________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૪ પહોળી) તો એની પર્યાય થઈ બે યની એક. એક (પહેલી) પર્યાયનો વિનષ્ટ થ્યો, અને બે (બીજી) પર્યાયની ઉત્પત્તિ થઈ, એ પરમાણુ છે તો ઈ ઉત્પન્ન થ્ય ને વિનષ્ટ ચ્યું છે. આત્માથી નહીં. આહા... હા! આ તો દાખલો આપ્યો (એની) ત્રણ પરમાણુ સમાન જાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે અને બીજો ચાર (અણુક) સમાનજાતીયનો ઉત્પન્ન થાય છે. પરંતુ તે ત્રણ કે ચાર પુગલો – પરમાણુઓ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે. પરમાણુ કાંઈ નાશ થતા નથી, એની પર્યાયનો વિનષ્ટ કે ઉત્પાદ થાય છે. આહા. હા! આવું ઝીણું ! (વીતરાગી તત્ત્વ.)
(કહે છે) એક શેરડીનો કટકો છે શેરડીનો કટકો. હવે કહે છે કે ઈ શેરડીની જે પર્યાય છે, એને આ જયારે ઘસાણી (પીલાણી) ત્યારે રસ (નીકળીને) પર્યાય બદલાઈ ગઈ. નવી પર્યાય થઈ. ઈ પર્યાય-પરમાણુની શેરડીથી થઈ છે, સંચાથી નહીં. આવું કોણ માને? આહા.... હા ! શું કહ્યું? શેરડીનો રસ જે નીકળ્યો, એ સંચાથી (ચિચોડાથી) નીકળ્યો નથી. એ રસની પર્યાય, એ શેરડીના સાંઢાપણે હતી, એ પર્યાયનો વ્યય થઈ અને રસની પર્યાય ઉત્પન્ન થઈ, પરમાણુ તો એમ કાયમ (ધ્રુવ) રહ્યા. (શ્રોતા:) ચિચોડામાં નાખે ને શેરડીને... (ઉત્તર) કોણ ચિચોડામાં નાખે ! આહા... હા.. હા! આવું કામ છે બાપુ! આકરું કામ છે (ગળે ઊતારવું) વીતરાગ સર્વજ્ઞદેવ! અત્યારે બધું ગોટા હાલ્યા, પરની દયા પાળોને..! પણ પરના પરમાણુઓ છે એનાં – શરીરનાં, અને એનો આત્મા છે (જોડે) ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય છે) આમાં આવશે. હવે ઈ તો જે સમયે એનું મનુષ્યનું શરીર છે. અને (ડ) આત્મા. હવે ઈ સમયે એનો જે પર્યાય – અસમાનજાતીય છે – તેથી ઈ પર્યાય છે. હવે બીજે સમયે, પહેલી પર્યાયનો વ્યય થાય, ઈ પર્યાય ઉત્પન્ન થાય, અને પરમાણુને આત્મા તો કાયમ રહે. આહા... હા! આવી વાત છે. આ તો સિદ્ધાંત છે. પછી એમાંથી કૂચીમાં (કૂંચીરૂપ) દાખલા આપે! (શ્રોતા:) ધરમ કરવા માટે આ બધું સમજવું પડે? (ઉત્તર) પણ ધરમ સત્ય કરવો છે કે નહીં. તો વસ્તુની સત્યતા કઈ રીતે છે! સત્યથી ધરમ થાય કે અસત્યથી ધરમ થાય ? તો વસ્તુનું સ્વરૂપ સત્ય કઈ રીતે છે? એની ખબરું વિના, એને ધરમ થાય ક્યાંથી? આહા..પરનું અભિમાન કરે ને મેં આ કર્યું ને આમ કર્યું આખો દિ' સવારથી સાંજ ધંધામાં મશગૂલ, બાયડીછોકરાંવને રાજી રાખવામાં મશગૂલ! આહા... હા! અને ખાવા વખતે આહાર ને પાણી (સ્વાદિષ્ટ) આવ્યા હોય તે આમ તૃતિ.... તૃતિ.. કહે (ઓડકાર ખાઈને) ઓ. ઓ. ઓ. આહા.... હા !
(કહે છે) (શ્રોતા ) (આજે) જાણે સોનાનો સૂરજ ઊગ્યો..! (ઉત્તર) ધૂળે ય નથી સોનાનો સૂરજ. પાપનો સૂરજ (ઊગ્યો છે, ત્યાં. મેં કહ્યું. કર્યું (કર્તાપણાનું ઝેર!) આહા.... હા! (કર્તાભાવ ટાળવો) આકરું કામ ભાઈ ! વીતરાગ પરમેશ્વર! ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં! એમની આ વાણી છે. 'આહાહા.હા ! આકરી વાત છે.
(કહે છે કેઃ) આ ચશ્મા છે ને...! (જુઓ,) ચશ્માની જે પર્યાય છે જુઓ. આ (દાંડી હલવાની)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com