________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૩
પ્રવચનસાર પ્રવચનો ૩૩૦
હવે દ્રવ્યનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય *અનેક દ્રવ્યપર્યાય દ્વારા વિચારે છેઃ
पाडुब्भवदि य अण्णो पज्जओ पज्जओ अण्णो वयदि अण्णो। दव्वस्स तं पि दव्वं णेव पणटुं ण उप्पणं ।। १०३।।
प्रादुर्भवति चान्यः पर्यायः पर्यायो व्येति अन्यः। द्रव्यस्य तदपि द्रव्यं नैव प्रणष्टं नोत्पन्नम् ।।१०३।।
ઊપજે દરવનો અન્ય પર્યાય, અન્ય કો વિણસે વળી, પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
ગાથા – ૧૦૩
અન્વયાર્થ:- (દ્રવ્યહ્ય) દ્રવ્યનો (અન્ય: પર્યાય:) અન્ય પર્યાય (પ્રાદુર્મતિ) ઉત્પન્ન થાય છે () અને (ન્ય: પર્યાયઃ) કોઈ અન્ય પર્યાય (વ્યતિ) નષ્ટ થાય છે; (તક) પરંતુ (દ્રવ્ય) દ્રવ્ય તો (પ્રાણં નવ) નષ્ટ પણ નથી, (ઉત્પન્ન ૧) ઉત્પન્ન પણ નથી (ધ્રુવ છે.)
ટીકા- અહીં (વિશ્વમાં) જેમ એક ત્રિ-અણુક સમાનજાતી ય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે. અને બીજો ચતુરણુક (સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે પરંતુ તે ત્રણ કે ચાર પુદ્ગલો (પરમાણુઓ) તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (-ધ્રુવ છે), તેમ બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે. (-ધ્રુવ છે.)
વળી જેમ એક મનુષ્યત્વસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે અને બીજો દેવત્વસ્વરૂપ (અસમાનજાતીય દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે પરંતુ તે જીવ ને પુદ્ગલ તો અવિનર અને અનુત્પન્ન જ રહે છે, તેમ બધાય અસમાનજાતીય દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે અને ઉત્પન્ન થાય છે પરંતુ અસમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અનુત્પન્ન જ રહે છે.
આ પ્રમાણે પોતાથી (અર્થાત્ દ્રવ્યપણે ) ધ્રુવ અને દ્રવ્યપર્યાયો દ્વારા ઉત્પાદ-વ્યયરૂપ એવાં ‘દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. ૧૦૩.
–
–
––
–
––
–
––
–
–
–––
––
–
––
–
–
–
––
––
–
–
* અનેક દ્રવ્યપર્યાય - એકથી વધારે દ્રવ્યોના સંયોગથી થતો પર્યાય. ૧. ચતુરણુક – ચાર અણુઓનો (પરમાણુઓનો) બનેલો સ્કંધ. ૨. “દ્રવ્ય ' શબ્દ મુખ્યપણે બે અર્થમાં વપરાય છે. (૧) એક તો, સામાન્ય વિશેષના પિંડને અર્થાત્ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે; જેમ કે – “દ્રવ્ય ઉત્પાદત્રયધ્રૌવ્યસ્વરૂપ છે, (૨) બીજું, વસ્તુના સામાન્ય અંશને પણ દ્રવ્ય કહેવામાં આવે છે, જેમ કે – ‘દ્રવ્યાર્થિક નય’ અર્થાત્ સામાન્ય અંશગ્રાહી નય, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com