________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૪૩
અરે.... રે! આવી વાતો ભારે આ તો! અને એને માનનારા ય મળે !! જૂઠા અનાદિથી જૂઠું સેવ્યું છે તે જૂઠાને મળે ને! આહા.... હા! ઈ કરમને લઈને થાય એમ ઈ કહે છે. ઈ તો ચર્ચા થઈને જેઠાભાઈ હારે. ખેડાવાળા જેઠાભાઈ ! શ્વેતાંબર (હતા) પહેલા આંહી (નો) પરિચય, આવ્યા અમરેલી. રુચે નહીં, ગોઠે નહી, એકદમ અજાણી વાત! પછી એને પરિચય કરતાં લાગ્યું કે વાત કંઈક બીજી લાગે છે. પછી એ લોકોમાં પ્રશ્ન મૂક્યા પચાસ. આનો ઉત્તર આપો જો ઠીક પડે તો આમાંથી નહીં નીકળું, ઉત્તર ક્યાંયથી મળ્યો નહીં સરખો, છેવટે રામવિજયજી કહે કે મારી હારે ચર્ચા કરો. પછી કહ્યું કે ચર્ચા કરીએ. પણ પહેલી કબૂલાત કરો. રામવિજયજી કહે “કર્મથી વિકાર થાય' પહેલી કબૂલાત કરો. આ કહે મારે માન્ય નથી.
(કહે છે કે ) વિકારી પર્યાય છે ઈ તો જીવની, જીવમાં અસ્તિત્વને લઈને થાય છે. આહા.. હા.... હા! કર્મની પર્યાય છે ઈ કર્મમાં કર્મને લઈને થાય છે. જ્ઞાનાવરણીયની પર્યાય થાય છે ઈ કર્મની - પરમાણુની પર્યાય, પહેલી હતી એનો વ્યય થઈને કર્મરૂપે થઈ, એને આત્માને લઈને આત્માએ રાગદ્વેપ કર્યો, માટે તે જ્ઞાનાવરણીયની પર્યાય થઈ એમ નથી. માળું સારું! આમાં કેટલો' ક ફેરફાર કરવો? મીઠાલાલજી! આ તો બધું ગાડું કહેવાય એવું છે. આહ...હા! હા ! આજ આવ્યા? સંસારના ડાહ્યા તે ગાંડા કહે એવું છે! આહા... હા! ભાઈ, મારગ જુદો બાપા! કેમ કે અનંત આત્માઓ ને અનંત પરમાણુ છે. તે અનંતપણે ક્યારે રહી શકે? તે તે કાળના, પોતાના પરિણામમાં, પોતે રહે તો રહે પણ બીજાઓને પરિણાવી ધે અને બીજા આને પરિણાવી (તો તો) અનંત-અનંત, પૃથક પૃથકપણે નહીં રહે. આહા... હા! હું! આહા..વીતરાગ મારગ અલૌકિક છે. બાપુ! એવું ક્યાંય છે નહીં. પરમેશ્વર સિવાય આ વાત કોઈ ઠેકાણે છે નહીં. વાડામાં નથી અત્યારે, વાડાવાળાઓએ તો ઊંધું માર્યું! દયા પાળો.. ને વ્રત કરોને.... અપવાસ કરો... ને ભક્તિ કરો.... ને પૂજા કરો. આહા... હા!
(કહે છે) અહીંયાં તો પરમાત્માની પૂજા કરતાં, વાણી જે બોલાય તે પર્યાયની ઉત્પત્તિ ભાષા (વર્ગણા) થી થઈ છે. “સ્વાહા' એ ભાષાની પર્યાય થઈ છે આત્મથી નહીં. અને ચોખા ચડાવ્યા આમ ભગવાનને, અર્ણ ચડાવે છે આંગળીથી નહીં ને આત્માથી નહીં. આહા... હા! ચોખાથી પર્યાય, તે રીતે પૂર્વની પર્યાયનો વ્યય થઈ ત્યાં ગયા ચોખા ઈ ઉતપાદને ચોખાના પરમાણુ કાયમ (ધ્રુવ ) છે. ચોખાના પરમાણુની પર્યાયથી એ ચોખા ગયા છે આત્માએ આમ મૂકયા માટે ગયા છે એમ નથી. આરે આવી વાતું હવે! કાને તો પડે! કે કાંઈક છે કાંઈક વાત આ છે એમ થાયને માણસને. આવું અત્યાર સુધી માનીએ છીએ એના કરતાં કાંઈક બીજી વાત છે બાપુ !
(અહીંયા કહે છે કે:) “તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ અસમાનજાતીય દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.” આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com