________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩ર (દ્રવ્યપર્યાય) પરમાણુ છે. જુઓ! આ આંગળી છે. એ સમાનજાતીય (દ્રવ્યપર્યાય છે) રજકણે રદકણ (નો સ્કંધ) અને ઈ સમાનજાતીયની જે આ પર્યાય થાય, ઈ એનાથી તેને કાળે થાય. આત્મા તેને કરી શકે નહીં. આહા..! આત્મા આંગળી હુલાવી (ચલાવી) શકે નહીં. તત્ત્વ એવું છે બાપુ! આહા.. હા ! વીતરાગ સર્વજ્ઞદેવ! પરમેશ્વર ત્રિલોકનાથ ! એમણે જે જોયું એવું કહ્યું, અને તેને અંતર આહા.... હા.... હા! (ગ્રહણ કર.) ઓલામાં – ‘નિયમસાર' માં એક શબ્દ છે. ટીકા, ભાઈ ! એ કરી (છે) ને..! “પદ્મપ્રભમલધારિદેવે '! “સકલ સમૂહના હિતકારી ” માટે આ કહ્યું છે, એવા શબ્દો છે. સકલ ભવ્યજીવ હોં? લાયક (જીવ), અભવ્ય નહીં. આહા... હા ! (વળી) સકલ ભવ્યજીવોના સમૂહું એના હિતકારી માટે આ શાસ્ત્ર છે. નિયમસારમાં છે. નિયમસાર છે ને...? (છે અહીંયાં) નિયમસાર ? જુઓ ! શાસ્ત્રમાં! ત્યાં (એ ગાથામાં) એવા શબ્દો છે. (શ્રોતા:) દિગંબરો તો કહે છે એમાં એમ ક્યાં કહ્યું છે એમાં તો કહ્યું છે' એ મારા માટે કર્યું છે.' (ઉત્તર) એ પોતે કહ્યું છે. કુંદકુંદાચાર્યે તો (મૂળ) પાઠ કર્યો, આ તો ટીકાકાર આમ કહે છે કે આ માટે આમ કહેવામાં આવે છે. (જુઓ, શાસ્ત્રમાં) એ આવ્યું, આવ્યું હવે પહેલી ગાથામાં પાછળ છે. ટીકામાં છે “સકળ ભવ્યસમૂહને હિતકર “નિયમસાર” નામનું પરમાગમ હું કહું છું’ સકળ ભવ્યસમૂહને હિતકર આ નિયમસાર” શાસ્ત્ર છે. આહા... હા! પહેલી જ ગાથામાં છે હોં? ટીકા (માં) કળશમાં નહીં. “આવું હોય ત્યારે આવે ને ઈ પર્યાય.”
(અહીંયાં કહે છે: “હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અનેક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છે -
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो। दव्वस्स तं पि दव्वं णेव पणटुं ण उप्पण्णं ।। १०३।।
નીચે હરિગીત :
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી, પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
ટીકા- જરી ઝીણી વાત પડશે અજાણ્યા માણસને! અભ્યાસ ન મળે લોકોને તત્ત્વનો! આહા... હા ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એણે જોયેલું તત્ત્વ ઈ પ્રમાણે સમજે તો ઈ આગળ – આગળ વધી શકે. જે રીતે છે એ રીતે ન સમજે તો, તો મિથ્યાષ્ટિ થાય ઈ તો. વસ્તુની સ્થિતિ જે રીતે છે ઈ રીતે ન માને તો મિથ્યાદષ્ટિ થાય. (હવે ટીકા એકસો ત્રણ (ગાથાની) ટીકા.
(અહીંયાં કહે છે કે:) “અહીં વિશ્વમાં એક (દ્વિ-અણુક) ” બે પરમાણુ ઓ સમાન જાતીય,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com