________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૬ દાળ-ભાત રોટલી (ના) કટકાના, સમાનજાતીય પાર્યયો છે. દાળ-ભાત, રોટલી છે (ભોજનમાં) સામે, રોટલીપણે ઘણાં પરમાણુઓ સમાનજાતીય (દ્રવ્યપર્યાય) છે. હવે એ રોટલીનું બટકું થયું. તો (આખી રોટલીની) પર્યાયનો વ્યય થયો, નવી બટકાની (કટકાની) પર્યાય ઉત્પન્ન થઈ, પરમાણુ કાયમ રહ્યા. ઈ કોને લઈને બટકું કર્યું, એને (હાથ ને દાંત) ને લઈને નહીં, પુદ્ગલને લઈને ઈ (બટકાની પર્યાય થઈ છે.) આ.... રે! આવી વાતું! વાણિયાને નવરાશ ન મળે ને આવી વાતું એને (સમજવી) ઝીણી ! આહા... હા! (શ્રોતા ) ગરજ હશે તે આવશે સમજવા....! (ઉત્તર) જેને ગરજ હશે ઈ આવશે, વાત સાચી. આવી વાત ક્યાં (છે.)? આહા.... હા.... હા !
(કહે છે કે, આ કપડું છે. જુઓ ! આમ છે ને... અત્યારે અવસ્થા આવી છે. ઈ પછી આમ થાય. એમાં પહેલી અસ્થાનો વ્યય થાય, બીજી (નવી) અવસ્થા ઉત્પન્ન થાય, અને (કપડાંના) પરમાણુ કાયમ રહે. આંગળીથી એ વસ્ત્ર આમ ઊંચું થયું એમ નહીં. (શ્રોતા:) આંગળીથી નહીં પણ એની મદદથી...! (ઉત્તર) આંગળીથી નહીં, પણ એ (કપડાંના) અનંત પરમાણુ (ની પર્યાયપણે (પોતાથી) ઊંચા થયા. આહા... હા ! આમ છે ભગવાન! શું આ તો વાતું! જગતથી જુદી છે! તીર્થંકરદેવ! ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ! જેણે એકસમયમાં ત્રણ કાળ, ત્રણ લોક જોયાં, એ પ્રભુની વાણીમાં આ (વસ્તુસ્વરૂપ) આવ્યું!
આહા.. હા! જેમ ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય, ચાર (પરમાણુપર્યાય) નો ઉત્પાદ ને પરમાણુપણું કાયમ (રહે છે.) એમ અનંતા પરમાણુઓનો એ કોથળો – શું કહેવાય. આ? કાગળ, લાકડી, આ નાક, જીભ એ અનંતપરમાણુની પર્યાય છે ઈ સમાનજાતીય (છે.) સરખી છે ને... બધાની ! છે ને પરમાણુ – પરમાણુમાં. ઈ જે સમયે ઉત્પન્ન થઈ એ સમયે તે અનંત પરમાણુની પર્યાય છે. બીજે સમયે અનંત પરમાણુમાંથી કેટલાક પરમાણુ નીકળી ગ્યા. તો એ પરમાણુની (નવી) પર્યાય ઉત્પન્ન થઈને પરમાણુ કાયમ રહ્યા. ઈ કાઢી નાખ્યા પોતે (સ્કંધમાંથી) એમ નહીં. રોટલી (કોઈ) ખાય છે. અને કાંકરી આવીને આમ (કોળિયો) કાઢી નાખ્યો, ઈ આત્માથી ચ્યું નથી એમ કહે છે. (શ્રોતા:) પણ ઈ કાંકરીવાળો કોળિયો કાઢયોને એણે. (ઉત્તર) કાઢયા. (કાઢયા!) એ... મીઠાલાલજી! આવી વાતું છે! ગાંડી-વેલી જેવી વાતું છે! દુનિયા પાગલ, કાંઈ ખબર ન મળે (વસ્તુતત્ત્વની) ક્યાં જાઈએ છીએ ને શું કરીએ છીએ! (ભાન ન મળે કાંઈ !) પાંચ હજારનો પગાર હોય મહિને પણ ભાન ન મળે કાંઈ ! આહા.... હા!
અહીંયાં પરમાત્મા ત્રણ અણુને ચાર અણુનો દાખલો આપીને.... આહા.. હા! બધા દ્રવ્યો, કીધા ને બધા! જોયું? (બધાની વાત કરે છે.) “તેમ બધાય સમાન જાતીય.” બધામાં જેટલા અનંત છે. બધા (પુદ્ગલો) આહા... હા! “તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ સમાન જાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે.” અવિનષ્ટ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com