________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૯ આહા..હા! “વળી જેમ એક મનુષ્યત્વ સ્વરૂપ.” મનુષ્યની પર્યાય, યોગ્યતા “અસમાન જાતીય દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે.” આહાહા....હા! એક મનુષ્યત્વસ્વરૂપ અસમાનજાતીય, કારણકે મનુષ્યનો આત્મા ને શરીર બે જુદી જાત છે, એક જાત નથી. અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. આહા.... હા ! થોડી ભાષામાં પણ કેટલું સમાડયું !“અને બીજો દેવત્વસ્વરૂપ (અસમાનજાતીય દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે.” શું કહે છે? અહીંયાં જે છે એ આત્માને દેહ ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય ) છે. એક જાત નથી. અને આનો વ્યય થશે. અને દેવમાં જશે, ત્યારે દેવની પર્યાય ઉત્પન્ન થશે, ઈ પણ અસમાનજાતીય ને ભેગાં (એટલે, દેવનું શરીરને આત્મા ભેગાં) અહીંયા મનુષ્યમાં છે ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) વિનષ્ટ થશે. અને આત્મા તો અંદર કાયમ છે. આત્મા આમ થાય એમ છે? ( સમાનજાતીય) પરમાણુમાં તો સમાનજાતીય – કારણ પરમાણુ-પરમાણુનો સ્કંધ થાય છે. આહા... હા !
(કહે છે કે ) અહીંયાંથી મનુષ્યનો આત્મા, દેવમાં જાય. તો કહે છે કે એની (મનુષ્યની) પર્યાય વિનષ્ટ થઈને (દેવની) નવી પર્યાય ઉત્પન્ન કરી. કર્મથી નહીં. કર્મને લઈને અહીંયાંથી દેવલોકમાં જાય એમ નહીં, દેવલોક કેમ નાખ્યું કે મુનિ હોય તે દેવલોકમાં જવાના! પંચમ આરાના મુનિ છે, આહા. હા! સ્વર્ગમાં જવાના, એટલે એને કહ્યું કે મનુષ્યપણું આ છે તે અસમાનજાતીય છે. આત્મા જાત જુદી છે ને જડની જાત જુદી છે. એટલે બે ય અસમાન છે બે ય સરખાં નથી. ઈ અસમાન (જાતીય) મનુષ્ય પર્યાયનો નાશ થઈ, અસમાનજાતીય દેવપર્યાયની ઉત્પત્તિ થશે. અને એમાં પરમાણુને આત્મ છે એ તો કાયમ રહેનારાં છે. પર્યાયમાં વિનષ્ટ ને ઉત્પન્ન છે. એ વિનષ્ટ ને ઉત્પન્ન કર્મને લઈને પણ થાય એમ નહીં. મનુષ્યની ગતિ અહીં પૂરી થઈ ગઈ, એ કર્મને લઈને પૂરી થઈ એમ નહીં. એ જીવને પુદ્ગલની એ જ પર્યાય તે તે તેટલી ત્યાં રહેવાની હતી. આહાહાહા ! (શ્રોતા ) થોડો' ક ટાઈમ જીવ રોકાઈ જાય એમ તો કહે છે.. (ઉત્તર) એ બધી વાતું. ઓલી નાથ, નાથ આવે છે ને... બળદને નહીં (નાકમાં નાથે છે) નાથ! અહીંયાં કહે છે કે કોઈને લઈ જાય ત્રણકાળમાં એમ બનતું નથી. આહાહા ! એ નાથ છે તે (બળદના) નાકને અડી નથી. જુદી જાત છે ભાઈ ! આહાહા! અનંતકાળથી રખડે છે. દુઃખી ચોરાશીના અવતાર! સને સમજ્યા વિના! વિપરીત સમજે ને વિપરીત માને (તેઓ બધા) રખડી મરશે. આહા...હા...હા!
(અહીંયાં કહે છે કે:) “અને બીજો દેવત્વસ્વરૂપ ઉત્પન્ન થાય છે પરંતુ તે જીવને પુદ્ગલ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.” જીવ તો જીવ તરીકે રહે છે. જીવ તો મનુષ્યપર્યાય (પણે ) હતો એ દેવપર્યાય (પણે ) થ્યો. પરમાણુની જેમ આ દેહની મનુષ્ય (શરીર રૂપની) પર્યાયપણે હતા, એ પર્યાય બીજી થઈ ગઈ. (પણ પરમાણુ તો કાયમ રહ્યા જ છે.) આહા...હા! આ... ગજબ વાત છે !! તે તે સમયે થાય, અને તે તે સમયે ઉત્પન્નને વિનષ્ટ સમાનજાતીય (દ્રવ્યપર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com