________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૧
પ્રવચન : તા. ૨૩-૬-૭૯.
પ્રવચનસાર' ગાથા-૧૦૩. એકસો બે ગાથામાં એ આવી ગ્યું કે દરેક પદાર્થ – આ આત્મા છે, પરમાણુ (છે.) (ધર્માસ્તિકાય, આકાશ, કાળ ) એક – એક દ્રવ્ય, એની પર્યાય એનો જન્મક્ષણ હોય ત્યારે ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? ઝીણી વાત જરીક તત્ત્વની! પરમાણુ કે આત્મા, એની પર્યાય ઉત્પન્ન થવાનો કાળ હોય, તે જન્મક્ષણ છે. ત્યારે (પર્યાય ઉત્પન્ન) થાય. આઘી-પાછી ન થાય ને બીજાથી, ફેરવવાથી ન થાય. આહા....! દરેક આત્મા ને દરેક પરમાણુ, તેના વર્તમાન સમયની અવસ્થા, ઉત્પન્ન થાય (તેની) જન્મક્ષણ (તે) છે. આહાહા ! એવો નિર્ણય કરે કે આત્મામાં પણ જે સમયે, જે અવસ્થા, જે સમયે થવાની છે તે થાય. “તો એનું તાત્પર્ય દ્રવ્યસ્વભાવ પર એની નજર જાય.” આહા... હા! આવી વાત ઝીણી ! ધરમ બહુ ઝીણી ચીજ છે! અંદર વસ્તુ છે આત્મા, દેહથી ભિન્ન આ તો (શરીર) માટી છે. હાડકાં-ચામડાં છે. અંદર ચૈતન્ય છે એની પણ જે સમય જે અવસ્થા થવાની તે તેનો જન્મક્ષણ, ઈ થવાની તે થઈ ” હવે, એમાં ધરમ કેમ, શું કરવો? કે થવાની જે છે ઈ થાય છે, ઈ દ્રવ્યની પર્યાય છે. એને પર્યાયમાં થાય છે તેની નજર છોડી, અને નજર “દ્રવ્યની કરવી.” આહા... હા... હા! “કારણ કે ઈ તો થાશે જ, એ સમયે પર્યાય થાશે” જે સમયે જે પર્યાય થવાની તે થાશે (જ.) , એટલે ઈ થાશે એના અવસરે, એવો નિર્ણય કરનારે પર્યાયને દ્રવ્ય ઉપર વાળવી જોઈશે. વસ્તુ ભગવાન ચિદાનંદ પ્રભુ! “એના તરફ પર્યાય વળે તો એને આનંદનો અંશ-સ્વાદ આવે ” અરે.. રે.. રે! એનો અતીન્દ્રિયસ્વરૂપ છે. આત્મા ! અતીન્દ્રિય આનંદ (સ્વરૂપ છે. આત્મા!) આ ઇન્દ્રિયના વિષયમાં (આનંદ) માને છે કલ્પના (કરીને) ઈ તો અજ્ઞાની, મૂઢજીવ પરમા-સ્ત્રીમાં-શરીરમાંઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે, સુખ માને તો મિથ્યાભ્રમ છે.
(કહે છે કેઃ) આત્મામાં અતીન્દ્રિય આનંદ છે અને એ જેને જોતો હોય, તો એણે વર્તમાન પર્યાય થાય તે થાય જ છે એ સમયે, એના ઉપરથી નજર છોડીને (હઠાવીને) ધ્રુવ જે ભગવાન આત્મા–ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (સ્વરૂપ આત્મા) જે સમયે ઉત્પન્ન થઈ, પર્યાય ઉત્પન્ન, પૂર્વની થઈ વ્યય, ધ્રૌવ્યપણે રહ્યું! ઈ ત્રણે પર્યાયો દ્રવ્યને આશ્રયે (છે.) દ્રવ્યમાં છે એટલે દ્રવ્ય ઉપર દષ્ઠિ કરવી. આહા! આવી વાતું! નવરાશ ન મળે, દુનિયાના પાપ આડે આખો દિ' આવું તત્ત્વ, ક્યાં એને સાંભળે? ઈ એકસો ને બે (ગાથામાં) કહ્યું. એકેક દ્રવ્યના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય, અને ત્રણે દ્રવ્યના છે. એમાં દ્રવ્ય છે. એમ ૧૦૨ (ગાથામાં) કહ્યું. સમજાણું કાંઈ ?
(કહે છે) હવે, એકસો ત્રણ (ગાથામાં) (આ વિષય વિચારે છે.) “હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય અનેક દ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ- (શું કહે છે) પરમાણુ આદિ જાજા (પરમાણુ ) ભેગા થઈને પર્યાય થાય, કે આત્મા અસમાનજાતીય છે. (પહેલાં કહ્યું ઈ) સમાનજાતીય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com