________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૪૦ કે અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) પોતાને કારણે થાય છે. આહા... હા.... હા... હા! આવી વાત છે! ભઈ, અંતરંગનું કારણ આવ્યું નહોતું કાલ! “અંતરંગ-બહિરંગ કારણ આવ્યું તું કે નહીં? (શ્રોતા ) સમયસારમાં (ઉત્તર) હું, સમયસારમાં? એ આમાં - આમાં આવ્યું તું નહીં! પ્રવચનસારમાં. એ આ રહ્યું લ્યો! આ પ્રવચનસાર જુઓ! (ગાથા-૧૦૨ ટીકામાં વચ્ચે છે) “તેમ અંતરંગ અને બહિરંગ સાધનો વડે કરવામાં આવતા સંસ્કારની હાજરીમાં,’ (જે ઉત્તરપર્યાયની જન્મક્ષણ હોય છે, તે જ પૂર્વપર્યાયની નાશક્ષણ હોય છે અને તે જે બન્ને કોટિમાં રહેલા દ્રવ્યપણાની સ્થિતિક્ષણ હોય છે ). છે? અંતરંગ ઈ. (કાર્ય થાય ત્યારે) ઈ તો બહિરંગ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવ્યું (છે.) પણ નિમિત્તથી કંઈ પણ એમાં થાય, એની પર્યાય, એનો ઉત્પાદ થાય ને સ્કંધ થાય, નિમિત્ત આવીને (એ કાર્ય કર્યું એમ નથી). કુહાડો આવ્યો, કુહાડો ! એનાથી આમ લાકડાને માર્યો, માટે એનો કટકો ( ફાડો ) થ્યો. કહે છે કે લાકડાને કુહાડો અડયો જ નથી. ફકત ઈ લાકડાની જે અવસ્થા પહેલી હતી, ઈ નાશ થઈને બીજી (ફાડાની) અવસ્થા થઈ, ઈ પોતાને કારણે થઈ છે. (કુહાડાને કારણે નથી થઈ ) ગાંડા કહે એવું છે! પાગલ જેવી વાતું લાગે! આવી તે કેવી રીતે? (વસ્તુસ્વરૂપની) (શ્રોતા:) “પરમાત્મપ્રકાશ' માં એમ જ કહે છે..! (ઉત્તર) કહે છે ને “પરમાત્મપ્રકાશ” માં “પાગલ લોકો ધરમીને પણ પાગલ કહે એવી આ ચીજ (વસ્તુસ્વરૂપ) છે! આહા.... હા !
(કહે છે કે:) લ્યો, (આત્મા) કાંઈ કરી શકતો નથી, કરી શકતો નથી. (અમે) કાંઈ કરી શકતા નથી તો પ્રરૂપણા શું કામ કરો છો ? પણ કોણ કરે (પ્રરૂપણા) બાપુ! ઈ ભાષા જે કારણે આવવાની હોય ઈ તે ત્યાં આવે. આહા.. હા ! એ આત્માનું કર્તવ્ય નથી બાપા! તને ખબર નથી ! આહા હા હા! ભાષા છે તે અનંત પરમાણુ નો સમાનજાતીય (દ્રવ્યપર્યાય) સ્કંધ છે. ( વળી) ભાષા અનંત પરમાણુનો સમાનજાતીય સ્કંધ છે. એ સ્કંધ પહેલાં, પહેલી જે વર્ગણાપર્યાય હતી, એનો વ્યય થઈને ભાષાપણે (પર્યાય) થઈ, પરમાણુઓ કાયમ રહ્યા. ઈ આત્માએ ભાષા કરી છે કે આ જીભ હલાવે છે આત્મા, એ વાતમાં કાંઈ માલ નથી. (એટલે કે તે વાત ખોટી છે.) હવે ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ ! ચાવી-ચાવીને ખાવું! પેટમાં કાંઈ દાંત નથી. એમ નથી કહેતા? (કહે છે ને...) ચાવી-ચાવીને ખાવું! પેટમાં કાંઈ દાંત નથી. ( વળી એમ કહે). (અહીંયાં કહે છે કે ) કોણ ચાવે? અરે પ્રભુ! ગજબ વાત છે!! એ એ (મોઢામાં) દાંત જે હુલે છે (ખાતી વખતે). સ્થિર હતાં એનું હલવું-પહેલી પર્યાયનો વ્યય થ્યો અને હલવાની પર્યાયનો ઉત્પાદ થ્યો, દાંત રહ્યા કારણ કે એ પરમાણુથી થ્યા છે. આત્માથી નહીં, જીભથી નહીં. આહા.... હા! ભગવાનથી નહીં. આ તો સિદ્ધાંત છે ને એક !! ભગવાન પરમાત્મા, ત્રિલોકનાથ તીર્થંકરદેવ બિરાજે છે, મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં કુંદકુંદ આચાર્ય ગ્યા” તા. આઠ દિ' રહ્યા” તા. એ ન્યાંથી આવીને આ.. શાસ્ત્રની રચના કરી. (શ્રોતા:) આ દિવ્યજ્ઞાન ત્યાંથી લાવ્યા...! (ઉત્તર) હા... હા... આવી વાત! જૂના પંડિતો તો એમ કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને તો તે દિગંબર જૈન નથી. ન કરે એમ માને છે, કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com