્ય છે.) આ લૂઆની અવસ્થા છે અત્યારે, ઈ પરમાણુ છે એની અવસ્થા છે. પહેલી એની અવસ્થા લોટપણે હતી, (પછી) રોટલીપણે (થઈ ) એના પહેલાં લોટપણે, એના પહેલાં ઘઉં-પણે, એનાં પહેલાં કાંકરાપણે (એ) પલટતાં-પલટતાંપલટતાં, અવસ્થા પલટે ઈ અવસ્થા (પર્યાય) કહેવાય. અને એમાં કાયમ રહેલી શક્તિ (ઓ) છે આમાં (પરમાણુમાં ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (આદિ) એ ગુણો છે અને એ ગુણો ને પર્યાયનો સમુદાય તે દ્રવ્ય-વસ્તુ છે. ત્રણ થઈને વસ્તુ છે. આહા...! આકરું કામ છે. બાપુ! અભ્યાસ અત્યારે મૂળ તત્ત્વનો અભ્યાસ આખો વયો ગ્યો. (ચાલ્યો ગયો.) ઉપરની વાતું કરે. એક તો નવરો ન થાય ધંધા આડે! પોતાના પાપના ધંધા, ભલે પછી પાંચલાખ-દશલાખ પેદા કરતો હોય. આહા... હા!
(કહે છે, “આ' આત્મા અંદર વસ્તુ છે. તે ગુણપર્યાયરૂપ દ્રવ્ય છે. એ શરીરપણે નથી, વાણીપણે નથી, ખરેખર તો પુણ્ય-પાપના વિકાર પરિણામ વર્તમાનપર્યાય છે, એ પર્યાયને ત્રિકાળી ગુણ થઈને દ્રવ્ય કહેવાય છે. સમજાય છે કાંઈ ? સમજાય છે કે નહીં? શું કહે છે? અ.. હા... હા! એમ કહે છે પ્રભુ! કે કોઈ પણ તત્ત્વ છે – આત્મા, પરમાણુ આ જડ (શરીર) એ વસ્તુ છે. અંદર દ્રવ્ય (આત્મા) (અથવા) દ્રવ્ય એટલે પદાર્થ ! એ પદાર્થ શક્તિ વિનાનો ન હોય. “શક્તિવાન' છે એ પદાર્થ ને શક્તિ (સ્વભાવ છે.) પદાર્થ “સ્વભાવવાન” છે એ સ્વભાવ વિના ન હોય. (એ) સ્વભાવને ગુણ કહેવામાં આવે છે. અને તેની થતી હાલત-પર્યાય તેને અવસ્થા કહે છે. એ ગુણને પર્યાયનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com